Book Title: Sambodhi 1990 Vol 17
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 120
________________ 115 - આ હકીકતની સાથે જૈન પરંપરા વલભી ભંગ વખતની પરિસ્થિતિની માહિતી સાચવે છે. આ પરંપરા “પુરાતન પ્રબંધ''માં સચવાયેલી છે. તે પ્રમાણે વલભી ભંગની જૈનેને ખબર પડતાં તેઓ વલભીથી સલામતી માટે મોટેરા આવ્યા હતા. ઐતિહાસિક સમીક્ષા : આ કથાઓને ઐતિહાસિક માહિતી સાથે સરખાવતાં ગુજરાતમાં બનેલા રાજકીય બનાવની કેટલીક પરિસ્થિતિ સ્પષ્ટ થાય છે. તેમાં ઈ. સ. ની આઠમી સદીમાં વલભી પર આરએ કરેલાં આક્રમણ, તેની થોડી સફળતા, તેમને નવસારી પાસે પરાજય, અને તે યુદ્ધ પછી થયેલા રાજકીય ફેરફારોની અસર વર્તાય છે. અરબોનું આ આક્રમણ દમાસ્કના અધિકારીઓ અને સૈનિકોનું હતું. તેની સીમા સિંધ સુધી વિસ્તરેલી હતી. તેથી આ આક્રમણ સિંધ તરફથી થયું હોવાનો આપણે ત્યાં અભિપ્રાય છે, તે સમગ્ર ઉમૈયદ ખિલાફતની શક્તિ ધ્યાનમાં લેતા નથી. મિસ્ક અર્થાત સિરિયાથી સમગ્ર ઇરાક, અરબસ્તાન, ઈરાન આદિ પ્રદેશની કેન્દ્રિત સત્તાનું આક્રમણું પ્રમાણમાં નાનાં અને કંઈક અવ્યવસ્થિત અને આંતરિક કલહવાળાં રાજ્ય પર સફળ થયું તેથી મૈત્રક અને ગુજર જેવા રાજયોને નાશ થયે.. પરંતુ દક્ષિણની ચાલુકો સત્તા તથા રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની ગુર્જર પ્રતિહાર સત્તાની સામે તે આક્રમણો ક્યાં ન હતાં. ગુજર પ્રતિહારો સાથે ઉમૈયદ ખિલાફતના અધિકારીઓની સ્પર્ધા અસફળ હતી, તેથી જ્યારે વલભી પર આક્રમણને ભય ઊભા થયા ત્યારે વલભીના જૈન સંઘે પિતાના બચાવ માટે જે સ્થળાંતર ખેંચ્યું છે તે ગુજર-પ્રતિહાર સત્તાના પ્રદેશ તરફ છે. આ પ્રદેશ તરફ મૈત્રકેના અવશિષ્ટ લેકે પણ પાછા હડી ગયા હતા અને વડનગર થઈને મેવાડ તરફ ગયા એ સૂચક કથા વલભીના નાશ વખતે થયેલાં સ્થળાંતરે સૂચવે છે. જૈન અને બ્રાહ્મણ પરંપરા : આમ મૈત્રક સત્તા તૂટ્યા પછી વલભીવાચનાના જૈન સમર્થકોનું મેરા તરફનું આગમન ગુજર-પ્રતિહાર રાજ્ય પ્રતિ હતું. આ આગમનની કંઈક વિકૃત કથા ધર્મારણ્ય પુરાણમાં આમ રાજાની કથા સાથે જોડાયેલી લાગે છે. તદુપરાંત ધમરણ જૈનેતર અને સ્થાનિક બ્રાહ્મણ સમુદાય તરફી ગ્રંથ પિતાની રીતે આ પ્રદેશમાં જેનોની કથા સાચવે છે, તે કથાઓનું વિશ્લેષણ બીજા લેખની અપેક્ષા રાખે છે. પરંતુ જૈન પરંપરા અને સ્થાનિક બ્રાહ્મણ પરંપરામાં અધ્યયનથી મોઢેરામાં જૈન વસતી ગુર્જર પ્રતિહારના વખતથી વધુ પ્રમાણમાં વધુ હોવાનો અભિપ્રાય ઐતિહાસિક પરિસ્થિતિના પ્રાપ્ત પ્રમાણો દર્શાવે છે. જૈન દેરાસર : મોટેરામાં જૈન વસતીના એંધાણ તપાસવા માટે અહીંથી જૈન સામગ્રી જોવી પડે. સામાન્યતઃ મકાને, ઘરવપરાશની વસ્તુઓ આદિ જે તે સ્થળે વસતી બધી કોમ વાપરતી હોવાથી તેમાં સમાન અંશે દેખાય, પરંતુ તેથી વિશિષ્ટ જૈન પ્રવૃત્તિ દેખાય નહી.

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151