________________
118
આ ઉપરાંત દેરાસરના ગભારામાં મહાવીરસ્વામીની પ્રતિમાં નીચે પબાસણ પર સં'. ૨૪૯૮ને પ્રતિષ્ઠા લેખ છે તે અપૂરતા પ્રકાશને લીધે વાચા નથી, તેમજ બીજો એક લેખ અષ્ટાપદ (૩) નીચે શ્રી ધહલ હીરાચંદ સં ૧૯૧૪ વૈશહ સુદ ૭ ને છે,
દેરાસર જીર્ણોદ્ધારને લેખ (૬૦ ૪૫૫) ગૂઢમંડપના પ્રવેશદ્વારની પૂર્વમાં ભીંત પર છે તેનું વાચન આ પ્રમાણે છે:
નમ: શ્રી પારર્વના થાય.
सरस्वतीलब्ध प्रसादानां श्रीसिद्धसेनसूरि शिष्याणां श्री बभट्ट (उपरनाथ भद्रकीर्ति) सूरीणां नृप विक्रम संवत (८०७-८११) दीक्षा आचार्यपद प्राप्ति स्थले उत्तर गुर्जर देशान्तवर्तिनी श्री मुढेराख्य ग्रामे नृप विक्रम संवत १९७२ प्रवर्तमाने श्रावण मासे शुक्ल पक्षे दशमीतिथौ शनिवासरे शुभयोगप्तमन्विते श्री श्वेताम्बर तपागच्छे श्री पार्वे जिनप्रासादस्य खात मुहूर्तम् ।। रुप विक्रम संवत १९७५ प्रवर्तमाने ज्येप्ठमासे शुक्ल पक्षे तृतीया तिथौ भानुवासरे शुभयोग सम न्विते लग्ने मूलनायक श्री पार्श्वनाथादि जिन बिम्ब gat સવે ત્રિકાંત પ્રતિ (૨૦,૦૦૦) देवद्रव्यं समुत्यन्नम्. प्रतिष्ठा विधि विधानकार ऋस्त्वत्र बालापुर (वलाद) ग्राम वास्तव्यः श्राध्यवरः श्री क्षेमचन्द्रपुनः फूलचन्द
॥इति।। शुभ भवतु श्री संघस्य ।। ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરના આ લેખે મોટેરાની જૈન પ્રવૃત્તિ પર પ્રકાશ પાડે છે. અહી'ની જૈન પ્રવૃત્તિના અન્ય પ્રમાણે સાથે આ લેખ તપાસતાં મોઢેરાની ગામની જૈન પ્રવૃત્તિ પર જે પ્રકાશ પડે છે તેની ચર્ચા કરીશું. '
લેખના પ્રારંભમાં મેટેરામાં જૈન આગમન અને તેમના સ્થાનિક લેકે સાથેના સંઘર્ષની અને વિવાદની કેટલીક માહિતી ચચી છે. પરંતુ અહીંથી મળેલા પ્રતિમા લેખ સંવત ૧ર૩૫-ઇ. સ. ૧૧૭૯થી શરૂ થાય છે. તેની પહેલાંની પ્રતિમાઓ કે લેખે મળ્યા નથી તેથી તેની તપાસ ભવિષ્યની પ્રવૃત્તિ છે. મોઢેરાની પ્રતિમાઓ પૈકી સૌથી જૂને લેખ સાચવતી પાર્શ્વનાથની પ્રતિમાના લેખમાં “ઢેરા” શબ્દ શંકાસ્પદ છે. કારણ કે કુમારપાળના વખતમાં આ ગામનું નામ કેવી રીતે લખાતું કે બેલાતું તે અન્ય પ્રમાણે દ્વારા સ્પષ્ટ થતું નથી. વળી આગળ ચર્ચા કરી છે તે પ્રમાણે તેની પ્રતિષ્ઠા કરાવનારનાં જીવન અને પ્રતિમાની તારીખ વચ્ચે મેળ ખાતે નથી. તેથી આ લેખ પ્રતિમા પર પાછળથી તેને કુમારપાળની સમકાલીન બનાવવાના હેતુથી કેતરાવવામાં આવ્યો હોય તેમ લાગે છે.