Book Title: Sambodhi 1990 Vol 17
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 125
________________ 120 આમ મારામાં જોવામાં આવતી સં. ૧૬૮૫ની બરહાનપુરવાસી સા મેઘની પત્ની તેજલદેની પ્રતિમાની પ્રતિષ્ઠા હીરવિજયસૂરિના શિષ્ય વિજ્યસેનના શિષ્ય વિજયદેવે કરી છે. વિજયદેવને (સં. ૧૬ ૧૪ • ૧૭૧૩) પાદશાહ જહાંગીરે મહાતપાનું બિરૂદ માંડવગઢમાં આપ્યું હતું. તેમણે કરાવેલી પ્રતિષ્ઠાના ઘણા લેખે મળે છે. (મે. દ. દેસાઈ, જૈન ગુજર કવિઓ, ભાગ-૨, ૫. ર૭). આમ ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં સચવાયેલી પ્રતિમાઓ પરના કેટલાક લેખન અધ્યયનથી આ પ્રતિમાઓની ઐતિહાસિકતા પ્રમાણિત અને અપ્રમાણિત થાય છે, તેથી મોટેરામાં મળેલી આ પ્રતિમાઓ મૂળ અહીની છે, અહીંથી બહાર ગયેલા મૂળ મેઢેરાના નિવાસીઓએ ભરાવી છે કે બીજી જગ્યાએ ભરાવેલી પ્રતિમાઓ અહીં આણી છે. એ પ્રશ્નો ઉભા થાય છે, તેને ઉત્તર આપ મુશ્કેલ છે. પરંતુ નવા શિલાલેખ તથા મૂતિ લેખે કરાવનાર આજે મોટેરામાં રહેતા નથી પરંતુ અહીંથી બહાર ગયેલા લેકેએ આ કામ કરાવ્યાં છે એમ માનવાને કારણ છે. તેથી મોઢેરા સાથે સંબંધ રાખનાર લોકેએ આ પ્રતિમાઓ ભરાવી છે. અને તે અહી' સ્થાપી કે બીજી જગ્યાએથી આણી છે. તે બાબત વધુ તપાસ અપેક્ષિત છે. આ પરિસ્થિતિમાં મોટેરા સાથે જૈન સમાજને સંબંધ વલભીના નાશ પછી આશરે આઠમી નવમી સદીમાં શરૂ થશે અને તે આજદિન સુધી જુદી જુદી પરિસ્થિતિઓમાંથી પસાર થતે ચાલુ રહ્યો છે એમ ઉપલબ્ધ પ્રમાણે દર્શાવે છે, એટલું જ નહી પણ એ લેખોમાં દર્શાવેલાં નામવાળા સૂરિઓ તેમનાં કાર્યોથી સુપ્રસિદ્ધ છે, અને તેઓ તેમના સમયમાં મેટેરાને ઘણું વિશાળ પ્રદેશ સાથે સાંકળી લે છે. આભાર દર્શન આ લેખ તૈયાર કરવામાં મૂર્તિલેખે વાંચવાની સગવડ કરી આપીને અમૂલ્ય સહાય આપનાર મોઢેરાના શ્રીસંધના મુખ્ય ટ્રસ્ટી શ્રી વ્રજરાજ શાહ તથા અન્ય સભ્યોને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. તથા શીલાલેખનની નકલ કરવા માટે શ્રી અરવિંદ પટેલને પણ આભાર માનીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151