Book Title: Sambodhi 1990 Vol 17
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 119
________________ મોઢેરા અને જેને ' પ્રો. ૨. ના. મહેતા, ડો. કે. વી. શેઠ, મણિલાલ મિસ્ત્રી પ્રાસ્તાવિક : ઉત્તર ગુજરાતના ચાણસ્મા તાલુકાનું આશરે ૭,૦૦૦ ની વસ્તી ધરાવતું મોઢેરા એક મહત્ત્વનું સ્થાન છે. ગુજરાતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર બારમી સદીના કલિકાલ સવન આચાર્ય હેમચંદ્ર અને વીસમી સદીના અહિંસાને રાજકીય ક્ષેત્રે મહાન અને સફળ પ્રયોગ કરનાર મહાત્મા ગાંધી એ બને મોટેરાની મઢ જ્ઞાતિના મહાપુરુષો મોઢેરાની લાંબી પરંપરા સાચવે છે. સામાન્ય રીતે તે બકુલાર્કનાં સૂર્યમંદિરથી સુપ્રસિદ્ધ મોઢેરામાં શિવ, ગણેશ, શક્તિ આદિનાં સ્થાનકેની સાથે અહીંની જૈન પરંપરા સાચવતું પરંતુ નવું તૈયાર થયેલું ચિંતામણિ પાશ્વનાથનું દેરાસર અસ્તિત્વ ધરાવે છે. આ દેરાસરના શિલાલેખ પૈકી જીર્ણોદ્ધાર સચક શિલાલેખમાં મોટેરામાં સિદ્ધસેનસૂરિના શિષ્ય બપ્પભટ્ટ અહી' દીક્ષા અને આચાર્યપદ પ્રાપ્ત કર્યાના ઉલેખે છે. તેથી અહી’ જૈન પરંપરા પણ ઘણી પ્રાચીન લાગે છે. આ અyભટસરિ સ. ૮૦૦-૮૯૫ માં વિદ્યમાન હતા, એમ મે. દ. દેસાઈ [ જૈન ગુર્જર કવિઓ ભાગ-૨, પૃ. ૭૧૦ પર] નોંધે છે: મોઢેરા અને જૈન સાહિત્ય : મોટેરાના જૈન આગમ સાહિત્યમાંથી ઉલ્લેખ પ્રાપ્ત કરીને ડે. ભોગીલાલ સાંડેસરાએ આ પ્રમાણે નેંધ આપી છે. ઉત્તર ગુજરાતનું મોઢેરા. ઢરક આહારને ઉલ્લેખ સૂત્રકૃતાંગસૂત્રની વૃત્તિમાં છે, એ જ સૂત્રની ચૂર્ણિમાં મોટેરાને એ પ્રકારને ઉલ્લેખ છે. જેથી એ એક મહત્ત્વનું સ્થળ હોવાનું સિદ્ધ થાય છે. જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' નામના તેમનાં પુસ્તકની પૃ. ૧૪૯ ૫રની આ નોંધની . પાણીપ પરથી શીલાંકની વૃત્તિની આ માહિતી છે, એમ સ્પષ્ટ થાય છે, શીલાંક અપરનામ કેટયાચાયે આચારાંગ અને સૂત્રકૃતાંગ પર વૃત્તિ રચિ છે. પ્રભાવક ચરિત્ર ૯ ક-૧૫ પ્રમાણે તેમણે ૧૧ અંગે પર વૃત્તિ રચિ હતી. તેઓ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના શિષ્ય હતા, અને તેમની રચાયેલી વૃત્તિની ટીકાની હસ્તપ્રતની પ્રશરિત પછી ઉમેરેલા લેકને આધારે તે શક સંવત ૭૮૪ માં તેઓ વિદ્યમાન હતા. લાલા સુંદરલાલ જૈન આગમ ગ્રંથમાળાના ૧ પુસ્તકની પ્રસ્તાવના પૃ. ૩૬૫૨ - શીલાચાર્યની ટીકા સંવત ૭૮૪ તથા ૭૯૮ માં રચાયાની નોંધ છે. આ સાહિત્યના ઉલેખે શીલાંકને ઈ. સ. ૮૬૨ અને ૮૭૬ વચ્ચે વિદ્યમાન હોવાનું સૂચવે છે. અર્થાત જન પરંપરા મઢેરાને નવમી સદીમાં ઉલ્લેખ કરે છે તે સચક હકીક્ત છે.

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151