________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સ્યાદ્વાદ અધિકાર
પર્યાયમાત્ર માનતાં પર્યાયમાત્ર પણ સધાતી નથી; ત્યાં અનેક પ્રકારે સાધન-બાધન છે, અવસર પ્રાપ્ત થયે કહીશું; અથવા પર્યાયરૂપ માન્યા વિના વસ્તુમાત્ર માનતાં વસ્તુમાત્ર પણ સધાતી નથી; ત્યાં પણ અનેક યુક્તિઓ છે, અવસર પ્રાપ્ત થયે કહીશું. તે બાબતમાં કોઈ મિથ્યાદષ્ટિ જીવ જ્ઞાનને પર્યાયરૂપ માને છે, વસ્તુરૂપ માનતો નથી; એવું માનતો થકો જ્ઞાનને જ્ઞેયના સહારાનું માને છે. તેના પ્રતિ સમાધાન આમ છે કે આ પ્રમાણે તો એકાન્તરૂપે જ્ઞાન સધાતું નથી, તેથી જ્ઞાન પોતાના સારાનું છે; એમ કહે છેઃ- ‘‘ પશો: જ્ઞાનં સીવૃતિ’’ (પશો: ) એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જેવું માને છે કે જ્ઞાન ૫૨ શેયના સહારાનું છે, ત્યાં એવું માનતાં (જ્ઞાનં) જ્ઞાન અર્થાત્ શુદ્ધ જીવની સત્તા (સીવૃત્તિ) નષ્ટ થાય છે અર્થાત્ અસ્તિત્વપણું વસ્તુરૂપતાને પામતું નથી. ભાવાર્થ આમ છે કે એકાન્તવાદીના કથનાનુસાર વસ્તુનો અભાવ સધાય છે, વસ્તુપણું સધાતું નથી; કારણ કે મિથ્યાદષ્ટિ જીવ આવું માને છે-કેવું છે જ્ઞાન ? ‘ ‘ વાદ્ઘાર્થે: પરિપીતમ્ ’ ' ( બાઘાર્થ: ) શેય વસ્તુઓ દ્વારા (પરિપીતમ્) સર્વ પ્રકારે ગળી જવામાં આવ્યું છે. ભાવાર્થ આમ છે કેમિથ્યાદષ્ટિ જીવ એમ માને છે કે જ્ઞાન વસ્તુ નથી, જ્ઞેયથી છે; તે પણ તે જ ક્ષણે ઊપજે છે, તે જ ક્ષણે વિનશે છે. જેમ કે-ઘટજ્ઞાન ઘટના સદ્ભાવમાં છે; પ્રતીતિ એમ થાય છે કે જો ઘટ છે તો ઘટશાન છે, જ્યારે ઘટ નહોતો ત્યારે ઘટ જ્ઞાન નહોતું, જ્યારે ઘટ હશે નહિ ત્યારે ઘટજ્ઞાન હશે નહિ;−કોઈ મિથ્યાદષ્ટિ જીવ જ્ઞાનવસ્તુને નહિ માનતાં, જ્ઞાનને પર્યાયમાત્ર માનતાં આવું માને છે. વળી જ્ઞાનને કેવું માને છે? — उज्झितनिजप्रव्यक्तिरिक्तीभवत्' ( ઇન્દ્રિત ) મૂળથી નષ્ટ થઈ ગયું છે (નિનપ્રવ્યક્ત્તિ) જ્ઞેયના જાણપણામાત્રથી ‘જ્ઞાન' એવું પ્રાપ્ત થયેલું નામમાત્ર, તે કારણથી (રિત્ત્તીમવત્) ‘જ્ઞાન’ એવા નામથી પણ વિનષ્ટ થઈ ગયું છે–એમ માને છે મિથ્યાદષ્ટિ એકાન્તવાદી જીવ. વળી જ્ઞાનને કેવું માને છે? ‘‘પરિત: પરપે વ વિશ્રાન્ત'' (પરિત: ) મૂળથી માંડીને ( પરરૂપે) જ્ઞેયવસ્તુરૂપ નિમિત્તમાં (q) એકાન્તથી (વિત્રાન્ત) વિશ્રાન્ત થઈ ગયું-શૈયથી ઉત્પન્ન થયું, જ્ઞેયથી નષ્ટ થઈ ગયું. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે ભીંતમાં ચિતરામણ જ્યારે ભીંત નહોતી ત્યારે નહોતું, જ્યારે ભીંત છે ત્યારે છે, જ્યારે ભીંત હશે નહિ ત્યારે હશે નહિ; આથી પ્રતીતિ એવી ઊપજે છે કે ચિત્રના સર્વસ્વની કર્તા ભીંત છે; તેવી રીતે જ્યારે ઘટ છે ત્યારે ઘટજ્ઞાન છે,
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૨૩૧