Book Title: Samayik Author(s): T U Mehta Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad View full book textPage 7
________________ પ્રાસ્તાવિક સામાયિક કાયોત્સર્ગ શું છે? “સામાયિક” શબ્દ સામયિં ઉપરથી આવ્યો છે. તેનું પદ “સમય” કે “સામાય” છે. સમાય એટલે સમની પ્રાપ્તિ - મર૦ ૩માય સમયઃ - સમ એટલે સમભાવ - રાગદ્વેષ રહિતની અવસ્થા. બીજા શબ્દોમાં કહીએ તો સામાયિકનો હેતુ અમુક સમયને માટે સમભાવ અને શાંતિ પ્રાપ્ત કરી તે કાયમને માટે પ્રાપ્ત થાય તેવી કેળવણી. આથી સામાયિકની રચનામાં કાયોત્સર્ગ (કાઉસ્સગ)ને અગ્રસ્થાન આપવામાં આવેલ છે. આ કાયોત્સર્ગની વિધિ પૂર્ણ રીતે થઈ શકે તે માટે નવકાર મંત્ર બોલી તિખુતોના પાઠમાં પંચ પરમેષ્ટીને વંદના કરવામાં આવી છે અને ત્યારબાદ “ઈરિયા વહિયા”ના પાઠમાં મન, વચન અને કાયાથી નિગોદના જીવોથી માંડી પંચેન્દ્રિય જીવોની કોઈપણ પ્રકારે આશાતના કરી હોય તો તેની ક્ષમા માંગવામાં આવી છે. ત્યારબાદ પાઠ ૪ જે તસ્સોતરી કરસનો છે તેમાં કાયોત્સર્ગ (કાઉસ્સગ)ની વિધિનો ઉલ્લેખ આવે છે. તેમાં આ “કાયોત્સર્ગ” શું છે તે પ્રથમ સમજાવ્યું છે અને કાયોત્સર્ગ દરમ્યાન કાયાના અમુક વ્યાપારો અનિવાર્ય થઈ પડે તે માટે છૂટ આપવામાં આવી છે. કાયોત્સર્ગ એટલે “કાયા”નો “ઉત્સર્ગ” - કાયાને ભૂલી જવી. દેહભાન ભૂલીને આત્મભાનમાં સ્થિર થવું. કાયાને ભૂલી જવું એટલે શું? ગૃહસ્થજીવનની તમામ સાંસારિક પ્રવૃત્તિઓ “કાયા”ની જ પ્રવૃત્તિઓ છે. સંસારની તે તમામ ઘટમાળોમાં રાગ દ્વેષ, માયા, મોહ વગેરેના અનેક પ્રસંગો આવતા હોય છે. કાયોત્સર્ગ વખતે તે તમામ પ્રસંગો ભૂલી જઈને આપણું જે શાશ્વત સ્વરૂપ - આત્મસ્વરૂપ છે તેમાં મન સ્થિર કરવું તેવો આદેશ છે. સમ એટલે સમતાના ગુણો પ્રગટાવવા. કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે કષાયોથી આત્માને સુબ્ધ થતો અટકાવવાની જરૂર છે અને તે ત્યારે જ અટકે કે જયારે મનની ચંચળતા કાબૂમાં રાખી આત્મામાં જ મનને પરોવાય. પરંતુ પ્રશ્ન એ છે કે આમ કરવાનો સરળ રસ્તો શું હોઈ શકે? ગીતામાં અર્જુને પણ ભગવાનને આ જ પ્રશ્ન પૂછયો અને કહ્યું કે ભગવાન! મનને કાબૂમાં રાખવાનું એટલું જ દુષ્કર છે જેટલું દુષ્કર વાયુને કાબૂમાં રાખવાનું છે. ભગવાને સામાયિક ૪ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28