Book Title: Samayik
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ આમાંથી કોઈ એક ચક્ર કે વારાફરતી દરેક ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ શકે તો તે પણ કાયોત્સર્ગ થશે. (૧૩) આત્મસ્થિત થવા માટે અને બીજા વિચારોમાં મનને ભટકતું અટકાવવા એક સરળ ઉપાય છે અને તે એ છે કે શ્વાસ છોડતી વખતે “ઓમકાર” (%)નું રટણ મૌખિક કરવું. “ઓમકાર” ભારતની ત્રણેય સંસ્કૃતિ – વૈદિક, જૈન અને બૌધ -થી સ્વીકૃત છે. જૈન વિદ્વાનો “ઓમકાર”માં નવકાર મંત્રનું રટણ જોવેછે. “ઓમકારના રટણથી સમસ્ત શરીરમાં જે સ્પંદનો ઉત્પન્ન થાય છે તે આત્મિક શાંતિ માટે અતિ અગત્યનાં છે અને તેથી જ ભારતીય સંસ્કૃતિમાં તેનું સ્થાન સર્વમાન્ય છે. કાયોત્સર્ગની આ ક્રિયા નિયમિત રીતે અને કાળજીપૂર્વક કરવામાં આવે તો આપણી માનસપ્રક્રિયામાં અને સાંસારિક પ્રવૃત્તિઓમાં અભુત ફેરફારો થવા સંભવ છે. રજુઆત : સામાયિક કરતી વખતે અમુક પાઠોની મૂળ ગાથાઓ સાધકોને આત્મસાત થએલ હોવો સંભવ છે અને તે મૂળ અર્ધમાગધીમાં બોલાય તો તે ગાથાઓના ઉચ્ચારથી જ સ્પંદનો ઉત્પન્ન થાય છે તેનો લાભ પણ સાધકોને મળે તે હેતુથી તે મૂળ સ્વરૂપે આપીને તેનું સંતબાલજીએ કરેલ પદ્યાન્તર પણ આપવામાં આવેલ છે. દા. “નવકાર મંત્ર” "લોગસ" તથા "નમોથુણં” ના પાઠો. સામાયિકના પાઠોનો ક્રમ રૂઢીગત રીતે જે બોલાય છે તે ક્રમ મારા નમ્ર મત મુજબ બરાબર નથી. દા.ત. પાઠ-૬ જે “સામાયિક આદરવા” નો પાઠ છે તે પ્રથમ આવવો જોઈએ. કારણ કે તે પહેલાના પાઠ નં. ૧ થી પ સામાયિકનો જ હિસ્સો છે તેથી તે પાઠો બોલ્યા બાદ સમાયિક “આદરવા” ની વિધિ હોય તે અતાર્કિક છે. આ રીતે પાઠોના ક્રમ બાબત ફેર વિચારણા કરવી જરૂરી છે. પરંતુ હાલ રૂઢીગત પ્રણાલિકામાં ફેરફાર કરવાનું યોગ્ય નથી. કારણ કે ઘણા સાધકો ચાલુ પ્રણાલિકાથી ટેવાઈ ગયા હશે. ક્ષમાપનાનો પાઠ બોલાયાબાદ શ્રીમદ રાજચંદ્રજીએ રચેલ ક્ષમાપના દાખલ કરી છે. “સિદ્ધાર્થ”, ૩, દાદા રોકડનાથ સોસા., ચં. ઉ. મહેતા નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૭ ફોન : ૨૬૬૦૮૮૧૬ સામાયિક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28