Book Title: Samayik
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ નવકાર મંત્ર - પદ્યાનુવાદ પાઠ - ૧ ગઝલ સકલ મંગલ મહીં મંગલ, પ્રથમ મંગલ ગણું જેને, પ્રભુ તે પંચ પરમેષ્ઠી, નમું છું પ્રેમથી સૌને -૧ અરિહંતો જિનેશ્વર જે, જીતીને રાગ દ્વેષોને, વર્યા છે જ્ઞાન કેવળને, નમું છું પ્રેમથી સૌને -૨ બીજા છે સિદ્ધ પરમાત્મા, કરીને ભસ્મ પાપોને, બિરાજે મુક્તિ પદમાં જે, નમું છું પ્રેમથી સૌને -૩ ધરી ચારિત્ર આચાર્યો, ધરાવે ભવ્ય જીવોને, વિદારે કર્મના મળને, નમું છું પ્રેમથી સૌને. -૪ ભણાવે જે ઉપાધ્યાય, સકલ સિદ્ધાંત સમજીને, રમે છે જ્ઞાનના દાને, નમું છું પ્રેમથી સૌને -૫ અખિલ લો કે મુનિરાજો , જગતના મોહ મારીને, ગુંથાયા આત્મશુદ્ધિમાં, નમું છું પ્રેમથી સૌને -૬ અમારી આત્મશુદ્ધિનો, વહાલો મંત્ર બોલીને, અમર પદ સાધવા સારુ, ભજું છું પ્રેમથી સૌને -૭ મહાવીર વાણી : જય વીયરાય ! જગ-ગુરુ ! હોઉ મર્મ તુહ પભાવઓ ભયનં ! ભવ-નિવેઓ મગાણુ-સારિઆ ઈદૃફલ-સિધ્ધી || ૧ ૫. અર્થ ઃ હે વિતરાગ પ્રભુ ! જગદ્ગુરુ ! તમારો જય હો પ્રભુ! તમારા પ્રભાવથી તમારી દેશનાના પ્રભાવથી) મને સંસાર પરથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ હું મોક્ષમાર્ગે ચાલી શકું અને મૂર્તિનું ઈષ્ટફલ પ્રાપ્ત કરૂં તેવી શક્તિ પ્રાપ્ત થાઓ. શબ્દાર્થ : પભાવ = પ્રભાવથી. ભયકં = ભગવાન ! ભવ નિવ્વઓ = સંસાર પ્રત્યે વૈરાગ્ય. મમ્માણ = મોક્ષમાર્ગ. સારિઆ = ચાલવાની શક્તિ. સામાયિક ૧ . Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28