Book Title: Samayik
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
તસોત્તરીનો પાઠ - પધ્યાનુવાદ
પાઠ - ૪ (કાઉસગ્ગ અથવા સમાધિનો પાઠ)
મનહર છંદ
આત્મારામ સાથે મારા જીવને હું જોડવાને; દેહભાન ભૂલી આજે કાઉસગ કરું છું. આત્માણી શુદ્ધિ માટે ધ્યાન ઉચ્ચ ધરવાને; પ્રાયશ્ચિત્ત કરવાને કાઉસગ કરું છું. માયા મોહ તજવાને પાપકર્મ ટાળવાને; સ્થિર થઈ આત્મા સાથે કાઉસગ્ન કરું છું .
(ર) કાઉસગ કરવામાં દેહભાન હોય નહિ; દેહભાન ભૂલતાં હું ભૂલો ઘણી કરું છું. ભૂલો હવે કશું નહિ ભાવના છે એવી મારી; થયેલ ભૂલો ની માફી દીન ભાવે માગું છું. શ્વાસ ઊંચો, શ્વાસ નીચો, ઉધરસ છીંક અને; કાઉસગમાં બગાસું કદી મને આવે છે. ઓડકાર વાયુછૂટ, ચકરીને ઊલટીથી; ગતિમાન મારા દેહ, આંખ, કફ થાય છે . કોઈ કોઈ વાર વળી અણધાર્યા કારણોથી; કાયા કેરું હલન ચલન બહુ થાય છે. આવા આવા આગારોથી અણધાર્યા કારણોથી, ભાવવાળો કાઉસગ્ગ હાનિ નહિ પામે.
રૂડી ભાવના ધારીને ક્ષમા માગી લાચારીથી; ધરવા સમાધિ હું તો ભાવથી બંધાઉં છું. અરિહંત ભગવંત નમો કાર મંત્રી રૂડા; ગણું નહિ ત્યાં સુધી હું ભાવથી બંધાઉં છું. ધ્યાનમાં તો મસ્ત બની એક સ્થાન સ્થિર થઈ;
અહિંસા ને મૌન ધારી મોહત્યાગી થાઉં છું. સામાયિક
૧૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/fa2b828745b8e470d6c3b6c8ad0b299fd776463df44b071e6bbcbf5beb56ae4f.jpg)
Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28