Book Title: Samayik
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ કદાપિ દશ મનના ને, વચનના પણ દશે દોષો; થયા હો બાર કાયાના, હૃદયથી માફી માગું છું. વિષયની હો કથા કીધી, અગર જો વાત ભોજનની; યુદ્ધકથા દેશ રાજયોની, હૃદયથી માફી માગું છું. વિધિથી લીધું સામાયિક, અવિધિ વાપરી તેમાં; બધા આ દોષની હું તો, હૃદયથી માફી માગું છું. કદાપિ મુજ મનમાં જો, થયો કંઈ પાપ સંકલ્પ; અતિક્રમ દોષ એવાની, હૃદયથી માફી માગું છું. ગયો જો પાપ સન્મુખે, કદાપિ પાપ કરવાને; વ્યતિક્રમ દોષની તેથી, હૃદયથી માફી માગું છું. કદાપિ પાપ કરવાને, થયો તલ્લીન સ્વામી હું; બન્યો તેથી અતિચારી, હૃદયથી માફી માગું છું. કદાચિત્ પાપ જો કીધું, કરીને વ્રતનું ખંડન; બન્યો તેથી અનાચારી, હૃદયથી માફી માગું છું. વળી જાણે અજાણે મેં, કદી મન વાણી કાયાથી; કર્યા હો અન્ય દોષો જો, હૃદયથી માફી માગું છું. કદાપિ માત્રા મીંડામાં, અગર કાના પદાક્ષરમાં; ભણ્યો ઓછું, વધુ, ઊલટું, હૃદયથી માફી માગું છું. કદાપિ જાગૃતિ છોડી, કશો ઉપયોગ નવ રાખ્યો; જમાવી ના પૂરી સમતા, હૃદયથી માફી માગું છું. બધા આ દોષની માફી, લઉં છું સિદ્ધની સાખે; સ્મરીને પંચ પરમેષ્ઠી, હૃદયથી માફી માગું છું. સામાયિક ૨૩ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28