Book Title: Samayik
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004593/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સામાયિક (મુનીશ્રી સંતબાલજીનાં પધ્યાનુવાદ સહિત) :: રજુઆત :: ચંબકલાલ ઉ. મહેતા પ્રકાશક ઉમેદચંદભાઈ એન્ડ કસુંબાબેન ચેરીટેબલ ટ્રસ્ટ સિધ્ધાર્થ” ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ સામાયિક (મુનીશ્રી સંતબાલજીનાં પધ્યાનુવાદ સહિત) સામાયિક પ્રકાશક ઉમેદચંદભાઈ એન્ડ કસુંબાબેન ચેરીટેબલ ટ્રસ્ટ ‘‘સિધ્ધાર્થ” ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : (૦૭૯) ૨૬૬૦૮૮૧૬ મોબાઈલ : ૯૮૭૯૦૨૬૩૫૪ :: :: રજુઆતં ત્ર્યંબકલાલ ઉ. મહેતા 2010_04 ૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : આવૃત્તિઃ નકલ ઃ કિંમત: મુદ્રક : પ્રાપ્તિસ્થાનઃ સામાયિક ઉમેદચંદભાઈ એન્ડ કસુંબાબેન ચેરીટેબલ ટ્રસ્ટ ‘‘સિધ્ધાર્થ’’ ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : (૦૭૯) ૨૬૬૦૮૮૧૬ મોબાઈલ : : ૯૮૭૯૦૨૬૩૫૪ પ્રથમ – મે-૨૦૦૪ - ૧૦૦૦ ઉપયોગ અરીહંત પ્રિન્ટર્સ, કે-૬, વિભાગ-૧, શાયોના સિટી, ઘાટલોડિયા, અમદાવાદ-૩૮૦૦૬૧ મોબાઈલ : ૯૮૨૫૦૨૩૨૩૯ ૧. ત્ર્યં. યુ. મહેતા “સિધ્ધાર્થ” ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : (૦૭૯) ૨૬૬૦૮૮૧૬ ૨. ડૉ. લીના મહેતા 2010_04 ડી-૪, સી-ફેઈસ પાર્ક, ૫૦, ભુલાભાઈ દેસાઈ રોડ, મુંબઈ-૪૦૦ ૦૨૬ ફોનઃ ૨૩૬૩૦૩૨૫, ૨૩૬૩૦૩૦૭ ૩. Kirit T. Mehta 11505, Continental Forest Drive, Disputanta, VA-23842, (U.S.A.) Phone : 804-862-1974 Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ જેને, કર્મયોગે, માત્ર સોળ વર્ષની કાચી વયમાં જ વૈધવ્ય પ્રાપ્ત થયું, અને જેણે ત્યારબાદ ૯૩ વર્ષની પાકટ વયે પહોંચ્યા સુધી અમોને માતૃવત પ્રેમ આપ્યો, જેણે સંસ્કૃતનો પદ્ધતિસરનો અભ્યાસ પિતાશ્રી પાસે કરી ભારતિય સંસ્કૃતિને અનુસરી સમાજસેવા અને ધર્મ ધ્યાનમાં જ મન પરોવ્યું. જેણે પુ. મુનિશ્રી, નાનચંદજી મહારાજશ્રીને ગુરૂપદે સ્થાપી જૈન આગમોને અનુસરી જીવન પસાર કર્યું, જેના મધુર કંઠે સામાયિક તથા પ્રતિક્રમણથી વાંકાનેરનો આ ઉપાશ્રય અવાર-નવાર ગુંજી ઉઠતો, તે અમારા પુ. મોટા બહેન વિદુષી ધવલ ગૌરી (દુધી બહેન) ના પવિત્ર ચરણ કમળમાં આ એક નાનું પુષ્પ અર્પણ કરીએ છીએ. - આપના અનુજો તથા કુટુંબીઓ 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિ કા ક્રમ વિગત પાના નંબર નં જે જે 8 પ્રાસ્તાવિક - સામયિક કાયોત્સર્ગ શું છે? સામાયિક શરૂ કરતી વખતે લેવાની પ્રતિજ્ઞા નવકાર મંત્ર પાઠ-૧ અસલ અર્ધ-માગધી નવકાર મંત્ર - પદ્યાનુવાદ તિખુત્તો - પદ્યાનુવાદ ઈરિયા વહિયા - પદ્યાનુવાદ તસોત્તરી - પદ્યાનુવાદ લોગ્સસ-અર્ધમાગધી લોગ્સસ - પદ્યાનુવાદ ૧૦. સામાયિક આદરવાનો પાઠ - પદ્યાનુવ૧૧. નમોથુર્ણ - અર્ધપાગધી ૧૨. નમોથુણં - પદ્યાનુવાદ ૧૩. સામાયિક પાળવા - પદ્યાનુવાદ ૧૪. ક્ષમાપના - શ્રીમ s છે સામાયિક 2010_04 Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક સામાયિક કાયોત્સર્ગ શું છે? “સામાયિક” શબ્દ સામયિં ઉપરથી આવ્યો છે. તેનું પદ “સમય” કે “સામાય” છે. સમાય એટલે સમની પ્રાપ્તિ - મર૦ ૩માય સમયઃ - સમ એટલે સમભાવ - રાગદ્વેષ રહિતની અવસ્થા. બીજા શબ્દોમાં કહીએ તો સામાયિકનો હેતુ અમુક સમયને માટે સમભાવ અને શાંતિ પ્રાપ્ત કરી તે કાયમને માટે પ્રાપ્ત થાય તેવી કેળવણી. આથી સામાયિકની રચનામાં કાયોત્સર્ગ (કાઉસ્સગ)ને અગ્રસ્થાન આપવામાં આવેલ છે. આ કાયોત્સર્ગની વિધિ પૂર્ણ રીતે થઈ શકે તે માટે નવકાર મંત્ર બોલી તિખુતોના પાઠમાં પંચ પરમેષ્ટીને વંદના કરવામાં આવી છે અને ત્યારબાદ “ઈરિયા વહિયા”ના પાઠમાં મન, વચન અને કાયાથી નિગોદના જીવોથી માંડી પંચેન્દ્રિય જીવોની કોઈપણ પ્રકારે આશાતના કરી હોય તો તેની ક્ષમા માંગવામાં આવી છે. ત્યારબાદ પાઠ ૪ જે તસ્સોતરી કરસનો છે તેમાં કાયોત્સર્ગ (કાઉસ્સગ)ની વિધિનો ઉલ્લેખ આવે છે. તેમાં આ “કાયોત્સર્ગ” શું છે તે પ્રથમ સમજાવ્યું છે અને કાયોત્સર્ગ દરમ્યાન કાયાના અમુક વ્યાપારો અનિવાર્ય થઈ પડે તે માટે છૂટ આપવામાં આવી છે. કાયોત્સર્ગ એટલે “કાયા”નો “ઉત્સર્ગ” - કાયાને ભૂલી જવી. દેહભાન ભૂલીને આત્મભાનમાં સ્થિર થવું. કાયાને ભૂલી જવું એટલે શું? ગૃહસ્થજીવનની તમામ સાંસારિક પ્રવૃત્તિઓ “કાયા”ની જ પ્રવૃત્તિઓ છે. સંસારની તે તમામ ઘટમાળોમાં રાગ દ્વેષ, માયા, મોહ વગેરેના અનેક પ્રસંગો આવતા હોય છે. કાયોત્સર્ગ વખતે તે તમામ પ્રસંગો ભૂલી જઈને આપણું જે શાશ્વત સ્વરૂપ - આત્મસ્વરૂપ છે તેમાં મન સ્થિર કરવું તેવો આદેશ છે. સમ એટલે સમતાના ગુણો પ્રગટાવવા. કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે કષાયોથી આત્માને સુબ્ધ થતો અટકાવવાની જરૂર છે અને તે ત્યારે જ અટકે કે જયારે મનની ચંચળતા કાબૂમાં રાખી આત્મામાં જ મનને પરોવાય. પરંતુ પ્રશ્ન એ છે કે આમ કરવાનો સરળ રસ્તો શું હોઈ શકે? ગીતામાં અર્જુને પણ ભગવાનને આ જ પ્રશ્ન પૂછયો અને કહ્યું કે ભગવાન! મનને કાબૂમાં રાખવાનું એટલું જ દુષ્કર છે જેટલું દુષ્કર વાયુને કાબૂમાં રાખવાનું છે. ભગવાને સામાયિક ૪ 2010_04 Page #8 -------------------------------------------------------------------------- ________________ તેના બે રસ્તા બતાવ્યા - એક તો વૈરાગ્યથી અને બીજો અભ્યાસથી મનને કાબૂમાં લઈ શકાય તેમ જણાવ્યું. સામાયિકની વિધિમાં આ બન્ને રસ્તાઓનો નિર્દેશ આવે છે. સામાયિકની શરૂઆતમાં જ નવકાર મંત્ર, તિખુત્તો અને લોગસ્સના પાઠો “વૈરાગ્યની” ભાવના ઉત્પન્ન કરવા માટે છે અને ઈરિયા વહિયાનો પાઠ કષાયોને લઈને થતી હિંસાને દૂર કરવા માટે છે અને રોજિંદા વ્યવહારમાં નિયમિત રીતે સામાયિક કરવાનો જે આદેશ છે તે “અભ્યાસ માટે છે. આ અભ્યાસની સરળતા માટે ધ્યાન (Meditation)ની વિવિધ પ્રકારની વિધિઓ છે. પરંતુ તે દરેકનો હેતુ મનને ફક્ત આત્મામાં સ્થિર કરીને તેના બીજા સંવેગો અટકાવવાનો જ છે. આ માટે જે સરળ વિધિ છે તે નીચે પ્રમાણે છે: (૧) પ્રભાતના પહોરમાં જ્યારે સંસારની ઘટમાળ હજી શરૂ થઈ ન હોય અને વાતાવરણ સ્વચ્છ તથા તાજગી ભરેલ હોય ત્યારે કોઈ શાંત સ્થળે એક આસન ઉપર કોઈપણ જાતના માનસિક કે શારીરિક તનાવ વિના કરોડરજ્જુ સીધી રાખી સ્થિર બેસો. (૨) પછી વિચારો કે માનવજીવનનો અંતિમ હેતુ શું છે? “શાશ્વત શાંતિ અને સમતામાંથી પ્રાપ્ત થતો આનંદ મેળવવાનો જ અંતિમ હેતુ છે તેમ બોધિ પ્રાપ્ત કરનાર તમામ વિચારકોએ કહેલ છે તે સત્ય છે? આ પ્રશ્નનો જવાબ તમારા અંતરાત્મામાંથી હકારનો મળતો હોય તો જ ધ્યાનની પ્રક્રિયામાં આગળ વધવાનું શક્ય છે. (૩) જવાબ જો હકારમાં આવતો હોય તો બીજો પ્રશ્ન આપણી જાતને કરવાનો રહે છે. તે એ છે કે “શાશ્વત શાંતિ અને સમતા” અશાશ્વત – ક્ષણિક - વસ્તુમાંથી પ્રાપ્ત થઈ શકે કે જે વસ્તુ પોતે જ શાશ્વત છે તેની મારફત થઈ શકે? આ બીજા પ્રશ્નનો જવાબ જરૂર આવશે કે જે વસ્તુ શાશ્વત છે તેમાંથી જ મળી શકે. (૪) હવે આગળ વધો કે આપણા જીવનમાં શાશ્વત શું છે? શરીર અગર શરીર મારફત પ્રાપ્ત કરેલ વસ્તુ અને સંબંધો શાશ્વત છે કે શરીરમાં રહેલ ચૈતન્ય તત્ત્વ - આત્મા? જવાબ જરૂર મળશે કે આત્મા. (પ) જો આમ હોય તો સિદ્ધ થાય છે કે શુદ્ધ આત્મતત્ત્વ મારફત જ આપણને શાશ્વત “શાંતિ અને સમતા પ્રાપ્ત થઈ શકે અને આત્મતત્ત્વ ત્યારે શુદ્ધ ગણાય કે જ્યારે કાયમ માટે નહીં તો થોડીક ક્ષણ માટે પણ આત્માને શરીરના વ્યાપારો મારફત ઉત્પન્ન થતા કષાયોથી દૂર રાખીએ. કષાયોને આ રીતે દૂર રાખવાની આ પ્રક્રિયાને કાયોત્સર્ગ કહેવાય. સામાયિક ૫. 2010_04 Page #9 -------------------------------------------------------------------------- ________________ (૬) આ માટે વારંવાર યાદ રાખવા માટેનું સૂત્ર છે : સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મસ્વરૂપ” એટલે કે “હું” કોણ છું? તેના જવાબમાં કહે છે કે હું આત્મસ્વરૂપ છું અને મારો તે આત્મા કષાયોથી મુક્ત થયેલ શુદ્ધ સ્વરૂપે છે, તે અવિનાશી છે અને સત્ ચિત્ત અને આનંદ તેને સહજરૂપે પ્રાપ્ત છે. આ સૂત્રનું રટણ રાત-દિવસની તમામ પ્રવૃત્તિઓ દરમ્યાન જો રહે તો કાયોત્સર્ગ સફળતાપૂર્વક થાય. (૭) આટલું થયા બાદ સીધા ટ્ટાર બેસી શરીર તથા મનના તમામ પ્રકારના તનાવોને દૂર કરી શાંત ચિત્તે થોડાક ઊંડા શ્વાસ લો અને મૂકો. (૮) ત્યારબાદ કુદરતી રીતે જે શ્વાસોચ્છવાસ લેતા હોઈએ તે પ્રમાણે લો પરંતુ તમારું સમગ્ર ધ્યાન ફક્ત શ્વાસ લેવા અને મૂકવા ઉપર જ રાખો. (૯) આમ કરતાં તરેહ તરેહના વિચારો આવશે અને ધ્યાનની પ્રક્રિયામાં વિક્ષેપ પડતો જણાશે. પરંતુ તેથી મૂંઝાયા વિના એટલું કરો કે કોઈ એક વિચારમાં ચિત્તને અટકવા દેવું નહીં અને વિચારોની હારમાળાને સિનેમાનું ચિત્ર જોતા હોઈએ તે રીતે પસાર થવા દો. (૧૦) વિચારની હારમાળાને અટકાવવા શ્વાસ લેવા અને મૂકવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયાસો ચાલુ જ રાખવા. (૧૧) બધા વિચારો કાયાના વ્યાપારોમાંથી ઉત્પન્ન થયા હોય છે, તેથી તેનો ઉત્સર્ગ કરવાની જરૂર હોવાથી મારું ખરું સ્વરૂપ આત્માનું છે તે એક જ ખ્યાલ શ્વાસની ક્રિયા સાથે થવા દેવો. (૧૨) ધ્યાન યોગની એક બીજી ક્રિયા શરીરમાં રહેલ સાત ચક્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની છે તેનો ઉલ્લેખ પણ અહીં જરૂરનો છેજે કોઈને તે અનુકૂળ પડે તો તે પણ કાયોત્સર્ગની જ ક્રિયા છે. આ ચક્રો નીચે મુજબ શરીરમાં છે ૧. સહસ્રાર ચક્ર – મસ્તિષ્કમાં તદન ઊંચે ૨. આજ્ઞાચક્ર - કપાળમાં ચાંદલો કરીએ તે જગ્યાએ વિશુદ્ધિ ચક્ર – ગળામાં સ્વરનળી પાસે અનાહત ચક્ર - છાતીમાં હૃદય પાસે મણિપુર ચક્ર – ગૂંટી પાસે પેટમાં સ્વાધિષ્ઠાન ચક્ર – જનનેન્દ્રિય નીચે ૭. મૂલાધાર ચક્ર - કરોડરજ્જુના અંત ભાગમાં સામાયિક જે u 2010_04 Page #10 -------------------------------------------------------------------------- ________________ આમાંથી કોઈ એક ચક્ર કે વારાફરતી દરેક ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ શકે તો તે પણ કાયોત્સર્ગ થશે. (૧૩) આત્મસ્થિત થવા માટે અને બીજા વિચારોમાં મનને ભટકતું અટકાવવા એક સરળ ઉપાય છે અને તે એ છે કે શ્વાસ છોડતી વખતે “ઓમકાર” (%)નું રટણ મૌખિક કરવું. “ઓમકાર” ભારતની ત્રણેય સંસ્કૃતિ – વૈદિક, જૈન અને બૌધ -થી સ્વીકૃત છે. જૈન વિદ્વાનો “ઓમકાર”માં નવકાર મંત્રનું રટણ જોવેછે. “ઓમકારના રટણથી સમસ્ત શરીરમાં જે સ્પંદનો ઉત્પન્ન થાય છે તે આત્મિક શાંતિ માટે અતિ અગત્યનાં છે અને તેથી જ ભારતીય સંસ્કૃતિમાં તેનું સ્થાન સર્વમાન્ય છે. કાયોત્સર્ગની આ ક્રિયા નિયમિત રીતે અને કાળજીપૂર્વક કરવામાં આવે તો આપણી માનસપ્રક્રિયામાં અને સાંસારિક પ્રવૃત્તિઓમાં અભુત ફેરફારો થવા સંભવ છે. રજુઆત : સામાયિક કરતી વખતે અમુક પાઠોની મૂળ ગાથાઓ સાધકોને આત્મસાત થએલ હોવો સંભવ છે અને તે મૂળ અર્ધમાગધીમાં બોલાય તો તે ગાથાઓના ઉચ્ચારથી જ સ્પંદનો ઉત્પન્ન થાય છે તેનો લાભ પણ સાધકોને મળે તે હેતુથી તે મૂળ સ્વરૂપે આપીને તેનું સંતબાલજીએ કરેલ પદ્યાન્તર પણ આપવામાં આવેલ છે. દા. “નવકાર મંત્ર” "લોગસ" તથા "નમોથુણં” ના પાઠો. સામાયિકના પાઠોનો ક્રમ રૂઢીગત રીતે જે બોલાય છે તે ક્રમ મારા નમ્ર મત મુજબ બરાબર નથી. દા.ત. પાઠ-૬ જે “સામાયિક આદરવા” નો પાઠ છે તે પ્રથમ આવવો જોઈએ. કારણ કે તે પહેલાના પાઠ નં. ૧ થી પ સામાયિકનો જ હિસ્સો છે તેથી તે પાઠો બોલ્યા બાદ સમાયિક “આદરવા” ની વિધિ હોય તે અતાર્કિક છે. આ રીતે પાઠોના ક્રમ બાબત ફેર વિચારણા કરવી જરૂરી છે. પરંતુ હાલ રૂઢીગત પ્રણાલિકામાં ફેરફાર કરવાનું યોગ્ય નથી. કારણ કે ઘણા સાધકો ચાલુ પ્રણાલિકાથી ટેવાઈ ગયા હશે. ક્ષમાપનાનો પાઠ બોલાયાબાદ શ્રીમદ રાજચંદ્રજીએ રચેલ ક્ષમાપના દાખલ કરી છે. “સિદ્ધાર્થ”, ૩, દાદા રોકડનાથ સોસા., ચં. ઉ. મહેતા નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૭ ફોન : ૨૬૬૦૮૮૧૬ સામાયિક 2010_04 Page #11 -------------------------------------------------------------------------- ________________ સામાયિક શરૂ કરતી વખતે લેવાની પ્રતિજ્ઞા : (કરેમિ ભંગે સૂત્ર) કરેમિ ભંતે ! સામાઈય, સાવજ્જ જો– પચ્ચક્ઝામિા જાવ નિયમ પજુવાસામિ, દુવિયં તિવિહેણું, મણેણં વાયાએ કાએણે, ન કરોની નકારમી તસ્ય ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિયામિ અપ્પાણે વોસિરામિ . અર્થ: હે ભગવાન ! હું સામાયિક વ્રત ગ્રહણ કરૂં છું; પાપવાળી પ્રવૃત્તિઓને છોડવાની પ્રતિજ્ઞા કરું છું. જ્યાં સુધી આ નિયમને હું એવું ત્યાં સુધી મન વચન તથા કાયાથી ત્રીવિધ પ્રકારે પાપવાળી પ્રવૃત્તિ કરીશ નહિ કે કરાવીશ નહિ. હે ભગવાન! અત્યાર સુધીની આવી પાપયુક્ત જે પ્રવૃત્તિ મેં કરી હોય તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, તેવી પ્રવૃત્તિઓને હું ખોટી ગણું છું અને આપની સાક્ષીએ તેવો એકરાર પણ કરું છું. પાપોથી મલિન થએલ મારા આત્માને હું ત્યજી દઉં છું. સામાયિક 2010_04 Page #12 -------------------------------------------------------------------------- ________________ સામાયિક નવકાર મંત્ર પાઠ - ૧ ૐ નમો અરિહંતાણમ્ નમો સિદ્ધાણમ્ નમો આયરિયાણમ્ નમો ઉવજઝાયાણમુ. નમો લોયે સવ્વસાહૂણમ્ એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલમ્ ચત્તારી મંગલમ્, અરિહંતા મંગલમ્ સિદ્ધા મંગલમ્, સાહુ મંગલમ્ કેવલી પત્નતો ધમો મંગલમ્ ચત્તારી લોગુત્તમા, અરિહંતા લાગુત્તમા, સિદ્ધા લો ગુત્તમા, સાહુ લાગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લાગુત્તમો ચત્તારી શરણમ્ પવન્જામી, અરિહંતે શરણમ્ પવન્જામી સિદ્ધ શરણમ્ પવન્જામી, સાહુ શરણમ્ પવન્જામી કેવલી પવનતમ્ ધમ્મ શરણમ્ પવન્જામી. સામાયિક 2010_04 Page #13 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્ર - પદ્યાનુવાદ પાઠ - ૧ ગઝલ સકલ મંગલ મહીં મંગલ, પ્રથમ મંગલ ગણું જેને, પ્રભુ તે પંચ પરમેષ્ઠી, નમું છું પ્રેમથી સૌને -૧ અરિહંતો જિનેશ્વર જે, જીતીને રાગ દ્વેષોને, વર્યા છે જ્ઞાન કેવળને, નમું છું પ્રેમથી સૌને -૨ બીજા છે સિદ્ધ પરમાત્મા, કરીને ભસ્મ પાપોને, બિરાજે મુક્તિ પદમાં જે, નમું છું પ્રેમથી સૌને -૩ ધરી ચારિત્ર આચાર્યો, ધરાવે ભવ્ય જીવોને, વિદારે કર્મના મળને, નમું છું પ્રેમથી સૌને. -૪ ભણાવે જે ઉપાધ્યાય, સકલ સિદ્ધાંત સમજીને, રમે છે જ્ઞાનના દાને, નમું છું પ્રેમથી સૌને -૫ અખિલ લો કે મુનિરાજો , જગતના મોહ મારીને, ગુંથાયા આત્મશુદ્ધિમાં, નમું છું પ્રેમથી સૌને -૬ અમારી આત્મશુદ્ધિનો, વહાલો મંત્ર બોલીને, અમર પદ સાધવા સારુ, ભજું છું પ્રેમથી સૌને -૭ મહાવીર વાણી : જય વીયરાય ! જગ-ગુરુ ! હોઉ મર્મ તુહ પભાવઓ ભયનં ! ભવ-નિવેઓ મગાણુ-સારિઆ ઈદૃફલ-સિધ્ધી || ૧ ૫. અર્થ ઃ હે વિતરાગ પ્રભુ ! જગદ્ગુરુ ! તમારો જય હો પ્રભુ! તમારા પ્રભાવથી તમારી દેશનાના પ્રભાવથી) મને સંસાર પરથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ હું મોક્ષમાર્ગે ચાલી શકું અને મૂર્તિનું ઈષ્ટફલ પ્રાપ્ત કરૂં તેવી શક્તિ પ્રાપ્ત થાઓ. શબ્દાર્થ : પભાવ = પ્રભાવથી. ભયકં = ભગવાન ! ભવ નિવ્વઓ = સંસાર પ્રત્યે વૈરાગ્ય. મમ્માણ = મોક્ષમાર્ગ. સારિઆ = ચાલવાની શક્તિ. સામાયિક ૧ . 2010_04 Page #14 -------------------------------------------------------------------------- ________________ તિખુરોનો પાઠ - પદ્યાનુવાદ : પાઠ - ૨ ગઝલ વિધિથી વંદના કરવા, વિનયથી ધ્યાન ધારું છું, દયાળુ પંચ પરમેષ્ઠી, તમોને પાય લાગું છું. -૧ પ્રદક્ષિણા કરી જમણી, હવે હું હાથ જોડું છું, કરીને નાથ ! સ્તુતિ હું, તમોને પાય લાગું છું. -૨ કરીને વંદના તમને, અતિ સત્કાર અપું છું, વધાવી ખૂબ માનેથી, તમોને પાય લાગું છું. -૩ તમે તો પંચ પરમેષ્ઠી, અતિ કલ્યાણકારી છો, મહામંગળ તણા દાતા, તમોને પાય લાગું છું. -૪ દીપો છો દેવ સરખા ને, અતિશય જ્ઞાનવંતા છો, ખરે મન વાણી કાયાથી, તમોને પાય લાગું છું. -૫ મહાવીર વાણી : લોગ - વિરુધ્ધચ્ચાઓ, ગુરુજણ - પૂઆ પરWકરણં ચ | સહગુરુ - જોગો તવયણ - સેવણા આભવ અખંડા | ૨ | અર્થ : લોકહિત વિરૂધ્ધની પ્રવૃત્તિઓનો હુ ત્યાગ કરૂં ગુરુજનો પ્રત્યે આદરભાવ રાખું, બીજાનું ભલું કરવાની પ્રવૃત્તિ આદરૂ, સદ્દગુરુનો યોગ રાખું, જીવનભર તત્વાર્થનેજ અખંડ રીતે સેવું તેવા આશિષ આપો. શબ્દાર્થ : લોગ-વિરૂધ્ધચ્ચાઓ = લોકહિત વિરૂધ્ધના કાર્યો. પૂરવા = આદરભાવ. પરFકર = પરાર્થે થતી પ્રવૃત્તિ સામાયિક 2010_04 Page #15 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહિયાનો પાઠ - પધ્યાનુવાદ પાઠ - ૩ - (ઓધવજી સંદેશો કહેજો – એ રાહ) જીવદયાનું રક્ષણ કરવા આજ હું, પાપ દોષથી માગું મુક્તિ નાથ જો ; હરતાં ફરતાં પંથ વળી કો કાપતાં, કદી કર્યો મેં કોઈ જીવને ઘાત જો. -૧ જતાં આવતાં કચય મેં કો જીવને, કદી દબાયાં મુજ થકી કો બીજ જો; ઝાડ પાનને કચર્યા આ રેકે વળી, કહી બતાવું સઘળો પાપી પે જ જો . - ૨ પાંચ જાતની લીલ, ફૂલ ને પાણીને, ઠાર તથા ઝાકળ કે કો કીડિયાર જો; વળી કચય કો મંકોડા કે માટીને. કે નિર્દોષી કરોળિયાની જાળ જો . -૩ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, તરુ, પાંદડાં, એ કેન્દ્રિય જીવો એ સહુ ગણાય જો; અસંખ્ય બે ઇંદ્રિયવાળા જીવ જાણવા, કરમિયાં કે પોરા આદિ થાય જો . -૪ ત્રણ ઇંદ્રિયના જીવ જાણવા હેલ છે, કીડી, મંકોડા, માંકડ આદિ હોય જો ; માખી, ભમરા જેવા બીજા પ્રાણીઓ, અસંખ્યા એ વા ચતુરિન્દ્રિય ગણાય જો. -૫ સામાયિક ૧૨ 2010_04 Page #16 -------------------------------------------------------------------------- ________________ પશુ, પંખી ને માનવ આદિ પ્રાણીઓ, પંક્તિમાં મુકાય પંચ જો ; ઇંદ્રિયની ધસી આવતાં કોઈ હણાયાં મુજથી, ઢાંકયાં ધૂળે ધૂળે કે મસળાયાં હોય જો . -૬ કે અથડાવી એક અડકીને અથવા મેં પરિતાપ ૐ દીધા લૂંટી લીધું તેનું કષ્ટો દીધાં એ જ પ્રકારે હશે પ્રાશકા કૈંક પડાવ્યા નાથ સુખસ્થાનથી પાપબંધ મેં સામાયિક બીજાની દીધાં એવી કિંચિત્ 2010_04 સાથ દુ:ખ સુખ મેં, જો ; રીતથી, હિંસક કામો આ રીતે મુજથી નિષ્ફળ થાજો સઘળાં મારાં પાપ પશ્ચાત્તાપ કરું ક્ષમા કરો એ માગું જંતુને, જો ; દુ:ખસ્થાનમાં લઈ જઈ, બાંધ્યા આવી રીત શબ્દાર્થ : વારિજ્જઈ = વાર્યુ છે, મના કરી છે. જઈ વિ – જો કે, સમયે = શાસ્ત્રોમાં. તહ વિ = તો પણ. ચલણાણું = ચરણોમાં. જો . થયાં, જો ; છું દિલમાં હું ઘણો, છું મહારાજજો . ૯ મહાવીર વાણી : વારિજ્જઈ જઈ વિ નિયાણ - બંધણું વીયરાય ! તુહ સમયે । તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હેં ચલણાણું ॥ ૩ ॥ -૭ અર્થ : હે વિતરાગ ! તમારા શાસ્ત્રોમાં જો કે નિષ્યાણું કરવાની (એટલે ફળની ચહના કરવાની) મનાઈ છે, તેમ છતાં હું એવું ઈચ્છું છું કે ભવેભવ મને તમારા ચરણોની ઉપાસના કરવાનો યોગ પ્રાપ્ત થાય. -- ૧૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ તસોત્તરીનો પાઠ - પધ્યાનુવાદ પાઠ - ૪ (કાઉસગ્ગ અથવા સમાધિનો પાઠ) મનહર છંદ આત્મારામ સાથે મારા જીવને હું જોડવાને; દેહભાન ભૂલી આજે કાઉસગ કરું છું. આત્માણી શુદ્ધિ માટે ધ્યાન ઉચ્ચ ધરવાને; પ્રાયશ્ચિત્ત કરવાને કાઉસગ કરું છું. માયા મોહ તજવાને પાપકર્મ ટાળવાને; સ્થિર થઈ આત્મા સાથે કાઉસગ્ન કરું છું . (ર) કાઉસગ કરવામાં દેહભાન હોય નહિ; દેહભાન ભૂલતાં હું ભૂલો ઘણી કરું છું. ભૂલો હવે કશું નહિ ભાવના છે એવી મારી; થયેલ ભૂલો ની માફી દીન ભાવે માગું છું. શ્વાસ ઊંચો, શ્વાસ નીચો, ઉધરસ છીંક અને; કાઉસગમાં બગાસું કદી મને આવે છે. ઓડકાર વાયુછૂટ, ચકરીને ઊલટીથી; ગતિમાન મારા દેહ, આંખ, કફ થાય છે . કોઈ કોઈ વાર વળી અણધાર્યા કારણોથી; કાયા કેરું હલન ચલન બહુ થાય છે. આવા આવા આગારોથી અણધાર્યા કારણોથી, ભાવવાળો કાઉસગ્ગ હાનિ નહિ પામે. રૂડી ભાવના ધારીને ક્ષમા માગી લાચારીથી; ધરવા સમાધિ હું તો ભાવથી બંધાઉં છું. અરિહંત ભગવંત નમો કાર મંત્રી રૂડા; ગણું નહિ ત્યાં સુધી હું ભાવથી બંધાઉં છું. ધ્યાનમાં તો મસ્ત બની એક સ્થાન સ્થિર થઈ; અહિંસા ને મૌન ધારી મોહત્યાગી થાઉં છું. સામાયિક ૧૪ 2010_04 Page #18 -------------------------------------------------------------------------- ________________ લોગ્રસનો પાઠ પાઠ - ૫ લોગસ્સ ઉજજોયગરે ધમ્સ-તિર્થીયરે જિણે, અરિહંતે કિgઈસ ચઉવીસ પિ કેવલી -૧ ઉસભ મજીયં ચ વંદે સંભવમભિનંદખેંચ સુમઈચ પઉમપ્પણું સુપાસ જિર્ણચ ચંદuહં વંદે -૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીયલ- સિર્જસ-વાસુપુજંચ વિમલ મર્ણાંચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામી -૩ કુથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિસિંચ, વંદામી રિકનેમિ, પાસ તહ વધ્ધમાણંચ -૪ એવં મયે અભિથુઆ, વિયરયમણા પહણજરમરણા, ચકવીસપી જિણવરા, તિથ્યયરા મે પસીયંત -૫ કિત્તિય વંદિય-મહિયાં, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા આરુગ્ગ બહિલાભ, સમાહિ વર મુત્તમ દિંત -૬ ચંદે નિમ્મલયર આઈએસ અહિયં પયાસયરા સાગર-વર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંત -૭ સામાયિક ૧ ૫. 2010_04 Page #19 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સનો પાઠ - પદ્યાનુવાદ પાઠ - ૫ દોહરા જ્ઞાનસૂર્યની જયોતથી, ભાવ દીપ્ત કરનાર; ધર્મતીર્થના સ્થાપકો, રાગ દ્વેષ હણનાર. એવા અરિહંત દેવને, તીર્થકર સુખકાર; ગાઉં ગુણ હું પ્રેમથી, લોગસ્સનો આ સાર. ચોવીસ તીર્થંકર થયા, આર્ય દેશની માંય; લઉં છું રૂડાં નામ તે, ભાવ ભરી દિલમાંય. -૧ ઋષભદેવ પ્રભુ અજીત ને, સંભવ, અભિનંદન; સુમતિ, પદ્મ, સુપાર્શ્વ ને, ચંદ્રગુણ અનંત. -૨ સુવિધિ, પુષ્પદંત, પ્રભુ, શીતળનાથ, શ્રેયાંસ; વાસુ, વિમળ, અનંત ને, ધર્મનાથ ને શાંત. -૩ કુંથુ, અર, મલ્લી તથા, મુનિસુવ્રત મહાન; નમિ, નેમિ, પ્રભુ પાર્થને, વર્ધમાન ભગવાન -૪ એ રીતે ચોવીસની, સ્તુતિ કરું હું આજ; કર્મ તણી રજ જેમણે, ટાળી સાયં કાજ. -૫ કીધો છે પુરુષાર્થથી, જરા મરણ સંહાર; એ જ આત્મગુણ પ્રગટજો, મુજ ઉરમાં આ વાર. -૬ વાણીથી ગુણ ગાનને, દેહ થકી વંદન; કરી નમું હું પ્રીતથી, આપી અભિનંદન. -૭ આપ આ સકળ લોકમાં, મુક્તિ પામ્યા શ્રેષ્ઠ; માગું શુદ્ધ સમકિતને, માગું સમાધિ શ્રેષ્ઠ. -૮ ચંદ્ર થકી નિર્મળ અને, રવિથી ઊજળા આપ; જ્ઞાન પ્રકાશ્ય આપનું, હણી તિમિરદળ કાંપ. -૯ સાગર કરતાં શ્રેષ્ઠ છે, ગંભીરતા નિઃશંક, મુક્તિપદ મળજો મને, એ જ માગું હું રંક. -૧૦ સામાયિક ૧૬ 2010_04 Page #20 -------------------------------------------------------------------------- ________________ સામાયિક આદરવાનો પાઠ - પધ્યાન્તર પાઠ - ૬ ગઝલ ન ક્રિયા પાપની કરવા, કરણ બે યોગ ત્રણ સાથે; અખિલ લો કે ઘડી બે હું, હૃદયથી આદરું વ્રતને. કરું કે હું કરાવું નહીં, નિવત્ પાર્પકમથી; તજું હું પાપ વ્યાપારો, હવે હું આદરું વ્રતને. કરેલાં પાપનાં કર્મો, નિવારી નિંદતો હું તો; ગુરુ સાખે ધિકારીને, હવે હું આદરું વ્રતને. વળી વિષયો કષાયો જે, વસ્યા છે હાડ ને હૈયે, તજું છું તેમને સ્વામી ! હવે હું આદરું વ્રતને. દુબ-ખઓ, કમ્મ-ખઓ, સમાહિ-મરણં ચ બોલિ-લાભો આ - સંપન્જઉ મહએએ, તુહ નાહ ! પણામ - કરણેણં || ૪ અર્થ: હે નાથ! તમને પ્રણામ કરવાથી દુઃખોને નાશ થાય, કર્મોનો નાશ થાય, સમ્યકત્વ સાંપડે અને શાંતિ પૂર્વક મૃત્યુ થાય તેવી પરિસ્થિતિ અને ઉત્પન્ન થજો. શબ્દાર્થ દુષ્ક-ખ = દુઃખનો નાશ, કમ્મ-ખઓ = કર્મનો ક્ષય, સમાહિમરણ = સમાધીમરણ બોલિ-લાભો = સમ્યકત્વની પ્રાપ્તિ, સંપન્જઉ = પ્રાપ્ત થાજો, મહ=મને, તુહ તમને, પણામ-કરણેણં = પ્રણામ કરવાથી. સામાયિક ૧૭ 2010_04 Page #21 -------------------------------------------------------------------------- ________________ નમોથુણ પાઠ - ૭ નમોથ્થણે અરિહંતાણં ભગવંતાણં આઇગરાણું તિથ્થયરાણે સયં સંબુદ્ધાણં પુરિસોત્તમાર્ણ પુરિસસિહાણે પુરિવર - પુંડરિયાણ પુરિવર - ગંધહથ્થિણે લો ગુમાણે લોગનાહાણ લોગહિયાણં ચખુદયાણં મમ્મદયાણં સરણદયાણું જીવદયાણ બોહિયાણ ધમ્મદયાણ ધમ્મદેસિયાણું ધમ્મનાયગાણે ધમ્મ સારહિણે ધમ્મવર - ચાફરંત ચક્રવટ્રિણે દીવોવાણ સરણગઈ - પઠાણ અપડિહયવરનાણું. દંસણધરાણે વિયછઉમાણે જિણાણું જાવયાણ, તિન્નાખું તારયાણ, બુદ્ધાણં બોતિયાણ, મુત્તાણું મોયગાણં, સવનુણે સવદરિસિણું, સિવ મયલ મરૂપ મહંત મમ્મય મવાબાહ મપુણરાવિત્તિ, સિદ્ધિ ગઈ નામધેય ઠાણું સંપત્તાણું, નમો જિણાણે જીયભયાણું નોંધ: નમોથુણં ત્રણ વખત બોલવું સામાયિક ૧૮ 2010_04 Page #22 -------------------------------------------------------------------------- ________________ સામાયિક નમોથ્થુણંનો પાઠ - પધ્યાન્તર પાઠ - ૭ (ઓધવજી સંદેશો કહેજો શ્યામને-એ રાહ) વંદન કરું છું વ્હાલા હું અરિહંતને, વંદન કરું છું વ્હાલા સિદ્ધ ભગવંત જો; આપ તણા આત્મિક સુખની તો વાત શી, શાન અને દર્શન દીપે જ અનંત જો . -૧ " -૩ જગત મહીં જે ઉચ્ચ અહિંસા ધર્મ છે, આપે સ્થાપ્યો તેહ ધર્મ નિરધાર જો; ભવસાગરથી તા૨ે તે તો તીર્થ છે. આપ તીર્થના સ્થાપક જગ મોઝાર જો. -૨ તત્ત્વ મહીં તો શાની સ્વયં છો આપશ્રી, આત્મજ્ઞાનમાં સૌથી ઉત્તમ નાથ જો; રાગ દ્વેષના શત્રુઓ હણવા થકી, લોક મહીં છો સિંહ સમાન સમર્થ જો . કોમળતા તો કમળ તણી છે આપમાં, દયાવાનમાં ફોમળતા પંકાય કમળ સમાન અસંગ રહ્યા સંસારથી અહો વિરક્તિ વિરલી તે અંકાય જો . ૪ ગંધહસ્તીની વાસ થકી સૌ હસ્તીઓ, અળગા રહે એ ગંધ તણો પરતાપ જો ; કર્મ-શત્રુઓ આપ થકી અળગા રહે, અડોલતામાં ગંધહસ્તી સમ આપ જો . -૫ લોક મહીં તો સર્વોત્તમ છો આપશ્રી, સત્ય માર્ગના સૂચક તેથી નાથ જો ; દુ:ખ તજવાનો માર્ગ બતાવો તે થકી, હિતકારી છો આપ અમારા તાત જો. -૬ 2010_04 જો ; ૧૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન દીપ તો આપ તણો અજવાળતો, સકળ લો કને એવો દિવ્ય પ્રકાશ જો : અનંત જ્ઞાાન ઉદ્યો ત કરો છો આપશ્રી, અપૂર્વે તેથી જ્ઞાનસૂર્ય છો ખાસ જો. -૭ નિર્ભયતાનો માર્ગ બતાવો તે થકી, અભયદાતા આપ અમારા થાવ જો: સત્ય માર્ગને સમજાવો છો તે થકી, જ્ઞાનચક્ષુના દાતા આપ ગણાવજો . -૮ કર્મમુક્તિનો માર્ગ બતાવો તે થકી, મોક્ષમાર્ગના દાતા આપ ગણાવ જો; અશરણ જીવો બહુ પીડાતા કર્મથી, શરણભૂત એ જીવ સકળના થાવ જો . -૯ વિષય વિલાસો દુઃખ હેતુ આપે કહા, તે જ વિલાસે જીવન મારું જાય જો; નિર્વિકારી જીવનના દાતા તમે, જેહ જીવનથી સાચું સુખ પમાય જો . -૧૦ આત્મગુણો જે દર્શન જ્ઞાન ચારિત્રય છે, રત્નત્રયીના નામ થી ઓળખાય છે ; કારણભૂત છો આત્મગુણો પ્રગટાવવા, રત્નયટીના બોધક તેથી આપ જો . -૧૧ ક્ષમા આદિનો ધર્મ પ્રભુ પ્રકટાવવા, આત્મધર્મને પ્રકટાવો છો આપ જો; જ્ઞાનક્રિયાની જોડી મુક્તિમાર્ગ એ, ધર્મતણા તો ઉપદેશક છો આપ જો. -૧૨ પ્રિય ધર્મના નાયક છો સ્વામી તમે, ધર્મ રૂપી રથના સારથિ ખચિત જો; ચક્રવર્તી છો ચાર ગતિના અંતથી, ભવસાગરમાં બૂડતાઓના દ્વીપ જો. -૧૩ સામાયિક ૨). 2010_04 Page #24 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ડૂબતાઓના તારક ચાર ગતિમાં કેવળદર્શની આ સંસારમાં, પડતાનો આધાર જો; કેવળજ્ઞાની આપ છો, ઘાતી ગુણ કદી જે પામે નહિ સંસાર નાશ કર્યો છે. ચારે થયું એથી છદ્મસ્થપણું સહુ દૂર રાગ દ્વેષને જીતીને સ્વામી આત્મગુણને પ્રકટાવો છો ધી૨ ભવસાગરને તરી ગયા છો આપશ્રી, તરીને તેના તા૨ક છો મહારાજ જો; તત્ત્વજ્ઞાનને સમજયા છો સ્વામી તમે, તત્ત્વજ્ઞાનને જાગૃત કરતા રાજ જો . -૧૬ બાહ્ય અને અંતરથી પ્રભુજી ! મુક્ત છો, મુક્તદશા એ સહુનો મુક્તિમાર્ગ જો; જ્ઞાન સકળને પામ્યાથી સર્વજ્ઞ છો, જીત્યો આપે સિદ્ધ ગતિનો દુર્ગ જો . ૧૭ સિદ્ધ ગતિના સુખ કેરી તો વાત શી ? સત્ય સુખનો તે તો છે ભંડાર જો. ; અચળ નિર્મળ અનંત તેને જાણવી, પીડારહિત અક્ષય સુખ અપાર જો . -૧૮ જો . -૧૪ 2010_04 કર્મનો, જો ; તમે, આવું શાશ્વત સ્થાન મળ્યું છે આપને, તેથી કરીને નિર્ભય બનીઆ આપ જો; મોહ શત્રુ સંહારી નિર્ભય થઈ ગયા, આપ. ચરણમાં વંદન હજો અમાપ જો . જો . -૧૫ અનંત ગુણના સાગર શિસમ શોભતા, રાગ દ્વેષના હણનારા અરહિંત જો; આપ તણી તો મુક્તિ જોતી વાટડી, આપ ચ૨ણમાં વંદન છે ભગવંત જો . -૨૦ -૧૯ ૨૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પાળવાની વિધિનો પાક - પશ્ચાત્તર પાઠ-૮ ગઝલ (૧) સામાયિક યોગનું ઊંચું, અમારું વ્રત નવમું છે; સામાયિક નામ શિક્ષા વ્રત, સમધિ આપ તું મુજને. અતિચારો રૂડા વ્રતના, નિવારું પ્રેમથી સઘળા, અતિચારો સમજીને હું, હવે નહિ આદરું અવળા. અરે મન વાણી કાયાને, ગૂંથી મેં પાપવૃત્તિમાં; કર્યા મેં પાપના બંધો, ન રાખ્યું દિલ સમતામાં. સામાયિક વ્રત લઈને મેં, કીધી નહીં વૃદ્ધિ સમતાની, વિધિ પૂરી નહિ પાળી, કરી છે વ્રતની હાનિ. બધા દોષો થજો નિષ્ફળ, હૃદયથી એ જ માગું છું, કરું છું નાથ, પશ્ચાત્તાપ, રૂડું મુજ વ્રત પાળું છું. (૨) સામાયિક વ્રત લીધું પણ, કરી નહિ વૃદ્ધિ સમતામાં; થયું નહિ વ્રતનું પાલન, વિધિ શુદ્ધિ ન જળવાતાં. ઉતાર્યું પાર તેને નહિ, વળી કીર્તન કરાયું ના; કર્યું નહિ કાંઈ આરાધન, ન રાખ્યું દિલ આજ્ઞામાં. થજો દોષો બધા દૂર, હૃદયથી એ જ માગું છું; કરું છું નાથ પશ્ચાત્તાપ, તમારી સાખ માગું છું. સામાયિક ૨૨. 2010_04 Page #26 -------------------------------------------------------------------------- ________________ કદાપિ દશ મનના ને, વચનના પણ દશે દોષો; થયા હો બાર કાયાના, હૃદયથી માફી માગું છું. વિષયની હો કથા કીધી, અગર જો વાત ભોજનની; યુદ્ધકથા દેશ રાજયોની, હૃદયથી માફી માગું છું. વિધિથી લીધું સામાયિક, અવિધિ વાપરી તેમાં; બધા આ દોષની હું તો, હૃદયથી માફી માગું છું. કદાપિ મુજ મનમાં જો, થયો કંઈ પાપ સંકલ્પ; અતિક્રમ દોષ એવાની, હૃદયથી માફી માગું છું. ગયો જો પાપ સન્મુખે, કદાપિ પાપ કરવાને; વ્યતિક્રમ દોષની તેથી, હૃદયથી માફી માગું છું. કદાપિ પાપ કરવાને, થયો તલ્લીન સ્વામી હું; બન્યો તેથી અતિચારી, હૃદયથી માફી માગું છું. કદાચિત્ પાપ જો કીધું, કરીને વ્રતનું ખંડન; બન્યો તેથી અનાચારી, હૃદયથી માફી માગું છું. વળી જાણે અજાણે મેં, કદી મન વાણી કાયાથી; કર્યા હો અન્ય દોષો જો, હૃદયથી માફી માગું છું. કદાપિ માત્રા મીંડામાં, અગર કાના પદાક્ષરમાં; ભણ્યો ઓછું, વધુ, ઊલટું, હૃદયથી માફી માગું છું. કદાપિ જાગૃતિ છોડી, કશો ઉપયોગ નવ રાખ્યો; જમાવી ના પૂરી સમતા, હૃદયથી માફી માગું છું. બધા આ દોષની માફી, લઉં છું સિદ્ધની સાખે; સ્મરીને પંચ પરમેષ્ઠી, હૃદયથી માફી માગું છું. સામાયિક ૨૩ 2010_04 Page #27 -------------------------------------------------------------------------- ________________ મો. ક્ષમાપના (ખામણા) પાઠ - ૧૩ હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં, તમારા કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં, તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવાન! હું ભૂલ્યો, આથડયો-રઝળ્યો અને અનંત સંસારની વિટમ્બણામાં પડયો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું, અજ્ઞાનથી અંધ થયો છું; મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા સાધુનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પણ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય; તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું; એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! હે સર્વજ્ઞ ભગવાન્ ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. નોંધઃ ત્યારબાદ ફરીવખત નમોથુણં તથા નવકારમંત્ર બોલી સામાયિકપુરી કરવી. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ શ્રીમદ્ રાજચંદ્રકૃત “મોક્ષમાળા'માંથી. સામાયિક ૨૪ 2010_04 Page #28 -------------------------------------------------------------------------- ________________ લેખક પરિચય આ પુસ્તિકાના કાવ્યના વિવેચક શ્રી ચંબકલાલ કે. મહેતા (ઉ.વ.૮૭ વર્ષ) હિમાચલ હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ છે અને પોતાની નિવૃત્તિ બાદ ગુજરાતના જાહેર પ્રશ્નોમાં સક્રિય રસ લે છે. નિવૃત્તિ બાદ તેમની મુખ્ય પ્રવૃત્તિ વાચન-લેખનની રહેલ છે. હાલ તેઓ મુનિશ્રી સંતબાલજીએ પંચાવન વરસ પહેલાં સ્થાપેલ ભા. ન. પ્રા. સંઘના પ્રમુખ છે. તેઓ મુનિશ્રી સંતબાલજીએ શરૂ કરેલ " વિશ્વવાત્સલ્ય ' માસિકના સંપાદક મંડળના સભ્ય છે અને વિશ્વમાં પ્રચલિત ધર્મોના તેમજ ખાસ કરીને જૈનદર્શનના અભ્યાસી છે. આ પુસ્તિકા ઉપરાંત તેમની રચનાઓ નીચે મુજબ છે : 1. પાથ ઓફ અહેતુ (અંગ્રેજીમાં) જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોની વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજૂતી. 2. સંતબાલ - એ સેઈન્ટ વીથ આ ડિફરન્સ (અંગ્રેજી) મુનિશ્રી સંતબાલજીનું જીવન તથા પ્રેરક પ્રસંગો. સંતબાલ, એક અનોખી માટીના સંત - ઉપરના પુસ્તકનો ગુજરાતી અનુવાદ - અનુવાદક શ્રી મગનભાઈ પટેલ. આનંદઘન સ્તવનો (ગુજરાતી) - અવધૂત શ્રી આનંદઘનજીએ બાવીસ તીર્થંકર ઉપર રચેલ સ્તવનોનું વિવેચન, ઉત્તરાધ્યયન - સાર - ભગવાન મહાવીરે આપેલ અંતિમ ઉપદેશની ગાથાઓ અંગેનું વિવેચન. જૈનદર્શનની રૂપરેખા - જૈનદર્શનના દરેક પાયાના સિદ્ધાંતોની સાદી સમજ. 7. વોટ ઈઝ જૈનીઝમ (અંગ્રેજી) - પ્રશ્નોત્તરી રૂપે જૈન સિદ્ધાંતોની અંગ્રેજી ભાષામાં સમજ. 8, બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ (અંગ્રેજી) આ કાનૂનની અંગ્રેજીમાં કાનૂની દૃષ્ટિએ વકીલો તથા કોર્ટોને ઉપયોગી ટીકા. 9. ઇસ્લામનું રહસ્ય સૂફીઝમ (ગુજરાતી) નીચેની રચનાઓ પ્રકાશિત કરવાની યોજના છે. (1) અનેકાન્તવાદની જીવનમાં ઉપયોગિતા. (2) વંદિતુ પ્રતિક્રમણ-સૂત્ર - મુનિશ્રી સંતબાલજીનું પદ્યાંતર - તેની સમજૂતી. (3) સામાયિક સૂત્ર. (4) . ગુજરાતની અસ્મિતા (આદિકાળથી શરૂ કરી મરાઠાકાળ સુધીનો ગુજરાતનો ઇતિહાસ) (5) સોક્રેટિસ પૂર્વેના ગ્રીક ફિલસૂફો. 2010_04