________________
તેના બે રસ્તા બતાવ્યા - એક તો વૈરાગ્યથી અને બીજો અભ્યાસથી મનને કાબૂમાં લઈ શકાય તેમ જણાવ્યું. સામાયિકની વિધિમાં આ બન્ને રસ્તાઓનો નિર્દેશ આવે છે. સામાયિકની શરૂઆતમાં જ નવકાર મંત્ર, તિખુત્તો અને લોગસ્સના પાઠો “વૈરાગ્યની” ભાવના ઉત્પન્ન કરવા માટે છે અને ઈરિયા વહિયાનો પાઠ કષાયોને લઈને થતી હિંસાને દૂર કરવા માટે છે અને રોજિંદા વ્યવહારમાં નિયમિત રીતે સામાયિક કરવાનો જે આદેશ છે તે “અભ્યાસ માટે છે.
આ અભ્યાસની સરળતા માટે ધ્યાન (Meditation)ની વિવિધ પ્રકારની વિધિઓ છે. પરંતુ તે દરેકનો હેતુ મનને ફક્ત આત્મામાં સ્થિર કરીને તેના બીજા સંવેગો અટકાવવાનો જ છે. આ માટે જે સરળ વિધિ છે તે નીચે પ્રમાણે છે:
(૧) પ્રભાતના પહોરમાં જ્યારે સંસારની ઘટમાળ હજી શરૂ થઈ ન હોય અને વાતાવરણ સ્વચ્છ તથા તાજગી ભરેલ હોય ત્યારે કોઈ શાંત સ્થળે એક આસન ઉપર કોઈપણ જાતના માનસિક કે શારીરિક તનાવ વિના કરોડરજ્જુ સીધી રાખી સ્થિર બેસો.
(૨) પછી વિચારો કે માનવજીવનનો અંતિમ હેતુ શું છે? “શાશ્વત શાંતિ અને સમતામાંથી પ્રાપ્ત થતો આનંદ મેળવવાનો જ અંતિમ હેતુ છે તેમ બોધિ પ્રાપ્ત કરનાર તમામ વિચારકોએ કહેલ છે તે સત્ય છે? આ પ્રશ્નનો જવાબ તમારા અંતરાત્મામાંથી હકારનો મળતો હોય તો જ ધ્યાનની પ્રક્રિયામાં આગળ વધવાનું શક્ય છે.
(૩) જવાબ જો હકારમાં આવતો હોય તો બીજો પ્રશ્ન આપણી જાતને કરવાનો રહે છે. તે એ છે કે “શાશ્વત શાંતિ અને સમતા” અશાશ્વત – ક્ષણિક - વસ્તુમાંથી પ્રાપ્ત થઈ શકે કે જે વસ્તુ પોતે જ શાશ્વત છે તેની મારફત થઈ શકે? આ બીજા પ્રશ્નનો જવાબ જરૂર આવશે કે જે વસ્તુ શાશ્વત છે તેમાંથી જ મળી શકે.
(૪) હવે આગળ વધો કે આપણા જીવનમાં શાશ્વત શું છે? શરીર અગર શરીર મારફત પ્રાપ્ત કરેલ વસ્તુ અને સંબંધો શાશ્વત છે કે શરીરમાં રહેલ ચૈતન્ય તત્ત્વ - આત્મા? જવાબ જરૂર મળશે કે આત્મા.
(પ) જો આમ હોય તો સિદ્ધ થાય છે કે શુદ્ધ આત્મતત્ત્વ મારફત જ આપણને શાશ્વત “શાંતિ અને સમતા પ્રાપ્ત થઈ શકે અને આત્મતત્ત્વ ત્યારે શુદ્ધ ગણાય કે
જ્યારે કાયમ માટે નહીં તો થોડીક ક્ષણ માટે પણ આત્માને શરીરના વ્યાપારો મારફત ઉત્પન્ન થતા કષાયોથી દૂર રાખીએ. કષાયોને આ રીતે દૂર રાખવાની આ પ્રક્રિયાને કાયોત્સર્ગ કહેવાય. સામાયિક
૫.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org