________________
લોગસ્સનો પાઠ - પદ્યાનુવાદ
પાઠ - ૫
દોહરા જ્ઞાનસૂર્યની જયોતથી, ભાવ દીપ્ત કરનાર; ધર્મતીર્થના સ્થાપકો, રાગ દ્વેષ હણનાર. એવા અરિહંત દેવને, તીર્થકર સુખકાર; ગાઉં ગુણ હું પ્રેમથી, લોગસ્સનો આ સાર. ચોવીસ તીર્થંકર થયા, આર્ય દેશની માંય; લઉં છું રૂડાં નામ તે, ભાવ ભરી દિલમાંય. -૧ ઋષભદેવ પ્રભુ અજીત ને, સંભવ, અભિનંદન; સુમતિ, પદ્મ, સુપાર્શ્વ ને, ચંદ્રગુણ અનંત. -૨ સુવિધિ, પુષ્પદંત, પ્રભુ, શીતળનાથ, શ્રેયાંસ; વાસુ, વિમળ, અનંત ને, ધર્મનાથ ને શાંત. -૩ કુંથુ, અર, મલ્લી તથા, મુનિસુવ્રત મહાન; નમિ, નેમિ, પ્રભુ પાર્થને, વર્ધમાન ભગવાન -૪ એ રીતે ચોવીસની, સ્તુતિ કરું હું આજ; કર્મ તણી રજ જેમણે, ટાળી સાયં કાજ. -૫ કીધો છે પુરુષાર્થથી, જરા મરણ સંહાર; એ જ આત્મગુણ પ્રગટજો, મુજ ઉરમાં આ વાર. -૬ વાણીથી ગુણ ગાનને, દેહ થકી વંદન; કરી નમું હું પ્રીતથી, આપી અભિનંદન. -૭ આપ આ સકળ લોકમાં, મુક્તિ પામ્યા શ્રેષ્ઠ; માગું શુદ્ધ સમકિતને, માગું સમાધિ શ્રેષ્ઠ. -૮ ચંદ્ર થકી નિર્મળ અને, રવિથી ઊજળા આપ; જ્ઞાન પ્રકાશ્ય આપનું, હણી તિમિરદળ કાંપ. -૯ સાગર કરતાં શ્રેષ્ઠ છે, ગંભીરતા નિઃશંક, મુક્તિપદ મળજો મને, એ જ માગું હું રંક. -૧૦
સામાયિક
૧૬
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org