________________
અર્પણ
જેને, કર્મયોગે, માત્ર સોળ વર્ષની કાચી વયમાં જ વૈધવ્ય પ્રાપ્ત થયું, અને જેણે ત્યારબાદ ૯૩ વર્ષની પાકટ વયે પહોંચ્યા સુધી
અમોને માતૃવત પ્રેમ આપ્યો, જેણે સંસ્કૃતનો પદ્ધતિસરનો અભ્યાસ પિતાશ્રી પાસે કરી ભારતિય સંસ્કૃતિને અનુસરી
સમાજસેવા અને ધર્મ ધ્યાનમાં જ મન પરોવ્યું. જેણે પુ. મુનિશ્રી, નાનચંદજી મહારાજશ્રીને ગુરૂપદે સ્થાપી
જૈન આગમોને અનુસરી જીવન પસાર કર્યું, જેના મધુર કંઠે સામાયિક તથા પ્રતિક્રમણથી વાંકાનેરનો
આ ઉપાશ્રય અવાર-નવાર ગુંજી ઉઠતો, તે અમારા પુ. મોટા બહેન વિદુષી ધવલ ગૌરી (દુધી બહેન) ના પવિત્ર ચરણ કમળમાં આ એક નાનું પુષ્પ અર્પણ કરીએ છીએ.
- આપના અનુજો તથા કુટુંબીઓ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org