________________
સામાયિક પાળવાની વિધિનો પાક - પશ્ચાત્તર
પાઠ-૮ ગઝલ
(૧)
સામાયિક યોગનું ઊંચું, અમારું વ્રત નવમું છે; સામાયિક નામ શિક્ષા વ્રત, સમધિ આપ તું મુજને. અતિચારો રૂડા વ્રતના, નિવારું પ્રેમથી સઘળા, અતિચારો સમજીને હું, હવે નહિ આદરું અવળા. અરે મન વાણી કાયાને, ગૂંથી મેં પાપવૃત્તિમાં; કર્યા મેં પાપના બંધો, ન રાખ્યું દિલ સમતામાં. સામાયિક વ્રત લઈને મેં, કીધી નહીં વૃદ્ધિ સમતાની, વિધિ પૂરી નહિ પાળી, કરી છે વ્રતની હાનિ. બધા દોષો થજો નિષ્ફળ, હૃદયથી એ જ માગું છું, કરું છું નાથ, પશ્ચાત્તાપ, રૂડું મુજ વ્રત પાળું છું.
(૨)
સામાયિક વ્રત લીધું પણ, કરી નહિ વૃદ્ધિ સમતામાં; થયું નહિ વ્રતનું પાલન, વિધિ શુદ્ધિ ન જળવાતાં. ઉતાર્યું પાર તેને નહિ, વળી કીર્તન કરાયું ના; કર્યું નહિ કાંઈ આરાધન, ન રાખ્યું દિલ આજ્ઞામાં. થજો દોષો બધા દૂર, હૃદયથી એ જ માગું છું; કરું છું નાથ પશ્ચાત્તાપ, તમારી સાખ માગું છું.
સામાયિક
૨૨.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org