Book Title: Sahaj Sukh Sadhan
Author(s): Shitalprasad
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 2
________________ -::/ સમતા, રમતા, ઉધતા, જ્ઞાયક્તા સુખભાસ વેદક્તા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. “જે તીર્થકરદેવે સ્વરૂપ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કર્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વ ઘણું શાસેને વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાયે જાય એવું નથી એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવને વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે ગાદિક અનેક સાધનેને બળવાન પરિશ્રમ કરે છતે પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિષે જેને ઉદેશ છે, તે તીર્થંકરનાં ઉદેશવચનને નમસ્કાર કરીએ છીએ.” . શ્રીમદ્ રાજચન્દ્ર

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 685