Book Title: Sadhusanstha ane Tirthsanstha Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ ૪૧૦ ] દર્શન અને ચિંતન. અમારી ધાર્મિક સ્વતંત્રતા સલામત છે! સીધી રીતે કઈ અમલદાર કે કાયદે તમને નથી કહે કે તમે તમારાં જ મંદિરે ઉપર હડા મારે, પણ એ ધાર્મિક સ્વતંત્રતાનાં રાજકીય વચનોની મેહની જ એવી છે કે તમે હંમેશાં એકબીજાનાં મૂર્તિ અને મંદિરે તોડ્યા કરે અને અંદરોઅંદર લડ્યા કરે. ક્યારેક જીતથી હરખાઈ અને ક્યારેક હારથી નાખુશ થઈ હંમેશાં તમે લડવાને તૈયાર રહે એ આજની રાજનીતિ છે. આ રાજનીતિને ન સમજવાથી જ આપણે પ્રીવીકાઉન્સિલ સુધી દેડીએ છીએ અને જાણે કેળવાયેલા ગણાતા સાંપ્રદાયિક વકીલેને એ સિવાય બીજું કામ જ ન હોય અથવા એ સિવાય એકે કાર્યમાં તેમને આસ્તિકતાની છાપ જ ન મળવાની હોય, તેમ તેઓ આ દેશમાં અને વિલાયતમાં તીર્થોની લડાઈમાં પિતાની બધી જ શક્તિ ખર્ચા રહ્યા છે. આપણા દેશમાં સૌથી મોટા સત્યનો ઉપાસક પેદા થયો છે એમ તે વકીલે અને આગેવાન પૈસાદાર માને છે, છતાં તકરારને ચુકાદો એમને મન એમને હાથે કરતાં બીજા કોઈને હાથે વધારે સારે થવાનો સંભવ દેખાય છે. આપણી અપાર મૂર્ખતાએ હજી આજના રાજતંત્રનું સ્વરૂપ સામે આવવા નથી દીધું. પણ છેલ્લાં ત્રીસ વર્ષને તીર્થોની હારજીતનો ઈતિહાસ જે આપણે વાંચીએ અને અત્યારે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે આવા ઝઘડાઓ ચાલે છે, તે કોણ ચલાવે છે, કેમ પોષાય છે અને એના મૂળ વાંધાઓ શા છે એ જ જાણુંએ તે આપણને આપણું મૂર્ખતાના ભાન ઉપરાંત એ મૂર્ખતાનું પોષણ કરનાર, અને છતાં ધાર્મિક સ્વતંત્રતાને પટ્ટો આપનાર, રાજતંત્રની નીતિનું ભાન પણ થાય. પરંતુ આપણામાંના કેઈ આ દૃષ્ટિએ આ વસ્તુ વિચારતા જ નથી. ખરી વાત તે એ છે કે ઝનૂની મુસલમાનોના રાજ્યકાળ દરમ્યાન તેમને હાથે થયેલા નુકસાન કરતાં આ રાજ્યકાળ દરમ્યાન આપણે આપણા હાથે જ તીર્થરક્ષા નિમિત્તે તીર્થને અને તેના ઉદ્દેશને વધારે વંસ કર્યો છે, અને હજુ આ રાજતંત્રને ધાર્મિક સલામતીવાળું માની વધારે અને વધારે એ નાશ કર્યો જ જઈએ છીએ. આ બધા ઉપરથી જે ફલિત થાય છે તે એ છે કે અત્યારે જ આપણું તીર્થો વધારે જોખમમાં છે. આ તે બરબાદીની વાત થઈ, પણ આ તીર્થસંસ્થા ભારત આપણે કેટલું વધારે ઉપયોગી કામ કરી શકીએ તેમ છે એ પણ જાણવું જોઈએ. ભક્તિ અને આર્થિક ઉદારતા ઉપર જ તીર્થસંસ્થા નભે છે. સમાજને વિદ્યા, હુન્નર, ઉદ્યોગ અને બીજાં તેવાં જ્ઞાનની અનિવાર્ય જરૂર છે. કોઈ પણ જમાનામાં જૈન તીર્થે નાલંદાના કે વિક્રમશીલાના વિદ્યાલયની સુગંધ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18