Book Title: Sadhusanstha ane Tirthsanstha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 13
________________ સાધુસજ્યા અને તી સંસ્થા તથા તેના ઉપયોગ [ ૪૧૭ એટલું લાકમાનસ વિશાળ અને, ત્યારે એ વારસાને વિકસાવ્યા સિવાય અથવા એના નવી રીતે ઉપયોગ કર્યા સિવાય રહી શકાય જ નહિ. આજે સાધુસસ્થા આંધેલાં મકાનામાં છે. તેમની પાસે જનાર કુળધી જૈના જ હોય છે, જેમને જન્મથી જ માંસ, દારૂ તરફ તિરસ્કાર હોય છે, જે લેાકા માંસ ખાય છે અને દારૂ છોડી શકતા નથી, તેવા તા સાધુ પાસે આવતા નથી. દેશમાં પશુરક્ષાની આર્થિક દૃષ્ટિએ પણ માંસને ત્યાગ કરાવવાની અને કતલ થયેલ ઢોરનાં ચામડાં કે હાડકાંની ચીજોના વાપરને ત્યાગ કરાવવાની ભારે જરૂર ઊભી થઈ છે. આર્થિક અને નૈતિક અને દૃષ્ટિએ દારૂના ત્યાગની જરૂર તે માંસના ત્યાગની પહેલાં પણ આવીને ઊભી થઈ છે. દેશની મહાસભા જેવી સંસ્થા જેમ ખીન્ન સંપ્રદાયના તેમ જૈન સંપ્રદાયના ધર્મગુરુઓને પણ આહ્વાન કરે છે અને કહે છે કે ‘ તમે તમારું કામ સભાળા. દારૂત્યાગ કરાવવા જેવી બાબતમાં તે અમારે વિચાર કરવાપણુ હાય જ નહિ, એ તો તમારા. જીવનવ્યવસાય હતા અને તમારા પૂર્વજોએ એ વિશે ધણુ કર્યું હતું. તમે સંખ્યામાં ઘણા છે. વખત, લાગવગ અને ભાવના ઉપરાંત તમારું ત્યાગીવન એ કામ માટે પૂરતાં સાધન છે; એટલે તમે બીજું વધારે નહિ તે ફક્ત દારૂનિષેધનું કામ તા સંભાળી લે.’ આ મહાસભાની આજ્ઞા કહો કે, આમંત્રણ કહા) ધેાષણા છે. આ ઘેષણાને ઉત્તર જૈન સાધુસંસ્થા । આપે છે એના ઉપર જ એના તેજને અંતે એના જીવનનો આધાર છે. ધણાં જૈન ભાઈબહેને અને ઘણીવાર સાધુએ પણ એમ કહે છે કે ‘આજનું રાજ્ય જૈન ધર્મની સલામતી માટે રામરાજ્ય છે. ખીજા પરદેશી આવનારાએએ અને મુસલમાનએ જૈન ધર્મને આધાત પહેાંચાડયો છે, પણ આ અંગ્રેજી રાજ્યથી તા જૈન ધર્મને આધાત પહેાંચ્યા નથી; ઊલટું તેને રક્ષણ મળ્યું છે.' લોકાની આ માન્યતા કેટલી ખરી છે એ જરા જોઈ એ. જૈન સાધુઓની ખરી મિલકત, ખરી સંપત્તિ અને ખરે વારસા તે એમના પૂર્વજોએ ભારે જહેમતથી તૈયાર કરેલું દાત્યાગનું વાતાવરણ એ જ હતા, અને એ જ હોઈ શકે. અત્યારે માંસ અને અફીણ જેવી બીજી સાજ્ય વસ્તુઓની બાબત ન લઈ માત્ર દારૂતી જ બાબતમાં જોઈ એ કે એના ત્યાગના હજાર વર્ષોના વારસા ઉપર, આ રાજ્ય આવ્યા પછી શી અસર થઈ છે. જો વિચાર કરતાં અને પુરાવાઓથી જૈન સાધુને એમ લાગે કે તેમના જનતાગત દારૂત્યાગના વારસા આ રાજ્ય આવ્યા પછી નષ્ટ અને નાબૂદ થવા લાગ્યા છે, તો પછી એમણે વિચારવું જોઈ શે કે આપણે જે જૈન ધર્મની સલામતી આ રાજ્યમાં માની રહ્યા છીએ તે સલામતી કયા અર્થમાં છે? મંદિર અને ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18