Book Title: Sadhusanstha ane Tirthsanstha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ૪૧૮ ] દર્શન અને ચિંતન મૂર્તિઓ ઉપર કુહાડાએ ન પડે, ભંડાર ન લૂંટાય, પણ જો હજારો વર્ષથી જનતામાં પેદા કરેલું નૈતિક ધન જ (જેને માટે જ મંદિરે, મૂર્તિઓ અને ભંડાર હતા) નાશ પામે, તે આપણે શી રીતે કહી શકીએ કે આપણે ધમ–આપણે ધાર્મિક વારસો–સલામત છે? કોઈ દુષ્ટ પુરુષ કેઈ બાઈનાં ધરેણાં, કીંમતી કપડાં અને તેનાં કોમળ અંગોને જરા પણ નુકસાન પહેચાડ્યા સિવાય જે તેની પવિત્રતાને નાશ કરે છે તે માણસના હાથમાં તે બાઈ સલામત રહી ગણાય કે જોખમાઈ ગણાય ? બીજી રીતે પણ આ વસ્તુ આપણે સ્પષ્ટ સમજીએ. ધારો કે કોઈ પરાક્રમી અને ધૂર્ત માણસ તમને તમારું ધન લૂંટી લેતી વખતે એટલું પૂછે કે કાં તો તમે તમારા નૈતિક ગુણેમાં બરબાદ થાઓ, એટલે મારી ઈચ્છા પ્રમાણે વર્તી તમે તમારું તિક જીવન ભ્રષ્ટ કરે, અને કાં તે મંદિર, મૂર્તિ અને પ્રજાને મને સોંપી દો અને નૈતિક જીવન તમારી ઈચ્છા પ્રમાણે ગાળે. જે આ બેમાંથી એક જ માગણું પસંદ કરવા જેવી છેક જ લાચાર સ્થિતિ હોય તે તમે બધા જૈન ભાઈઓને પૂછી શકાય કે તમે મંદિર, મૂર્તિ અને ખજાને સોંપી દઈ નૈતિક જીવનની પવિત્રતા હાથમાં રાખો કે એ જીવન એને સોંપી દઈ મંદિર મૂર્તિ અને પ્રજાને બચાવી રાખો ? ખાસ કરીને આ પ્રશ્ન સાધુસંસ્થા સામે હોય તે તે શે ઉત્તર વાળશે ? હું નથી ધારતે કે આજની છેક નિસ્તેજ સ્થિતિમાં પણું એક પણ જૈન સાધુ નૈતિક જીવનની પવિત્રતાને સર્વશ્રેષ્ઠ ન માનતા હોય. આપણા દેશના ઈતિહાસમાં એવા સેંકડો દાખલાઓ છે કે જેમાં બ્રાહ્મણોએ અને બીજાઓએ પોતાના પવિત્ર સંસ્કારે સાચવવા ખાતર બધી જ માલમિલકત, ધર્મસ્થાન અને ખજાનાઓ પણ દુશ્મનોને સેપ્યા છે. એમણે દીર્ધ દૃષ્ટિથી જોયું કે જે શબ્દ સંરકારે કાયમ હશે તે બહારની વિભૂતિઓ કાલે આવીને ઊભી રહેશે અને એ નહિ હોય તે પણ પવિત્ર જીવનની વિભૂતિથી કૃતાર્થ થઈશું. કાલકાચાર્ય કઈ સ્કૂલ માલમિલકત માટે નહોતા લડ્યા, પણ એમની લડાઈ જીવનની પવિત્રતા માટે હતી. આજે જૈન સાધુઓને ભારેમાં ભારે કીમતી સપ્ત વ્યસનના ત્યાગને વારસે જોખમમાં છે; એટલું જ નહિ, પણ નાશના મુખમાં છે, અને ખાસ કરીને રાજતંત્રને લીધે જ એ વારસે જોખમાયેલ છે. એવી સ્થિતિમાં કોઈ પણ જૈન, ખાસ કરી સાધુગણ, આ રાજ્યને ધાર્મિક સલામતીવાળું રાજ્ય કેમ માની શકે ? જે અત્યારના ધીમાન સાધુઓને એમ લાગે કે ધાર્મિક સ્વતંત્રતાના મેહક બંધારણ નીચે ચાલતી એક દિવસના એક લાખ પશુઓની કતલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18