Book Title: Sadhusanstha ane Tirthsanstha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 12
________________ ૪૬ ] દર્શન અને ચિંતન ક્ય છે, અને તેમ કરવાનું ભગીરથ પ્રયત્ન કર્યો છે. જે કેટલાક ત્યાગીઓ ભાત્ર અંતર્દષ્ટિવાળા હતા અને જેમણે પિતાના જીવનમાં આધ્યાત્મિક શાંતિ સાધી હતી એવાઓના શુભ અને શુદ્ધ કૃત્યની નોંધ તે એમની સાથે જ ગઈ, કારણ કે એમને પોતાના જીવનની યાદી બીજાઓને સેંપવાની કશી પડી જ ન હતી; પણ જેઓએ અંતર્દષ્ટિ હોવા છતાં કે ન હોવા છતાં અગર ઓછીવતી હોવા છતાં લેકકાર્યમાં પિતાના પ્રયત્નને ફાળે આપેલ હિતે તેની નોંધ તે આપણી સામે વજીલિપિમાં લખાયેલી છે. એકવાના. માંસભોજ અને મદ્યપાથી જનસમાજમાં જે માંસ અને મઘ તરફની અરુચિ અથવા તેના સેવનમાં અધમ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેનું શ્રેય કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. લોકમાન્ય તિલકે કહેલું કે “ગૂજરાતની જનપ્રકૃતિની અહિંસા એ જૈન ધર્મને આભારી છે, અને આપણે જાણવું જોઈએ કે જૈન ધર્મ એ સાધુસંસ્થાને આભારી છે. સાધુસંસ્થાનું રાતદિવસ એક કામ તે ચાલ્યા જ કરતું કે તેઓ જ્યાં જાય ત્યાં સાત વ્યસનના ત્યાગને શબ્દથી અને જીવનથી પદાર્થપાઠ શીખવે. માંસને તિરસ્કાર, દારૂની ઘણા અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમ જ બ્રહ્મચર્યનું બહુમાન–આટલું વાતાવરણ લેમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાને અસાધારણ ફાળો છે એની કઈ ના પાડી શકે નહિ. જૈન પરંપરાઓ અને બૌદ્ધ પરંપરાએ પેદા કરેલ અહિંસાનું વાતાવરણ મહાત્માજીને પ્રાપ્ત થયું ન હતું તે તેમને અહિંસાને આ પ્રયોગ શરૂ થાત કે નહિ, અને શરૂ થાત તે કેટલી હદ સુધી સફળ નીવડત એ એક વિચારણીય પ્રશ્ન છે. સાત વ્યસન છોડાવવાનું કામ અવિછિન્નપણે સાધુસંસ્થા ચલાળે જતી. એની અસર ઝનૂની અને હિંસાપ્રકૃતિના આગંતુક મુસલમાને પર પણ થયેલી છે, અને તે એટલી હદ સુધી કે ઘણું અહિંસાનાં કાર્યોમાં હિંદુઓ અને જેને સાથે મુસલમાન પણ ઊભા. રહે છે. કેટલાંક મુસલમાની રાજ્ય અત્યારે પણ એવાં છે કે જ્યાં દયાની –-ભૂતદયાની–લાગણી બહુ જ સુંદર છે. એટલે અત્યારની વર્તમાન સાધુસંસ્થાને તેમને પૂર્વજોએ બહુ જ કીમતી ઉપજાઉ ભૂમિ પી છે, અને શક્તિ હોય તે જેમાંથી ભારે પરિણામ નિપજાવી શકાય એવો મહત્તવને અલભ્ય વાર સે છે. પણ આજ સુધી જેમ મળેલ વારસા ઉપર નભતું અને સંતોષ માની લેવાતો તેમ હવે રહ્યું નથી. દેશવ્યાપી આંદોલન અને દેશવ્યાપી ફેરફાર શરૂ થાય, બંધિયાર મકાને બદલે નદીના અને સમુદ્રના તટો જ સભાનું સ્થાન લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18