________________ કરર 1. દર્શન અને ચિંતન ગુરુ અથવા ગુરુ જેવા માને છે અને બીજા પાસે મનાવે છે, તે જે વર્તમાન આંદોલનમાં પિતાનું સ્થાન વિચારી અંદરોઅંદરના ઝઘડાઓ નહિ છોડે, નજીવી બાબતને મહત્ત્વ આપતાં નહિ અટકે અને સ્થળ ચિમાં તેમજ બહારની વસ્તુઓમાં ધર્મ સમાયાની નાશકારક ભ્રમણામાંથી નહિ છૂટે તે બુદ્ધની ભાષામાં સમજવું જોઈએ કે તેઓ ભગવાન મહાવીરના ધમ્મદાયાદ એટલે ધર્મવારસાના ભાગીદાર નથી, પણ “આમિષાયાદી એટલે ધર્મનિમિત્તે મળી શકે એટલા ભગના ભેગવનારાઓ છે. છેવટે દેશની મહેનત-મજૂરી અને ભક્તિ ઉપર છવતા પચાસ લાખ જેટલા બાવા, ફકીરે અને સંતોને પણ જરા કહી દઈએ. મહાસભા લાખ ગમે સ્વયંસેવકે માગે છે. સ્વયંસેવક વધારે સહનશીલ, ત્યાગી અને બિનવ્યસની તેમ જ કુટુંબકબીલાની ફિકર વિનાને હું જોઈએ. આ ગુણો ત્યાગીવર્ગમાં વધારે હોવાની ઉમેદ રહે છે. જનતા એટલે તેમને ભક્તગણુ દુઃખી છે અને દરિદ્ર છે. તે ગુરુ પાસે આ ભીડના વખતમાં મદદ માગે છે. અત્યારે એ ગુરુવર્ગ જે શાંત અને સુખી ગાદીઓ છેડી દે તો જ તેમની ગાદીઓની સલામતી છે. તેમનાં તપ અને ત્યાગ હવે તેમના મઠોમાં કચરાઈ ગયાં છે. નાશ પામ્યાં છે. હવે તો એ તપ, એ ત્યાગ જેલમાં જ અને મહાસભાના નિયંત્રિત રાજ્યમાં જ જીવી શકે. છે, એ વાત આ વિશાળકાય યુગધર્મમાંથી તેમણે શીખી લેવી ઘટે. પિતાના ધર્મનું વામનરૂપ બદલી, તેમણે વ્યાપક રૂપ કરવું જ જોઈએ; નહિ તો, એ. વામનપણું પણ મરણને શરણ છે. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, 1930 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org