Book Title: Sadhusanstha ane Tirthsanstha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 16
________________ ૪૨૦ ] દર્શન અને ચિંતન આધ્યાત્મિક ઉદ્દેશ ન રહે.” આમ કહેનાર આધ્યાત્મિકતા શું છે એ સમજ જ નથી. આધ્યાત્મિકતા એ કાંઈ એક મકાનમાં અથવા એક રૂઢિમાં અથવા એક ચક્કસ બંધનમાં નથી હોતી, નથી રહી શકતી; ઊલટું ઘણીવાર તો તે ત્યાં ગૂંગળાઈ જાય છે. જે આધ્યાત્મિકતા જીવનમાં હોય અથવા સાચે જ લાવવી હેય તે તેને કોઈ પણ સાથે વિરોધ નથી. કુટુંબમાં રહીને, સમાજમાં રહીને અને રાજ્યવ્યવસ્થામાં ભાગ લઈને પણ આધ્યાત્મિકતા સાધી શકાય, પિષી શકાય અને એ બધાંથી છૂટીને પણ ઘણીવાર ન જ સાધી શકાય. મૂળ વાત એ છે કે આધ્યાત્મિકતા એ અંદરની વસ્તુ છે, વિચાર અને ચારિત્રમાંથી તે આવે છે, એને કઈ બાહ્ય વસ્તુ સાથે વિરોધ નથી. અલબત્ત, આધ્યાત્મિક જીવનની કળા જાણવી જોઈએ અને એની કૂચી લાધવી જોઈએ. આપણે ઘણીવાર આધ્યાત્મિકતાને નામે પુરુષાર્થ અને પુરુષાર્થને વાત કરીએ છીએ. સપુરુષાર્થ કરે એટલે આધ્યાત્મિકતા પાસે જ છે, વગર નોતરે ઊભી જ છે. લોકોને દારૂ પીતા છેડાવવામાં, દારૂ વેચનારને તેમ કરતાં છેડાવવામાં (અને તે પણ અહિંસા ને સત્ય દ્વારા) સપુરુષાર્થ નહિ તે બીજું શું છે? -~-એને જવાબ કેઈ આગમધર આપશે? વળી અત્યારે છેલ્લાં ત્રીસ-ચાલીસ વર્ષને સાધુસંસ્થાનો ઈતિહાસ આપણને ને શું કહે છે? તેમની આધ્યાત્મિકતાને પુરાવે તેમાંથી કેટલું મળે છે? છેલ્લાં દશ વર્ષને જ લે. જે પક્ષાપક્ષી, કોટબાજી, ગાળગલેચ અને બીજી સંકુચિતતાએને આધ્યાત્મિકતાનું પરિણામ માનીએ તે તો અનિચ્છાએ પણ કબૂલવું પડશે કે સાધુસંસ્થામાં આધ્યાત્મિકતા છે અથવા વધતી જાય છે. એક બાજુ દેશહિતના કાર્યમાં કશે જ ફાળે નહિ અને બીજી બાજુ આધ્યાત્મિક પ્રવૃત્તિ પણું નહિ, એમ બંને રીતે દેવાળું કાઢીને કોઈ પણ ત્યાગી સંસ્થા માનભેર ટકી શકે નહિ. એટલે આવી હજાર વર્ષની મહત્ત્વની અને શક્તિસંપન્ન સાધુસંસ્થાને પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર, અને લોકોમાં માનભેર રહેવા ખાતર પણ, આજની ચાલુ પ્રવૃત્તિમાં પિતાને વિશેષ ઉપયોગ વિચાર્યું જ છૂટકે છે. કેટલાંક એવાં બીજાં પણ દેશની દષ્ટિએ મહત્વનાં અને સાધુઓ માટે સહેલાં કામ છે કે જેને ત્યાગીગણ અનાયાસે કરી શકે. દા. ત. (૧) વકીલો અને બીજા અમલદારે, જે સરકારી તંત્રના અન્યાયનું પોષણ કરી રહ્યા હોય, તેમને એ બાબતમાં સમજાવી એમાંથી ભાગ લેતા અટકાવવા. (૨) પિલીસો અને સિપાઈઓ, જેઓ આ દેશનું ધન છે, આ દેશના છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18