Book Title: Sadhusanstha ane Tirthsanstha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૪૧૪ ] દાન અને ચિંતન સાધુ એટલે સાધક. સાધક એટલે અમુક ધ્યેયની સિદ્ધિ માટે સાધના કરનાર, તે ધ્યેયને ઉમેઘ્વાર. જૈન સાધુઓનું ધ્યેય મુખ્યપણે તે વનશુદ્ધિ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવુ એટલે તેનાં બંધનો, તેનાં મળા, તેના વિક્ષેપો અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પોતાના જીવન મારફત સમજદારને એવા પદાર્થ પાડે શીખવ્યો છે કે જ્યાં સુધી પાતે પોતાનુ જીવન અંતર્મુખ થઈ તપાસી ન લે, શોધી ન લે, પોતે વિચાર અને વર્તનમાં સ્થિર ન થાય, પોતે પેાતાના ધ્યેય પરત્વે સ્પષ્ટ ભાન ન કરે ત્યાં સુધી તે ખીજાને શી રીતે દોરી શકે? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્ત્વની બાબતમાં જો કાઈની દોરવણી કરવાની હાય તે પહેલાં, એટલે કે ખીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં, પોતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીનો સમય એ જ સાધનાનો સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, સ્નેહીઓ અને ખીજા લેાકાથી અલગપણું, કાઈ પણ સામાજિક કે ખીજી ખટપટમાં માથું ન મારવાપશુ, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકરણીના નિયમા—એ બધુ' યોજાયેલુ હતુ. જેમ કાઈ ખરા વિદ્યાર્થીને પોતાના ઊંડા અભ્યાસની સિદ્ધિ માટે ખાસ સ્થાનની, એકાંતની, કુટુંબ અને સગાંસખધીઓના ત્યાગની અને બીજી કેટલીક સગવડની જરૂર રહે છે, તેમ આધ્યાત્મિક જીવનની સાધનાના વિદ્યાર્થી જૈન સાધુને માટે પણ છે, પરંતુ જેમ આજે ઉંમર થયા પહેલાં અને બાપ કે મા બનવાની જવાબદારી સમજ્યા પહેલાં કરાઓ અને કન્યા ખાપ કે મા ખની જાય છે, તેમ સાધુસંસ્થામાં પણ બનવા લાગ્યું. પેાતાના વનની ઊંડી વિચારણા કર્યા વિના કે પાકી સ્થિરતા આણ્યા વિના જ માટે ભાગે સાવ ઉપદેશકના કામમાં પડી ગયા. એનું પરિણામ • સમાજની દૃષ્ટિએ ગમે તે આવ્યું હોય, પણ એકંદર રીતે એથી સાધુસંસ્થાને તો નુકસાન જ થયું છે, જે સગવડ અને જે નિવૃત્તિનાં વિધાને જીવનની સાધના માટે કરવામાં આવ્યાં હતાં એ સાધના ઊડી જતાં કે ખસી જતાં -અથવા તેા અકાળે ગુરુપદ લેવામાં આવતાં એ સગવડે અને એ નિવૃત્તિનાં સાધના તે જેમ તે તેમ સાધુસસ્થા માટે ઊભાં રહ્યાં; ઊલટુ ઘણીવાર તો એ સગવડા અને એ નિવૃત્તિનાં વિધાનમાં વધારા પણ થયા, અને ખીજી આજીથી મૂળ લક્ષ જે જીવનની સાધના તે કાં તે તદ્દન બાજુએ જ રહી ગયું અથવા તો તદ્દન ગૌણ થઈ ગયું. એ જ સબબ છે કે આપણે જૈન જેવા ત્યાગપ્રધાન સાધુસંધના ઇતિહાસમાં ગૃહસ્થા કે રાજાઓને શોભે તેવાં સાધના, સગવડા અને ભપકાએક સાધુની આસપાસ વીટળાયેલા જોઈ એ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18