Book Title: Sadhusanstha ane Tirthsanstha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ સાધુસંસ્થા અને તીર્થસ્થા તથા તેનો ઉપયોગ [૪૧૩ કથન છે. તેમના નિર્વાણ પછી એ સાધુસંસ્થામાં કેટલે ઉમેરે છે કે કેટલે ધટાડે થશે તેની ચોક્કસ વિગત આપણી પાસે નથી, છતાં એમ લાગે છે કે ભગવાન પછીની અમુક સદીઓ સુધી તે એ સંસ્થામાં ધટાડે નહેતા જ થે, કદાચ વધારે થયો હશે. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન કાંઈ ભગવાન મહાવીરે જ પહેલાં નથી આપ્યું. તેમના પહેલાંય ભિક્ષણીઓ જૈન સાધુસંધમાં હતી અને બીજા પરિવ્રાજક પંથોમાં પણ હતી, છતાં એટલું તો ખરું જ કે ભગવાન મહાવીરે પિતાના સાધુસંધમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપ્યો અને એની વ્યવસ્થા વધારે મજબૂત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંધ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંધમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઈચ્છતા. ન હતા, પણ તેમને છેવટે સાધુસંસ્થામાં એમણે સ્થાન આપવું પડ્યું. આ. તેમના પરિવર્તનમાં જૈન સાધુસંસ્થાની કાંઈક અસર અવશ્ય છે એમ વિચાર કરતાં લાગે છે. સાધસંસ્થા મૂળમાં હતી તે એક, પણ પછી અનેક કારણે તે વહેંચાતી. ગઈ. શરૂઆતમાં દિગંબર અને શ્વેતાંબર એવા બે મુખ્ય ભેદ પડ્યા. પછી, દરેક ભેદની અંદર બીજા અનેક નાનામોટા ફાંટા પડતા જ ચાલ્યા. જેમ જેમ જૈન સમાજ વધતો ગયો, ચોમેર દેશમાં તેને વિસ્તાર તે ગયો અને નવનવી જાતિ તથા લોકે તેમાં દાખલ થતા ગયા તેમ તેમ સાધુસંસ્થા પણું વિસ્તરતી ગઈ અને મેર ફેલાતી ગઈ. એ સંસ્થામાં જેમ અસાધારણ ત્યાગી અને અભ્યાસી થયા છે, તેમ હંમેશાં ઓછાવત્ત શિથિલાચારીને વર્ગ પણ થતું આવ્યું છે. પાસત્યા, કુસીલ, જહાછંદ વગેરેનાં જે અતિ જૂનાં વર્ણને છે તે સાધુસંસ્થામાં શિથિલાચારી વર્ગ હોવાનો પુરાવો છે. કયારેક એક રૂપમાં તે ક્યારેક બીજા રૂપમાં, પણ હંમેશાં આચારવિચારમાં મળે અને એયશન્ય શિથિલ વર્ગ પણ સાધુસંસ્થામાં થતો જ આવ્યા છે. જ્યારે જ્યારે શિથિલતા વધી ત્યારે ત્યારે વળી કોઈ તેજસ્વી આત્માએ પિતાના જીવન દ્વારા એમાં સુધારો પણ કર્યો છે. ચૈત્યવાસીઓ થયા અને તેમનું સ્થાન ગયું પણ ખરું. વળી જતીઓ જેરમાં આવ્યા અને આજે તેઓ નામશેષ જેવા છે. જે એકવારના સુધારકે અને જ્ઞાન, ત્યાગ તેમ જ કર્તવ્ય દ્વારા સાધુસંસ્થાને જીવિત રાખનારા હતા તેમના જ વંશજે બેચાર પેઢીમાં પાછા ખલનાઓ કરનારા થાય અને વળી કઈ એ ખલનાઓ સામે માથું ઊંચકનાર આવી ઊભો રહે. આ બગાડા સુધારાનું ધ્રુવચક્ર જેમ બીજી સંસ્થાઓમાં તેમ સાધુસંસ્થામાં પણ પહેલેથી આજ સુધી ચાલ્યું આવ્યું છે. એને જુદો ઈતિહાસ તારવવો હોય તે તે જૈન સાહિત્યમાંથી પ્રમાણપૂર્વક તારવી શકાય તેમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18