Book Title: Sadhusanstha ane Tirthsanstha Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ ૪૧૨] દર્શન અને ચિંતન પગ બચા, પણ બંનેએ હાથપગ બચાવવા જતાં તીર્થમાંથી આત્મા ઉડાડી દીધે; કારણ કે, હમણાં હમણાંની તીર્થની તાજી લડાઈએ તમને કહે છે કે તે નિમિત્તે મનુષ્યહત્યા સુધ્ધાં કરી ચૂક્યા છે અથવા તે હત્યા થવામાં નિમિત્ત થયા છે. જે આ આત્મા જ ન હોય અને છિન્નભિન્ન અંગવાળું માત્ર ફ્લેવર જ હોય તે હવે એ માટે શું કરવું અને શું ન કરવું એ કહેવાની જુદી જરૂર રહેતી નથી. સાધુસંસ્થા જાણીને જ સાધુસંસ્થાની ચર્ચા પાછળથી કરું છું. આજની સાધુસંસ્થા ભગવાન મહાવીરને તો આભારી છે, પણ એ સંસ્થા તો એથીયે જૂની છે. ભગવતી જેવા આગામોમાં અને બીજા જૂના ગ્રંથોમાં પાર્થાપત્ય એટલે પાર્શ્વનાથ ના શિષ્યની વાત આવે છે. તેમાંના કેટલાક ભગવાન મહાવીર પાસે જતાં ખચકાય છે, કેટલાક તેમને ધર્મવિધી સમજી પજવે છે, કેટલાક ભગવાનને હરાવવા કે તેમની પરીક્ષા કરવા ખાતર તરેહતરેહના પ્રશ્નો કરે છે, પણ છેવટે એ પાશ્વપત્યની પરંપરા ભગવાન મહાવીરની શિષ્ય પરંપરામાં કાં તે સમાઈ જાય છે અને કાં તો તેમને કેટલેક સડેલો ભાગ આપોઆપ ખરી જાય છે. અને એકંદર પાછો ભગવાનને સાધુસંધ ન રૂપે જ ઊભો થાય છે, તે એક સંસ્થાના રૂપમાં ગેઠવાઈ જાય છે. તેના રહેણીકરણીના, અરસપરસના વહેવારના અને કર્તવ્યના નિયમ ઘડાય છે. એ નિયમના પાલન માટે અને એમાં કોઈ ભંગ કરે તે એને શાસન કરવા માટે સુવ્યવસ્થિત રાજતંત્રની પેઠે એ સાધુસંસ્થાના તંત્રમાં પણ નિયમ ઘડાય છે; નાનામોટા અધિકારીઓ નિમાય છે. એ બધાના કામોની મર્યાદા અંકાય છે. સંધસ્થવિર, ગચ્છસ્થવિર, આચાર્ય, ઉપાચાર્ય, પ્રવર્તક, ગણી વગેરેની મર્યાદાઓ, અરસપરસના વ્યવહાર, કામના વિભાગે, એકબીજાની તકરારના ફેંસલાએ, એકબીજા ગુચછની અંદર કે એકબીજા ગુરની પાસે જવા-આવવાના, શીખવાના, આહાર વગેરેના નિયમેનું જે વર્ણન છેદસૂત્રોમાં મળે છે, તે જોઈ સાધુસંસ્થાના બંધારણ પરત્વેના આચાર્યોને ડહાપણ વિશે માને ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એટલું જ નહિ, પણ આજ કોઈ પણ મહતી સંસ્થાને પિતાનું બંધારણ બાંધવા અથવા વિશાળ કરવા માટે એ સાધુસંસ્થાના બંધારણને અભ્યાસ બહુ જ મદદગાર થઈ પડે તેમ મને -સ્પષ્ટ લાગ્યું છે. આ દેશના ચારે ખૂણામાં સાધુસંસ્થા ફેલાઈ ગઈ હતી. ભગવાનના અસ્તિત્વ દરમ્યાન ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીસ હજાર ભિક્ષુણીઓ હેવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18