Book Title: Sadhusanstha ane Tirthsanstha Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપગ [ ૪૦૯ દુખ અને આધાત લેકે અનુભવે છે, અને એ દુઃખ અને આઘાતમાંથી પાછા ફરી લડવા લેકે લલચાય છે, નાણું ભરે છે અને બુદ્ધિ ખર્ચે છે. આ રીતે એકબીજાની વારાફરતી હારજીતનાં ચક્રે સતત ચાલ્યા કરે છે અને એમાં બુદ્ધિ, ધન અને સમય ત્રણે નિરર્થક દળાઈ જાય છે. એ દળણ –આટાને ફાયદો બેમાંથી એકેને ભાગે નથી આવતો. એને પૂરે ફાયદો તે. એ ચક્કી ચલાવનાર આજનું રાજતંત્ર ઉઠાવે છે. શકે અને દણોને પછી મુસલમાનો આવ્યા. તેમણે જૈન મૂર્તિ અને મંદિર ઉપર હથોડા ચલાવ્યા. એમાંથી બચવા આપણે ફરમાને પણ મેળવ્યાં અને ક્યાંઈક ક્યાંઈક પરાક્રમો પણ કર્યા. આજે આપણે માનીએ છીએ કે આપણાં તીર્થો અને મંદિરે સુરક્ષિત છે. સાચે જ ઉપર ઉપરથી જોનારને એમ લાગે પણ ખરું, કારણ કે અત્યારે કોઈ આપણાં મંદિરે કે મૂર્તિ સામે આંગળી ઉઠાવતાં પણ વિચાર કરે છે. તેમ છતાં જરાક ઊંડા ઊતરીને જોઈએ તે આપણને લાગશે કે આપણાં તીર્થો આજે જેવા ભયમાં છે તેવા ભયમાં પહેલાં કદી નહોતાં. કોઈ ગિઝની, કોઈ અલાઉદ્દીન કે કાંઈ ઔરંગઝેબ આવતે તે તે કાંઈ ચારે ખૂણે ફરી નહેતે વળતા અને જ્યાં પહોંચતા ત્યાં પણ કોઈ ત્રણ સાઠ દિવસ કુહાડાઓ નહોતો ચલાવો. વળી જે કુહાડા અને હથોડાઓ ચાલતા તેનું દેખીતું પરિણામ એવું આવતું કે આપણે પાછા એ મૂર્તિ અને મંદિરોને જલદી સમરાવી લેતા અને ફરી એવા આઘાતથી બચવા કુળ અને બળ વાપરતા; જ્યારે આ રાજતંત્ર આવ્યા પછી અને આપણી ધાર્મિક સ્વતંત્રતા સચવાવાનાં વચનોની વારંવાર રાજ્યકર્તાઓ તરફથી ઘોષણા થયા પછી, આપણે એમ માનતા થઈ ગયા છીએ કે હવે તે કોઈ મૂર્તિ કે મંદિર તરફ હાથ ઉગામતું નથી. એક રીતે એ શાંતિ રાજ્યકર્તાઓએ અપ એ બદલ ડે તેમને આભાર માનીએ, પણ બીજી રીતે એમણે રાજ્યતંત્રની ગાઠવણ જ એવી કરી છે કે તમે પિતાની મેળે જ પિતાનાં મૂર્તિ અને મંદિરે પર હથોડાઓ ઠેકે, કુહાડાએ મારે અને માથાં પણ ડો. બહારને કઈ તીર્થભંજક ન આવે એવી વ્યવસ્થા તો સરકાર તમારી ધાર્મિક સ્વતંત્રતા સાચવવા ખાતર કરે જ છે, પણ તમે પિતે જ પિતાના તીર્થભંજક થાએ અને ધરબારથી પણ બરબાદ થાઓ ત્યારે તમારી વચ્ચે પડી તમારી થતી બરબાદી અટકાવવામાં સરકાર ધાર્મિક સ્વતંત્રતામાં દખલગીરી માને છે. એણે એવું તંત્ર ઊભું કર્યું છે કે તમે પોતે જ રાત અને દિવસ એકબીજાનાં મૂર્તિ અને મંદિરે તેયા કરે અને કહ્યા કરે કે આ રાજ્યતંત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18