Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Author(s): Nagin Mansukhbhai Parikh
Publisher: Nagin Mansukhbhai Parikh
View full book text
________________
૩૧
૬ સાધુઓએ અને સાધવીઓએ પરસ્પર એક બીજાની નિન્દા કરવી નહિ, કોઈની સાથે અપશબ્દથી ભાષણ કરવું નહિ. વ્યાખ્યાનમાં, ભાષણમાં અને લેખ લખવામાં તથા ગ્રન્થ લખવામાં સર્વ સાધુઓની સાથે એકેય વધે. કલેશ ભેદ શમે અને સર્વ ગચ્છના માધુ, સાધવીઓ, આચાર્યો સંપીને એક મોટા વતું લમાં જગા મળી ધાર્મિક કાર્યો કરે એવી યુકિત પ્રયુકિતથી પ્રવર્તવું. સાધુઓએ અને સાધવીઓએ કઈ ચેલા અગર ચેલીને ખરાબ સલાહ આપી તેના ગુરૂથી જુદાં પાડવા નહીં. રગચ્છીય આચાર્યની આજ્ઞા વિના અન્ય ગચ્છીય સાધુને અને સાધવીને સાધુઓએ અને સાધવીઓએ પાસે રાખવાં નહિ અન્ય ગચ્છ પક્ષ સંપ્રદાયની સાથે વિરોધ થાય એવો પ્રવૃત્તિઓમાં પડવું નહિ. સાધુઓએ અને સાધવીઓએ અન્ય ગચ્છીય ક્ષેત્રેયર પરસ્પર કલેશ મતભેદ અરૂચિ નિન્દા થાય એવી રીતે પડાપડી કરવી નહિ અન્ય ગચ્છીય ક્ષેત્રોમાં રહેવું પડે તે સ્વગચ્છ સુરિની આજ્ઞા મેળવીને અન્ય ગચ્છીય ક્ષેિત્રના આચાર્યાદિકની અનુમતિ લેઇ ચોમાસું કરવું, પણ અન્ય ગચ્છીય ક્ષેત્રના શ્રાવકની પરસ્પરની ફૂટથી અન્ય ગચ્છીય આચાર્યની સત્તાને નાશ થાળ એવી રીતે ચોમાસું ઉપદેશ વિગેરે પ્રવૃત્તિ સેવવી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org