________________
આલંકારિક ભાષાને કારણે અને સંક્ષેપમાં વિર્ય પ્રતિપાદનને કારણે તે ગ્રન્થ પણ ગહન જ બની ગયા છે. આથી તેના વિવરણ માટે તેના ઉપર પંજિકા અને ટિપ્પણુક લખાયાં છે.
આચાર્ય રનને યાદ્વાદરનાકરના નિર્માણમાં વાદી દેવસૂરિને સહાયતા કરી હતી તે ઉલેખ સ્વયં આચાર્યો કર્યો છે. આથી તેઓ તેમના સમકાલીન જ છે એમાં સંશય નથી.
રત્નાકરાવારિકાની પંજિકાના લેખક આચાર્ય રાજશેખર છે. તેઓ અભયદેવસૂરિ લધારીના સંતાનોય તિલકરિના શિષ્ય હતા. તેમણે સં. ૧૪૦૫ માં પ્રબંધકેલની રચના કરી છે અને સં. ૧૮૧૦માં શાંતિનાથ ચરિતનું સંશોધન કર્યું છે. આથી તેઓની પંજિકાને રચના સંય પણ એ વર્ષોની આગળ પાછળ હોવો જોઈએ. આ. રાજશેખરની આજ્ઞાથી જ ગુણચંદ્રના શિવ જ્ઞાનનું રત્નાકરાવતારિકાનું દિપણ રહ્યું છે. આથી તેઓ પણ રાજશેખરના સમકાલીન યુવા સિદ્ધ થાય છે. '' ઉક્ત મૂળકાર સહિત ચાર લેખકે વિપ તથા અન્યના વિષય વિવે પ્રસ્તુત ગ્રન્થના અંતિમ ભાગમાં વિશેષ વિવેચન કરવા વિચાર રાખે છે આથી અહીં આટલાથી સંતોષ માનીએ છીએ.
આ પુસ્તકના પ્રફ સંશોધનમાં શ્રી પં, અંબાલાલભાઈએ સહાય કરી છે તે બદલ આભાર માનવામાં આવે છે અને વિદ્યામંદિરના પ્રમુખ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ મુનિશ્રી મલયવિજયજીનો અનુવાદ જોયા અને એ બાબતમાં યોગ્ય ભલામણ કરી તેથી આ કાર્યને વિશે વેગ મળે છે. આ પ્રકારે તેઓશ્રી પણ આ પ્રકારનમાં નિમિત્ત બન્યા છે તે બદલ તેમનો આભાર માનવો જરૂરી છે.
લા. દ. વિદ્યામંદિર
અમદાવાદ પ-૧૧-'૧૫
:
દલસુખ માલવણિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org