Book Title: Rajnagarna Jinalayo
Author(s): Jitendra B Shah, Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 7
________________ રાજનગરનાં ઘરદેરાસરો અંગે કુલ ચાર પરિશિષ્ટ પણ ગ્રંથના અંતે મૂકવામાં આવ્યાં છે. સં.૧૯૬૩માં વિદ્યમાન ઘર દેરાસરોની યાદી, સં.૧૯૭૯માં વિદ્યમાન ઘરદેરાસરોની યાદી, સં.૨૦૦૯માં વિદ્યમાન ઘરદેરાસરોની યાદી અને સં.૨૦૫૩માં વિદ્યમાન ઘરદેરાસરોની યાદીએમ કુલ ચાર પરિશિષ્ટોમાં આ યાદીઓ મૂકવામાં આવી છે. ‘રાજનગરનાં ઘર દેરાસરો' અંગે ભવિષ્યમાં વધુ સંશોધન કરવું હોય તો તેમાં આ યાદી ઉપયોગી થઈ શકે તેમ હોવાથી સમાવિષ્ટ કરવામાં આવી છે. ૬ આ ગ્રંથ માટે ઘણા સંદર્ભ ગ્રંથો ઉપયોગી નીવડ્યા છે. પરંતુ, તેમાં ‘અમદાવાદની ચૈત્ય પરિપાટીઓ' પુસ્તક અમને ખૂબ જ ઉપયોગી થઈ પડ્યું છે. તે માટે તે પુસ્તકના સંપાદકો ડૉ. આર. એન. મહેતા તથા ડૉ. કનુભાઈ શેઠનું આ પ્રસંગે વિશેષ સ્મરણ કરીએ છીએ.અભ્યાસ દરમ્યાન જે જે ગ્રંથોની જરૂરિયાત ઊભી થઈ, તે ગ્રંથો મેળવવામાં ક્યારેક ઘણી મુશ્કેલીઓ પડી. તેમ છતાં આચાર્ય શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, આચાર્યશ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જ્ઞાન ભંડાર, સંવેગી ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, ગૂજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી શારદાબેન ચીમનભાઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો ગ્રંથભંડાર, એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ - આ તમામ સંસ્થાઓએ ગ્રંથો સુલભ કરી આપવામાં ઉમળકાભેર સહકાર આપ્યો છે. તે માટે અમે સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. રાજનગરનાં જૈન દેરાસરો'ના પ્રોજેક્ટના ગ્રંથની સ્ક્રીપ્ટ તૈયાર કરવા સુધીનો થયેલો ખર્ચ સંબોધિ સંસ્થાન તરફથી સ્વીકારવામાં આવ્યો અને તે ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટનું કાર્ય શરૂ થઈ શક્યું તે બદલ સંબોધિ સંસ્થાનના ઋણનો સ્વીકાર કરીએ છીએ., શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા આ ગ્રંથનું પ્રકાશન થાય છે તે બાબતનો અમને વિશેષ આનંદ છે. તે બદલ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીગણનો અમે આભાર માનીએ છીએ. શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈએ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી પુસ્તકનું પ્રકાશન થાય ત્યાં સુધીના દરેક તબક્કે ઊંડો રસ દાખવ્યો, ઉપયોગી સૂચનો કર્યા. તેઓશ્રીનું માર્ગદર્શન સતત પ્રાપ્ત થતું ગયું. તેઓશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી આ ગ્રંથલેખનનું કાર્ય અમે પૂર્ણ કરી શક્યા છીએ તે બદલ તેઓશ્રીનો અમે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. તા. ૫-૮-’૯૭ - આ ગ્રંથના કાર્યમાં અનેક વ્યક્તિઓનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ પ્રાપ્ત થયો છે તે સૌનો અમે આભાર માનીએ છીએ. પ્રોજેક્ટની શરૂઆતથી આ ગ્રંથનું પ્રકાશન થાય ત્યાં સુધીના સમય દરમ્યાન મદદનીશ તરીકે કુ. શીતલ એસ. શાહે ખૂબ જ નિષ્ઠાપૂર્વક સેવાઓ બજાવી છે તે બાબતની ખાસ નોંધ લઈએ છીએ. Jain Education International For Personal & Private Use Only જિતેન્દ્ર બી. શાહ ચંદ્રકાન્ત કડિયા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 450