________________
રાજનગરનાં જિનાલયો
૫૯
લાલાભાઈની પોળ
વિમલનાથ (સં. ૧૯૧૨ પહેલાં) માંડવીની પોળમાં આવેલી લાલાભાઈની પોળમાં વિમલનાથ ભગવાનનું દેરાસર ઘરદેરાસરના સ્વરૂપની બાંધણીનું છે. મેડા ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે.
સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આ દેરાસરનો ઉલ્લેખ આવે છે.
“જિન વિમલ રે લાલભાઈની પોલ મેં નાગ ભૂધર રે શાંતિ જિન રંગરોલમેં ચોક માણેક રે મહુત પોલ વિસાલ છે જિન શીતલ રે
ત્રિભુવન નાથ દયાલ છે.” સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાવાળું દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આ દેરાસર ૧૦૦ વર્ષથી પણ વધુ જૂનું હતું તેવો ઉલ્લેખ થયેલો છે. એટલે કે સં૧૮૬૨ની આસપાસ આ દેરાસર બંધાયું હશે. ઉપરાંત, તે સમયે એટલે કે સં. ૧૯૬૨માં દેરાસરની સ્થિતિ સારી હતી તેવો પણ ઉલ્લેખ છે.
સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘરદેરાસરની બાંધણીના પ્રકારનો કરવામાં આવ્યો છે. વહીવટદાર તરીકે શ્રી હિરાચંદ લાલચંદના નામનો ઉલ્લેખ છે.
દેરાસર અગાઉ લાકડાનું હતું. તે જીર્ણ થવાથી તે જ જગ્યાએ તેનો મૂળથી જીર્ણોદ્ધાર કરાવી તેને વિશાળ મંડપવાળું બનાવવામાં આવ્યું છે. નૂતન પરિકર સહિત પ્રાચીન મૂળનાયક શ્રી વિમલનાથ ભગવાન આદિ ૧૫ જિનબિંબોની પ્રતિષ્ઠાનો પ્રસંગ લાલાભાઈની પોળના શ્રી સંઘ તરફથી અાનિકા મહોત્સવ સહિત સં. ૨૦૧૬ના માગશર સુદ-૬ને રવિવારે (તા. ૧૪-૧૨-૧૯૬૯) ઊજવાયો હતો. પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદન સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો.
ત્યારથી દેરાસરની વર્ષગાંઠનો દિવસ માગસર સુદ-૬ને દિવસે આવે છે. તે અગાઉ આ દેરાસરની વર્ષગાંઠ મહા વદ-૮ને દિવસે ઊજવવામાં આવતી હતી. આ અંગેનો ઉલ્લેખ સં. ૧૯૭૯માં મળે છે.
શ્રી વિમલનાથ ભગવાનની મૂર્તિ આશરે ૪૦૦ વર્ષ જૂની છે. અગાઉ પ્રતિમાની નીચે લેખ હતો. પરંતુ હવે તે સચવાયેલો નથી.
આ ઉપરાંત, દેરાસરના ઉપરના માળે બિરાજમાન શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં રંગમંડપમાં પ્રવેશતાં જ જમણી બાજુ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબની ધાતુની તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org