________________
રાજનગરનાં જિનાલયો
૧૧૩
“ઢીંકૂઆ ઉલિએ ફતા મહિલા પોલિએ વીરનઈ દેહરઈ નેઉ પંચ બિંબ નમુ એ. શ્રેયાંસ જિનવર પડિમા એ સતરી વાંદીઈ સફલ તેહસમુએ સમયધિન સમયધિન તાસ જાણું પદ્મપ્રભુ જેણઈ નિરખીયા શત, ઊપરિ દોઈ પ્રતિમા વાંદીનઈ મનિ હરખિયા.” આજે પતાસાની પોળમાં ચાર દેરાસરો વિદ્યમાન છે. ૧. મહાવીર સ્વામી (રોડ ઉપર) સં. ૧૬૬૨ પહેલાં ૨. શ્રેયાંસનાથ
સં. ૧૬૬૨ પહેલાં ૩. સુમતિનાથ
સં. ૧૬૬૨ પહેલાં ૪. વાસુપૂજ્ય
સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૮૨૧માં પતાસાની પોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
“એક નગીના પોળમાં દેવસીવાડે ચઉધાર
ફતાસાની પોળમાં દેહરાં ત્રિણ ઉદાર છે” સં. ૧૯૧૨માં પતાસાની પોળમાં ચાર દેરાસરોનો ઉલ્લેખ થયો છે. શ્રેયાંસનાથ-મહાવીર સ્વામી-વાસુપૂજ્ય-સુમતિનાથ
“ભેટી સુમતિ રે મૂકો મનનો આવલો આજે દેહરારે પોલ ફતાશાની સાંભળો સાંભળો ભાવ સુજાણ ચેતન વાસુપૂજ્ય વિરાજતા શ્રેયાંસ જિનવર જગત ઈશ્વર સજલ જલધર ગાજતા વીર મોટા ધીર મહીમેં ચૈત્ય ચોથા મન ધરો સુમતિ રમણી સ્વાદ લેવા ભાવિક સેવા નિત કરો !”
વાસુપૂજ્ય દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં મળે છે અને તેના મૂળનાયક ભગવાન પર સં. ૧૮૫૪નો લેખ છે. એટલે કે તે સિવાયનાં ત્રણ દેરાસરો સં. ૧૬૬૨માં અસ્તિત્વ ધરાવતા હોવાનો સંભવ છે.
શ્રેયાંસનાથ
(સં. ૧૬૬૨ પહેલાં) આ દેરાસર સં. ૧૬૬૨ પહેલાના સમયનું છે. તે દેરાસરનો જીર્ણોદ્ધાર એકથી વધુ વખત થયેલો જણાય છે. શેઠાણી હરકુંવરબાઈએ સં. ૧૯૧૦-૨૦ની આસપાસ આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમાં તેમણે તે સમયે લગભગ પોણા બે લાખ રૂપિયા ખર્ચા હતા. આ દેરાસરના રંગમંડપના ઘુમ્મટમાં તૈલ રંગોથી જૈન ઇતિહાસના પ્રસંગોનું ચિત્રાંકન ખૂબ જ દર્શનીય છે..
રા-૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org