________________
૨૦૮
રાજનગરનાં જિનાલયો
હતી. છોકરીઓની નિશાળ કરવી એ કામ એ જમાનામાં ભારે હિંમતનું અને સુધારાનું ગણાતું. શેઠ મગનભાઈએ એ કાર્ય એમની માત્ર ૨૭ વર્ષની ઉંમરે કર્યું હતું.
શેઠ મગનભાઈના સમાજ કલ્યાણનાં અને ધર્મનાં કામોને ખ્યાલમાં રાખીને સરકારે તેમને ૧૯૦૭ના આસો સુદ પાંચમને દિવસે દરબાર ભરી જજ હેરિસનને હાથે “રાવબહાદુર'નો ઇલકાબ આપ્યો હતો. શેઠ મગનભાઈએ પાછળથી શેઠ રણછોડલાલ છોટાલાલની સાથે મળીને મિલ-ઉદ્યોગ અને વેપારને લગતાં બીજાં કાર્યોમાં સારો ભાગ લીધો હતો. હાલની કેલિકો મિલ તેમણે શરૂ કરેલી.
અમદાવાદમાં જૈનોને રહેવાની સુવિધા પૂરી પાડવા માટે તેમણે એ જમાનામાં એક ધર્મશાળા બંધાવી હતી. ઘણાં વર્ષો એ ધર્મશાળા ચાલી. સ્ટેશનથી સારંગપુર તરફ જવાના રસ્તા ઉપર ગુસશેડની સામે એ ધર્મશાળા આવેલી હતી. ત્યારબાદ, તે જગ્યા અને મકાન નાના-મોટા વેપારીઓની વખાર થઈ પડી. અને એ સમગ્ર મિલકત “મગનભાઈ કરમચંદ ધર્મશાળા ફંડ ટ્રસ્ટના નામે નોંધાયેલી છે. ટ્રસ્ટની માલિકીની એ જગ્યા આજે અમદાવાદ રેલવે સ્ટેશન સામે છે. આશરે ૧૪૮૦ સમચોરસવાર તે જગ્યા છે. અને તેમાં ઘણા ભાડવાતો કબજો ભોગવે છે. તા. ૨૬-૧૧-૧૯૯૬ના અમદાવાદના “ગુજરાત સમાચાર' નામના લોકપ્રિય દૈનિકમાં મહેરબાન ચેરિટી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય તરફથી એક જાહેરાત પ્રસિદ્ધ થઈ છે. તેમાં “મગનભાઈ કરમચંદ ધર્મશાળા ફંડ ટ્રસ્ટ” તરફથી તે જગ્યા રૂા. ૧,૬૧,૦૦,૦૦૦ (અંકે રૂ. એક કરોડ એકસઠ લાખ પૂરા)માં વેચવાની પરવાનગી આપવામાં આવી છે.
ઘી કાંટા પાસે શેઠ મગનભાઈ કરમચંદે ઈ. સ. ૧૮૦૦ના અરસામાં (સં. ૧૮૫૬-૫૭) એક વાડી બંધાવી હતી. વાડીની વિશાળ જગ્યા હતી. વાડીમાં કોઈ કાર્યક્રમ માટે દશ હજાર માણસોનો સમાવેશ થઈ શકતો હતો. જૈનોનાં જ્ઞાતિભોજન તથા અન્ય ધાર્મિક પ્રસંગો તે વાડીમાં ઊજવાતાં હતાં. જૈનોનાં ધાર્મિક ઉત્સવો-પર્વો તથા સંમેલનો વગેરે માટે શેઠ મગનભાઈ કરમચંદની આ વાડી તે સમયે એક સાંસ્કૃતિક કેન્દ્ર બની ગઈ હતી.
દોશીવાડાની પોળમાં અષ્ટાપદજીનું મંદિર શેઠ મગનભાઈ કરમચંદે ઈ. સ. ૧૮૫૬માં એટલે કે સં૧૯૧૨માં આશરે રૂ. ૬૫,૦૦૦/૦૦ = ખર્ચીને બંધાવ્યું હતું. ૨૫
મગનભાઈ વખતચંદ
(સં. ૧૮૮૬ થી સં૧૯૨૪) શેઠ મગનભાઈ વખતચંદનો જન્મ અમદાવાદમાં ઈ. સ. ૧૮૩૦માં (સં. ૧૮૮૬માં) થયો હતો. તેઓ વીશા શ્રીમાળી જૈન જ્ઞાતિના હતા. જ્ઞાતિના શેઠનું તે ખાનદાન કુટુંબ હતું. તેમના પિતાનું નામ શ્રી વખતચંદ ઉર્ફ ઘેલાભાઈ અને પિતામહનું નામ શ્રી પાનાચંદ હતું. માંડવીની પોળની નાગજી ભૂધરની પોળમાં દેરાસર પાસેની હવેલી તેમનું નિવાસસ્થાન હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org