________________
રાજનગરનાં જિનાલયો
લાલભાઈ દલપતભાઈને આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. તેમના વખતમાં પાલીતાણામાં શત્રુંજય પર બૂટ ન પહેરવાં, તથા ધર્મશાળા વગેરેની ખટપટો થઈ. તેમાં લાલભાઈ શેઠે ઉત્તમ સેવા બજાવી હતી. રાણકપુર અને જૂનાગઢનાં તીર્થોની પેઢીનો વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢીએ હસ્તક લીધો.
૨૧૨
તેઓ ઈ. સ. ૧૯૦૩થી ઈ સ ૧૯૦૮ સુધી શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના જનરલ સેક્રેટરી રહ્યા હતા. અને તે પદ તેમણે ખૂબ જ મહેનત અને જહેમત ઉઠાવી સંતોષકારક રીતે શોભાવ્યું હતું.
ઈ. સ. ૧૯૦૮માં સમેતશિખર ડુંગર ઉપર બંગલા થવાની તૈયારી હતી તે માટે બંગાળના લેફ્ટનન્ટ ગવર્નર પાસે ડેપ્યુટેશનમાં તેઓ ગયા. તે વેળા પોતાના માતુશ્રી ગંગાબાઈની રજા લઈને ગયા હતા. ત્યાં હાથને અકસ્માત થયો હતો છતાં પણ તીર્થની રક્ષાને પ્રાધાન્ય પદ આપ્યું હતું.
તેઓમાં ધર્મ પરત્વેની પૂર્ણ શ્રદ્ધા હતી. સામાયિક કરવાનું કદી પણ ચૂકતા નહીં. ધર્મનાં પુસ્તકો વાંચતા. માતુશ્રી ગંગાબાઈને પૂજ્ય તીર્થસ્વરૂપ માનતા અને પૂજતા હતા. પિતાના પુણ્યાર્થે અમદાવાદ-રતનપોળમાં ધર્મશાળા અને માતુશ્રીના નામે ઝવેરીવાડામાં જૈન કન્યાશાળા સ્થાપી હતી. તેઓ કર્મનિષ્ઠ હતાં. રાત્રે અગિયાર વાગ્યા સુધી કામ કરતા હતા. રાત્રે માતુશ્રીને પગે લાગી સૂઈ જતા. ધન્ય છે આવા શ્રીમંત શ્રેષ્ઠીઓને !૨૭
કસ્તુરભાઈ લાલભાઈ (સં. ૧૯૫૦ થી સં ૨૦૩૬)
શ્રી કસ્તુરભાઈનો જન્મ ઈ. સ. ૧૮૯૪ની ૧૯મી ડિસેમ્બરે (સં. ૧૯૫૦માં) થયો હતો. અને તેઓ ૮૬ વર્ષની ઉંમરે એટલે કે ઈ સ૰ ૧૯૮૦ની ૨૦મી જાન્યુઆરી(સં. ૨૦૩૬)એ
અવસાન પામ્યા હતા.
કસ્તુરભાઈએ તેમના પિતાની જેમ જૈન સમાજના અગ્રણી તરીકે અનેક અટપટા પ્રશ્નોના ઉકેલ માટે સમાજને દોરવણી આપી હતી. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની પ્રતિનિધિ સંસ્થા તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી. તેનું મુખ્ય કાર્ય જૈન તીર્થોનાં મંદિરોની સાચવણી તથા તેના અધિકારોનું રક્ષણ કરવાનું છે. ૧૯૨૬માં (સં. ૧૯૮૨) આ પેઢીના પ્રમુખ નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈએ રાજીનામું આપતાં શ્રી સંઘે કસ્તૂરભાઈ લાલભાઈની તે પદ પર વરણી કરી. પેઢીના પ્રમુખ નગરશેઠ કુટુંબમાંથી જ થાય તેવું તેનું બંધારણ હતું.
ટ્રસ્ટના વહીવટમાં કસ્તુરભાઈએ અનેક સુધારા દાખલ કર્યા હતા. પેઢીનો હિસાબ વહીવટીસમિતિના સભ્યોમાંથી કોઈક પોતાની ફુરસદે તપાસતું. આને લીધે હિસાબોનું કામ ઢીલમાં પડતું. કસ્તુરભાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે દર વર્ષે હિસાબ તપાસાવવાની પ્રથા દાખલ કરી. અંદાજપત્ર તૈયાર કરીને તે પ્રમાણે ખર્ચ કરવાની પદ્ધતિ નહોતી તે તેમણે શરૂ કરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org