________________
રાજનગરનાં જિનાલયો
ભઠ્ઠીની પોળનો ઉપાશ્રય
સં. ૧૮૬૫માં શ્રાવક તાલભાઈ કીકુ, ભવાનચંદ ગમાનચંદ, હરખચંદ કરમચંદ તથા ગુલાબચંદ જેચંદે અમદાવાદમાં ભઠ્ઠીની પોળમાં એક ઉપાશ્રય બંધાવ્યો. ત્યારપછી વીરવિજયજી જ્યારે જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે એ ઉપાશ્રયમાં નિવાસ કરતા હતા અને આજે પણ એ ઉપાશ્રય શ્રી વીરવિજયજીના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ છે.
૧૭૩
વીરવિજયજી સં. ૧૯૦૮ના ભા૰ વ ૩ને દિવસે અમદાવાદ શહેરમાં કાળધર્મ પામ્યા. ભાવ ૩ના દિવસે અમદાવાદ શહેરમાં પાખી પાળવાનો રિવાજ ત્યારબાદ ઘણાં વર્ષો સુધી ચાલ્યો. એટલે કે તે દિવસે સર્વ વ્યાપાર-ધંધા તેમની યાદગીરીમાં બંધ રાખવામાં આવતા હતા. આ રિવાજ હમણાં કેટલાંક વર્ષોથી બંધ થઈ ગયો છે. આ ઉપાશ્રયમાં પં વીરવિજયજીની પાદુકાની સ્થાપના સં. ૧૯૦૯ના મહા સુદ ૯ને દિવસે થઈ હતી.
સાગરગચ્છનો ઉપાશ્રય
શાંતિદાસ ઝવેરીના સમયમાં રાજસાગરસૂરિએ નવા સાગરગચ્છની સ્થાપના કરી હતી. આ સાગરગચ્છની સ્થાપના થયા પછી તેનો વિકાસ થાય તે માટે તેમણે (શાંતિદાસ ઝવેરીએ) શ્રાવકોને આ ગચ્છમાં આકર્ષવા માટે સોનાના વેઢ, વીંટીઓ, પાઘડીઓ વગેરેની છૂટથી પ્રભાવના કરી હતી. તેને પરિણામે મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા. તદુપરાંત અમદાવાદ, ખંભાત, પાટણ, સુરત, વડોદરા, ડભોઈ, આણંદ, ભાવનગર, મહેસાણા, રાંદેર વગેરે અનેક સ્થળોએ સાગરગચ્છના ઉપાશ્રયો પણ બંધાવ્યા હતા.
અમદાવાદમાં આ સાગરગચ્છનો ઉપાશ્રય ઝવેરીવાડ વાઘણપોળમાં હતો. જે ઉપાશ્રયના મકાનમાં શાંતિદાસ ઝવેરી અને રાજસાગરનું એક તૈલચિત્ર પણ પ્રાપ્ત થયું છે. એ તૈલચિત્રનો ફોટો ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ' પુસ્તકમાં સૌ પ્રથમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, એ ફોટો અન્ય બે ત્રણ ગ્રંથોમાં પણ પ્રસિદ્ધ થયો છે. જે જગ્યાએ આ સાગરગચ્છનો ઉપાશ્રય હતો ત્યાં આજે નવેસ૨થી મકાન બાંધવામાં આવ્યું છે અને તે મકાનમાં આંબેલશાળા ચાલે છે.
સં. ૧૯૦૪ની આસપાસ શ્રી મયાસાગરજી મહારાજ અમદાવાદમાં આવ્યા. ત્યારે પણ આ સાગરગચ્છના ઉપાશ્રયમાં ઊતર્યા હતા. તેવો એક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
આંબલીની પોળનો ઉપાશ્રય
શ્રી મયાસાગરજીએ અમદાવાદમાં સં. ૧૯૦૭ની સાલમાં સ્વર્ગગમન કર્યું. તેઓએ પોતાના પટ્ટધર શ્રી નેમિસાગરજી મહારાજને સ્થાપન કર્યા. સુરજમલ શેઠ, રુક્મિણી શેઠાણી, દલપતભાઈ ભગુભાઈ વગેરે તેમની પ્રત્યે શ્રદ્ધાવાળા ભક્ત જૈનો અમદાવાદમાં હતા.
શ્રી નેમિસાગર મહારાજ શેઠ સુરજમલના ડહેલામાં ઊતરતા હતા. તે જગ્યાને શેઠે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org