________________
૯૦
રાજનગરનાં જિનાલયો સં. ૧૮૨૧ની ચૈત્યપરિપાટીમાં નિશાપોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે, જે પૈકી શાંતિનાથ ભગવાનના આ દેરાસરનો પણ સમાવેશ થાય છે.
“નિસાલ પોળે ત્રિણ વલી શેખ પાડે ચ્યાર
ઢીગલા પોલે શાંત્યજી દેહરું એક ઉદાર” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે.
બે શાંતિનાથ જિણંદ જગવલ્લભ જગતનો સ્વામિ નિસા પોલિમેં અંતર જામિ.” સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં નિશા પોળનો ઉલ્લેખ રતનપોળમાં શ્રી પાડાની પોળ'માં સમાવિષ્ટ થયેલો છે. તે સમયે આ વિસ્તારમાં શાંતિનાથજીનાં બે દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભાં-૧-૨૩-૪માં શાંતિનાથ ભગવાનના આ દેરાસરની વર્ષગાંઠ શ્રાવણ વદ-૯ દર્શાવવામાં આવેલી છે. સ્થાનિક માહિતી પ્રમાણે આજે પણ આ દેરાસરની વર્ષગાંઠ શ્રાવણ વદ-૯ દર્શાવવામાં આવે છે.
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ તરીકે થયેલો છે. બંધાવનાર તરીકે શ્રી સંઘનો નિર્દેશ થયેલો છે. અને આ દેરાસર પ્રાચીન હોવાનો ઉલ્લેખ થયેલો છે. વહીવટદાર તરીકે તે સમયે શેઠ મોહનલાલ છોટાલાલના નામનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અને તે સમયે એક ગુરુમૂર્તિ હોવાનો પણ ઉલ્લેખ થયેલો છે.
આ દેરાસરમાં ભોંયરું છે. પરંતુ તેમાં કોઈ પ્રતિમાજી વિદ્યમાન નથી. આ દેરાસરનો જીર્ણોદ્ધાર સં. ૨૦૫૧ દરમ્યાન થયેલો છે. જીર્ણોદ્ધાર કરાવનાર તરીકે શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી-અમદાવાદ જીર્ણોદ્ધાર કમિટી તથા શંખેશ્વર ભોંયણી ટ્રસ્ટ તથા શ્રી નિશાપોળપંચના નામનો ઉલ્લેખ સ્થાનિક માહિતીમાં દર્શાવવામાં આવ્યો છે. જીર્ણોદ્ધારનો ખર્ચ રૂ. ૬ લાખથી પણ વધુ કરવામાં આવ્યો છે.
ટૂંકમાં, આ દેરાસર સં૧૬૬૨ પહેલાનું હોવાનો વિશેષ સંભવ છે.
શાંતિનાથ ભગવાન
(સં. ૧૯૧૨ પહેલાં)
(નિશા પોળ પાસે, રિલીફ રોડ ઉપર) શાંતિનાથજીનું આ દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસર અગાઉ લાકડાની સુંદર કોતરણીવાળું દેરાસર હતું. આજે પણ નેમનાથ ભગવાનના વરઘોડાની કાષ્ટની સુંદર કોતરણી આ દેરાસરમાં જોવા મળે છે. એ કોતરણીકામ પરથી દેરાસરની અસલ કાષ્ટકોતરણી કેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org