________________
રાજનગરનાં જિનાલયો
આગેવાની હેઠળ જનરલ ગોડાર્ડને મળવા માટે ગયું. વાટાઘાટો અને ચર્ચા-વિચારણાને અંતે જનરલ ગોડાર્ડે પોતાના નામે તા. ૧૧મી ફેબ્રુઆરી ઈ. સ. ૧૭૮૦ (સં. ૧૮૩૬ આસપાસ)ના રોજ પર્શીયન ભાષામાં જાહેરનામું (Manifesto) બહાર પાડ્યું, એ જાહેરનામામાં નગરશેઠ નથુશાનું નામ મોખરે હતું૧પ. ત્યારબાદ એક વર્ષ પછી જ એટલે કે ઈ.સ. ૧૭૮૧ના માર્ચમાં જેમ્સ ફોર્બ્સ સાહેબ અમદાવાદમાં આવ્યા. તે સમયે અમદાવાદની જે સ્થિતિ હતી તેનું વર્ણન કરતાં તેઓ લખે છે કે :
८
‘‘વટવાથી અમદાવાદ આવતાં જ્યાં હારબંધ દુકાનો અને બજા૨ો હતાં ત્યાં તૂટી પડતાં મહેલો અને ખંડેરો દેખાતાં હતાં. શૂન્ય સ્મશાન જેવી ભયંકર શાંતિ વ્યાપી રહી હતી. મોટી રાજધાનીના શહેરની નજીક આવીએ છીએ એમ લાગતું નહીં. એક માણસ પણ નજરે ચઢતું નહીં. છેક શહેરના કોટ સુધી ખંડેરો હતાં. એમાં ચોરો, ઘુવડો, શિયાળો અને વાંદરા વસતા હતાં. એમના ત્રાસે (મરાઠી રાજ્ય સત્તાના) આ સુંદર આબાદ જિલ્લાને રણ જેવો બનાવી મૂક્યો છે. અને હજારો ઉદ્યોગી માણસો દ૨ વર્ષે શહેર છોડી કોઈ દયાળુ સત્તાવાળા રાજ્યની છાયામાં જતા રહે છે’૧૬.
પેશ્વાનો સઘળો મુલક અંગ્રેજોના હાથમાં આવ્યા બાદ ઈ. સ. ૧૮૧૭માં ગાયકવાડની સાથે કોલ-કરાર કરીને અંગ્રેજોએ અમદાવાદની સ્વતંત્ર હકૂમત પોતાને હાથે લીધી. આમ, સં. ૧૮૭૩થી સં. ૨૦૦૩ (ઈ. સ. ૧૮૧૭ થી ઈ. સ. ૧૯૪૭) આશરે ૧૩૦ વર્ષ અંગ્રેજ રાજ્યનો અમલ રહ્યો. આ ૧૩૦ વર્ષના રાજ્ય અમલ દરમ્યાન રાજનગરમાં જૈન અગ્રણી શ્રેષ્ઠીઓએ ખૂબ જ કુનેહપૂર્વક અને દીર્ઘદ્રષ્ટિપૂર્વક, બહુધા અંગ્રેજ સરકારનો સહયોગ પ્રાપ્ત કરીને, જૈન શાસન તેમજ સમાજકલ્યાણનાં ક્ષેત્રો ઉપરાંત, શૈક્ષણિક ક્ષેત્રે તેમજ સાહિત્ય ક્ષેત્રે એમ અનેકવિધ ક્ષેત્રોની પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું. અંગ્રેજ શાસન શરૂઆતનાં વર્ષોમાં નગરશેઠ વખતચંદ, નગરશેઠ નથુશા, નગરશેઠ હેમાભાઈ, નગરશેઠ પ્રેમાભાઈ, શેઠ ઉમાભાઈ રૂપચંદ, શેઠાણી હરકુંવર, શેઠ હઠીસિંહ કેસરીસિંહ, રુક્મિણી શેઠાણી, શ્રી મગનભાઈ કરમચંદ, મગનભાઈ વખતચંદ અને ત્યારબાદ શેઠ દલપતભાઈ ભગુભાઈ, ગંગા શેઠાણી, શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ, શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ, શેઠ જમનાભાઈ ભગુભાઈ, શેઠ ચીમનભાઈ નગીનદાસ, શેઠ લલ્લુભાઈ રાયચંદ ઝવેરી, શેઠ ભોળાભાઈ જેસીંગભાઈ ઝવેરી, શ્રી જેસીંગભાઈ હઠીસિંહ, શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ વગેરે જૈન શ્રેષ્ઠીઓએ રાજનગરના જૈનશાસનની ભવ્ય પરંપરાને જાળવી રાખી, એટલું જ નહીં એ પરંપરાને વધુ ને વધુ યશોજ્જ્વલ બનાવી. શ્રેષ્ઠીઓના આ નામોની યાદી ઘણી લાંબી થાય તેવી છે જે પૈકી મુખ્ય નામો અહીં સમાવ્યાં છે.
અંગ્રેજ શાસનના રાજ્ય અમલ દરમ્યાન નગરશેઠ વખતચંદે ઝવેરીવાડમાં જિનમંદિરો બંધાવ્યાં. નગરશેઠ શાંતિનાથ શેઠના સ્મરણાર્થે આદીશ્વર પ્રભુને મંદિરમાં બેસાડ્યા. નગરશેઠ નથુશાએ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર કરાવ્યું. નગરશેઠ વખતચંદે ઝવેરીવાડમાં અજિતનાથ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org