________________
૨૬
રાજનગરનાં જિનાલયો નહીં. અને આમ, તે સમયમાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ આ ભવ્ય જિનાલયનો નાશ થઈ ગયો.
- શેઠ શાંતિદાસ ઝવેરીએ આ દેરાસર ભવ્ય અને નમૂનેદાર બનાવવામાં કોઈ કચાશ રાખી નહોતી. શરૂઆતથી જ ઉત્તમ સાધનસામગ્રી, કારીગરો વગેરે મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. જયપુરથી ઊંચી કિંમત આપીને મકરાનનો આરસપહાણ ખરીદ્યો. આગ્રા અને દિલ્હી જઈને તે આરસપહાણ ઉપર સરસ કોતરકામ કરનાર શિલ્પીઓને અમદાવાદમાં લાવીને વસાવ્યા હતા. ખંભાતમાંથી જાતજાતના અકીકના પથ્થરો ખરીદ્યા હતા. સોમપુરા સલાટોએ શિલ્પશાસ્ત્રોના નિયમ મુજબ દેરાસરના નકશા તૈયાર કર્યા હતાં. અનુભવી અને બહુશ્રુત વિદ્વાન શ્રી મુક્તિસાગરજીએ ધાર્મિક નિયમો સમજાવીને દેરાસરમાં ભોંયરા અને ફરતાં બાવન જિનાલય કેવી રીતે બંધાવવા તે સમજાવ્યું હતું.
ટૂંકમાં, આ દેરાસર ઉત્તમ પ્રકારનું નમૂનેદાર દેરાસર બને એ માટે તેમણે પોતાનાથી બનતા બધાજ પ્રયાસો કરવા માંડ્યા હતા. અને એ માટે તેમણે પોતાનાં દ્રવ્ય, સમય, શક્તિએ બધાનો છૂટે હાથે ઉપયોગ કરવામાં કશી મણા રાખી નહોતી.
- શ્રી જેમ્સ કેમ્પબેલ “Gazetteer of the Bombay Presidency" ના Vol.IV માં Pg. 285 ઉપર નોંધે છે કે :
ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું આ એક સુંદર સ્થળ છે શાન્તિદાસ નામના ધનાઢ્ય વાણિયા વેપારીએ રૂ૯,૦૦,૦૦૦ ના ખર્ચે ઈ. સ. ૧૬૩૮માં બંધાવ્યું હતું. અનેક રમણીય ઇમારતોમાં આ એક અત્યંત રમણીય ઇમારત છે.”
આશરે ૩૭૦ વર્ષ પહેલાં નવ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ દેરાસર કેવું તો ભવ્ય હશે ! કેવા અનુપમ કલાસૌંદર્યથી શોભતું હશે ! તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. આજનું હઠીસિંહનું ભવ્ય જિનાલય આશરે આઠથી દસ લાખ રૂપિયાના ખર્ચે બંધાયું હતું. હઠીસિંહનું દેરાસર આશરે ૧૫૦ વર્ષ પહેલાં બંધાયું હતું. તેની સરખામણીએ ૩૭૦ વર્ષ પહેલાં રૂા. નવ લાખના ખર્ચે તૈયાર થયેલું એ દેરાસર કેટલું તો ભવ્ય હશે, તેની એક આછેરી ઝાંખી કલ્પનાચક્ષુ દ્વારા થઈ શકે છે. - આ દેરાસર બંધાયા પછી ૧૨ વર્ષ બાદ સં. ૧૬૯૪(ઈ. સ. ૧૬૩૮)માં જર્મન પ્રવાસી આલ્બર્ટ. ડી. મેન્ડેલસ્સોએ પોતાના ભારતના પ્રવાસ દરમ્યાન આ દેરાસરની મુલાકાત લીધી હતી. આ દેરાસરનું વર્ણન કરતાં મેલસ્સો જણાવે છે
આ દેરાસર નિઃશંકપણે અમદાવાદ શહેરના જોવાલાયક ઉત્તમ સ્થાપત્યમાંનું એક હતું. તે સમયે આ દેરાસર નવું જ હતું. કારણ કે તેના સ્થાપક શાંતિદાસ નામે ધનિક વાણિયા મારા સમયમાં જીવતા હતા. ઊંચી પથ્થરની દીવાલથી બંધાયેલા વિશાળ ચોગાનની મધ્યમાં આ દેરાસર આવેલ હતું. તેમાં ફરતી ભમતી હતી કે જેમાં નાની નાની ઓરડીઓમાં સફેદ કે કાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org