Book Title: Rajnagarna Jinalayo
Author(s): Jitendra B Shah, Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 12
________________ રાજનગરનાં જિનાલયો કબજે કરી અને એને “કર્ણાવતી' નામ આપ્યું. જો કે આ કર્ણાવતી નગરી નદી પારના સામા કાંઠા ઉપર હતી, તેવો પણ ઉલ્લેખ મળે છે. આજે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કોચરબમાં કોચરવા દેવી' નો એ ઉલ્લેખ એ કર્ણાવતી નામ સાથે જોડાયેલો હતો. ઉપરાંત, આચાર્ય લલિતસાગરમહારાજની સં. ૧૬૬રમાં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નદીપારના એ વિસ્તારનાં ઘણાં ભવ્ય જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. ઉસ્માનપુરા, આજે નવરંગપુરાના નામથી ઓળખાતો શેખપુર-ખાનપુરનો વિસ્તાર, માદલપુર, કોચરબ વગેરે નદીપારના સામેના વિસ્તારોમાં ભવ્ય જિનાલયો વિદ્યમાન હતાં જે ત્યારબાદ નષ્ટ થયેલાં છે. સંભવ છે કે કર્ણાવતી નગરીનો વિસ્તાર જૂની આશાવલ્લી નગરીની સાથે આ દિશામાં પણ વધ્યો હોય ! અહમદશાહ બાદશાહનું ફરમાન મેળવી શત્રુંજયનો મોટો સંઘ કાઢનાર સંઘવી ગુણરાજનો પૂર્વજ “ચાચ કર્ણાવતીનું ભૂષણ ગણાતો હતો. શ્રી હેમચંદ્રાચાર્યએ અહીં જ પ્રાથમિક શિક્ષણ લીધું હતું. સં. ૧૫૨૨ની આસપાસ ગચ્છનાયક આચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિ આશાપલ્લીમાં “જૂઠા-મઉઠા' ના ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ, જૈન સાહિત્યમાં આશાપલ્લીનો ઉલ્લેખ બારમા સૈકાથી સોળમા સૈકા દરમ્યાન અનેક ગ્રંથોમાં મળે છે. અમદાવાદની સ્થાપના થયા બાદ અમદાવાદ શહેરનો વિકાસ થાય તે હેતુથી અહમદશાહ બાદશાહે અને ત્યારબાદ મહેમૂદ બેગડાએ ઘણા શ્રીમંત વેપારીઓને અને શાહુકારોને અમદાવાદમાં આવી વેપાર-ધંધો કરવા માટે આમંત્રણ આપ્યું. ઉપરાંત, આ રાજાઓના મંત્રીઓ મોટે ભાગે જૈન શ્રેષ્ઠીઓ હતા. મંત્રી ગુણરાજ, મંત્રી ગદરાજ, મંત્રી ગલા મહેતા વગેરે ઉપરાંત નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને તેમના વંશજોએ રાજનગરમાં જૈન શાસનનો પ્રભાવ વધે તે માટે તન, મન અને ધનથી પુણ્યકાર્યો કર્યા છે. સં. ૧૪૬૮ની આસપાસના સમયમાં વિદ્યમાન સંઘવી ગુણરાજ અમદાવાદના બાદશાહ અહમદશાહનો માનીતો હતો. ગુણરાજ પોતે આચાર્ય જ્ઞાનસાગરસૂરિ અને આચાર્ય સોમસુંદરસૂરિનો ભક્ત હતો. સં. ૧૪૬૮ના મહાદુષ્કાળના સમયે ગુણરાજે સત્રાગાર કાઢી દીનજનોનું રક્ષણ કર્યું હતું. તેણે આચાર્ય સોમસુંદરસૂરિની નિશ્રામાં પાદશાહનું ફરમાન મેળવી એક મોટા સંઘના પતિ તરીકે સં. ૧૪૭૭માં વિમલાચલની યાત્રા કરી હતી. અમદાવાદ શહેરની સ્થાપના સં૧૪૬૭ની આસપાસ થઈ હતી અને આશરે ૧૦ વર્ષ બાદ સં. ૧૪૭૭ની આસપાસ ગુણરાજ, આચાર્ય જ્ઞાનસાગરસૂરિ અને આચાર્ય સોમસુંદરસૂરિની પધરામણી નિમિતે અમદાવાદમાં મોટો મહોત્સવ કર્યો અને પોતાના નાના ભાઈ આંબાકને તે આચાર્યશ્રીઓની નિશ્રામાં દીક્ષા અપાવી, જેનું નામ મંદિર–ગણિ રાખવામાં આવ્યું. અમદાવાદની સ્થાપના થયા બાદ સૌ પ્રથમ વાર આવો નગરપ્રવેશ મહોત્સવ અને દીક્ષા ઉત્સવ થયાં હતાં. સં. ૧૫૨૦ની આસપાસ પોરવાડ જ્ઞાતિના શાહ કલ્વેએ રાજેનગરમાં એક ધર્મશાળા પણ બનાવી હતી તથા પાંચ દેરાસર કરાવ્યાં હતાં. સં. ૧૫૨પથી સં. ૧૫૪૦ દરમ્યાન મંત્રી ગદરાજ અમદાવાદના બાદશાહ મહમૂદ બેગડાનો મંત્રી હતો. અમદાવાદના આચાર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 450