Book Title: Rajnagarna Jinalayo
Author(s): Jitendra B Shah, Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 10
________________ આમુખ જેમ વ્યક્તિ સાથે તેમ પ્રત્યેક શિલ્પ-સ્થાપત્ય સાથે એક ઇતિહાસ સંકળાયેલો હોય છે અને તેથી શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ એ અનેકવિધ ક્ષેત્રોના ઇતિહાસનો અભ્યાસ બની રહે છે. પ્રત્યેક પથ્થર બોલે છે; પ્રત્યેક શિલ્પ-સ્થાપત્ય વીતી ચૂકેલા અગણિત સૈકાઓની અનેકવિધ ગતિ વિધિઓને, ભૂતકાળની ચડતી-પડતીઓને, ધાર્મિક, સામાજિક, રાજકીય પરંપરાઓ અને પરિપાટીઓને સાકાર કરે છે. આ ર્દષ્ટિએ રાજનગર(અમદાવાદ)નાં જિનાલયોના ઇતિહાસનું આ આલેખન એક રીતે તો ગુજરાતના આ પાટનગરમાં રોપાયેલી, પોષાયેલી અને પ્રફુલ્લિત થયેલી જિનશાસનની યશોજ્જ્વલ અને વિરાટ ધર્મપ્રવૃત્તિઓનો ઇતિહાસ બની રહે છે. જિનાલયોના ઇતિહાસના દર્શન દ્વારા તો આપણે આપણા આ રાજનગરમાં છેલ્લા અનેક સૈકાઓ દરમ્યાન થયેલ જૈનશાસનની પ્રભાવના અને પ્રતાપ, પુરુષાર્થ અને સિદ્ધિઓનાં જ પુણ્ય દર્શન પામીએ છીએ ! સૈકાઓ સુધી ગુજરાતના પાટનગર તરીકે સુપ્રસિદ્ધ રહેલા અમદાવાદનું બીજું નામ ‘રાજનગર' છે અને આ રાજનગર “જૈનપુરી” તરીકે પણ ઘણે સ્થળે પ્રસિદ્ધ છે. આ રાજનગરમાં મોટી સંખ્યામાં જૈન મંદિરો તૂટ્યાં છે અથવા નષ્ટ થયાં છે અને છતાંય આજે ઘણી મોટી સંખ્યામાં જૈન દેરાસરોની ધજાપતાકા અહીં લહેરાઈ રહી છે. જૈન પરંપરાનો એક ભવ્ય ઇતિહાસ રાજનગરના આ કેન્દ્રમાં રહીને ભારતભરમાં અને દુનિયાભરમાં પોતાના યશોગાનના સૂરો પ્રસરાવી રહ્યો છે. ગુજરાતના સાંસ્કૃતિક વિકાસની યશોગાથામાં જૈન સંસ્કૃતિનું ગાન મુખ્ય સૂરમાં ગુંજી રહ્યું છે કારણ કે ગુજરાતના સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક વિકાસમાં જૈનોનો મોટો ફાળો છે. તેવી જ રીતે અમદાવાદ નગરના વિકાસમાં, શિલ્પ-સ્થાપત્યમાં, વેપાર ઉદ્યોગમાં અને તેની પ્રસિદ્ધિમાં જૈનસમાજના ધર્મવી૨, કર્મવી૨ અને દાનવીર જૈન શ્રેષ્ઠીઓનો અને સરસ્વતીના અવતાર સમા નિર્પ્રન્થ જૈન આચાર્ય મહારાજોનો બહુમૂલ્ય ફાળો છે. અમદાવાદની સ્થાપના થઈ તે અગાઉ આશાવલ નગરી અને કર્ણાવતી નગરી વિદ્યમાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 450