Book Title: Rajnagarna Jinalayo
Author(s): Jitendra B Shah, Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 6
________________ પ્રાસ્તાવિક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”ના ત્રણ ગ્રંથોનો સંપુટ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં ભારતનાં તમામ જૈન દેરાસરોની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ ગ્રંથ છેલ્લાં કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય બની ગયો હતો. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈની ઘણા સમયથી ઇચ્છા હતી કે આ ગ્રંથને update કરીને નવેસરથી પુસ્તક તૈયાર કરવું. આ કાર્ય માટે તેઓ અમને બંનેને સતત યાદ કરાવતા રહ્યા અને આ કાર્ય ઝડપથી શરૂ થાય તે માટે તત્પરતા દાખવતા જ રહ્યા. એપ્રિલ-૯૬માં આ અંગે એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો, જેમાં રાજનગરનાં જૈન દેરાસરો અંગેની વિગતવાર માહિતી એકઠી કરીને ગ્રંથ પ્રકાશિત કરવાનું આયોજન હતું. છ મહિનાની સમયમર્યાદામાં “રાજનગરનાં જૈન દેરાસરો’નો પ્રોજેક્ટ પૂરો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. મે-'૯૬માં આ કાર્ય શરૂ થયું. દરેક દેરાસરોમાં આ અંગે રૂબરૂ મુલાકાત લઈને નિયત કરેલા ફોર્મમાં માહિતી એકઠી કરવાનું કાર્ય સાત-આઠ વ્યક્તિઓની ટીમ દ્વારા શરૂ થયું. સૂચિત પ્રોજેક્ટમાં સં. ૨૦૦૯ પછી નવાં બંધાયેલાં દેરાસરોની માહિતી ઉમેરવાની હતી અને રાજનગરનાં જૈન દેરાસરો પૈકીમાંના કેટલાક વિશિષ્ટ દેરાસરોની સંક્ષિપ્ત નોંધ આશરે વીસેક પ્રિન્ટેડ પાનામાં તૈયાર કરવાનું તે સમયે નક્કી કરવામાં આવ્યું. પરંતુ, જેમ જેમ આ પ્રોજેક્ટનું કાર્ય આગળ વધતું ગયું, દેરાસરોની વધુ માહિતી માટે વિવિધ ગ્રંથોનો અભ્યાસ કરતા ગયા તેમ તેમ અગાઉ નક્કી કરેલા પ્રોજેક્ટની સરખામણીએ કાર્યક્ષેત્રનો વ્યાપ અને ઊંડાણ વધતાં ગયાં અને સૂચિત પ્રોજેક્ટની સીમા વિસ્તરતી ગઈ. તે કારણે કેટલાંક વિશિષ્ટ દેરાસરોની સંક્ષિપ્ત નોંધમાં રાજનગરનાં સો વર્ષથી જૂનાં આશરે ૧૩૦થી પણ વધુ દેરાસરોની નોંધ તૈયાર કરવામાં આવી. “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં રાજનગરની જૈન પરંપરાના ઇતિહાસની આશરે પાંચેક પાનાની ટૂંકી નોંધ પ્રસિદ્ધ થઈ હતી. પરંતુ પ્રોજેક્ટ દરમ્યાન ઘણી ઉપયોગી માહિતી એકઠી થવાને કારણે આ અંગે “આમુખ’નું એક સ્વતંત્ર પ્રકરણ આ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉપરાંત, “રાજનગરનાં જૈન શ્રેષ્ઠીઓ', “રાજનગરનાં નષ્ટ થયેલાં દેરાસરો” તથા “રાજનગરનાં કેટલાક પ્રાચીન જૈન ઉપાશ્રયો' એમ વધુ ત્રણ પ્રકરણ ઉમેરવામાં આવ્યાં છે. આ પ્રકરણો ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ હોવાથી, આ ગ્રંથમાં જ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 450