Book Title: Purusharth siddhi upay
Author(s): Amrutchandracharya, 
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 149
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય હવે આવી ભ્રાન્ત બુદ્ધિને સર્વથા છોડી દે અને નિર્મળજ્ઞાનાનંદમય આત્મતત્ત્વમાં લવલીન થા. આ તે જ સમય છે કે જેમાં જ્ઞાની જીવ શુદ્ધતામાં સાવધાન રહે છે અને ભેદજ્ઞાનના બળથી ચિંતવન કરે છે કે હું અન્ય છું અને એ પુદ્ગલ દેહાદિ મારાથી સર્વથા ભિન્ન જુદા જ પદાર્થ છે. માટે હું મહાશય ! પરદ્રવ્યોથી મોટું તુરત જ છોડ અને પોતાના આત્મામાં નિશ્ચલ-સ્થિર રહેવાનો પ્રયત્ન કર. જો કોઈ પુગલમાં આસક્ત રહીને મરણ પામીશ તો યાદ રાખજે કે તને હલકા-તુચ્છ જંતુ થઈ, આ પુદ્ગલોનું ભક્ષણ અનંતવાર કરવું પડશે. આ ભોજનથી તે શરીરનો ઉપકાર કરવા ચાહે છે તો કોઈ રીતે પણ યોગ્ય નથી. કેમકે શરીર એવું કૃતની છે કે તે કોઈના કરેલા ઉપકારને માને નહિ, માટે ભોજનની ઇચ્છા છોડી, કેવળ આત્મહિતમાં ચિત્ત જડવું તે જ બુદ્ધિમત્તા છે. આ પ્રકારે હિતોપદેશરૂપી અમૃતધારા પડવાથી અન્નની તૃષ્ણા દૂર કરી કવલાહાર છોડાવે તથા દૂધ આદિ પીવાયોગ્ય વસ્તુ વધારે, પછી ક્રમે ક્રમે ગરમ જળ લેવા માત્રનો નિયમ કરાવે. જો ઉનાળો, મારવાડ જેવો દેશ તથા પિત્ત પ્રકૃતિના કારણે તૃષાની પીડા સહન કરવા અસમર્થ હોય તો માત્ર ઠંડું પાણી લેવાનું રાખે, અને શિક્ષા દે કે હું આરાધક! હું આર્ય! પરમાગમમાં પ્રશંસનીય મારણાંતિક સલ્લેખના અત્યંત દુર્લભ વર્ણવી છે, માટે તારે વિચાર પૂર્વક અતિચાર આદિ દોષોથી તેની રક્ષા કરવી. પછી અશક્તિની વૃદ્ધિ દેખીને, મરણકાળ નજીક છે એમ નિર્ણય થતાં આચાર્ય સમસ્ત સંઘની અનુમતિથી સંન્યાસમાં નિશ્ચલતા માટે પાણીનો પણ ત્યાગ કરાવે. આવા અનુક્રમથી ચારે પ્રકારના આહારનો ત્યાગ થતાં સમસ્ત સંઘથી ક્ષમા કરાવે અને નિર્વિજ્ઞ સમાધિની સિદ્ધિને માટે કાયોત્સર્ગ કરે. ત્યાર પછી વચનામૃતનું સિંચન કરે અર્થાત્ સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરવાવાળા કારણોનો ઉક્ત આરાધકના કાનમાં, મન્દ મન્દ વાણીથી જપ કરે. શ્રેણિક, વારિપેણ, સુભગાદિનાં દષ્ટાન્ત સંભળાવે અને વ્યવહાર-આરાધનામાં સ્થિર થઈ, નિશ્ચય-આરાધનાની તત્પરતા માટે આમ ઉપદેશ કરે કે હું આરાધક! શ્રુતસ્કંધનું ““pો મે સીસી બાવા'' ઇત્યાદિ વાકય “મો. સરદંતા'' ઇત્યાદિ પદ અને “' ઇત્યાદિ અક્ષર-એમાંથી જે તને રુચિકર લાગે, તેનો આશ્રય કરીને તારા ચિત્તને તન્મય કર! હે આર્ય! “હું એક શાશ્વત આત્મા છું' એ શ્રુતજ્ઞાનથી પોતાના આત્માનો નિશ્ચય કર! સ્વસંવેદનથી આત્માની ભાવના કર ! સમસ્ત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197