Book Title: Purusharth siddhi upay
Author(s): Amrutchandracharya, 
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 170
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૫૯ તપ કરવામાં આવે છે. આ તપ બાર પ્રકારના છે. એ સાતમો તપધર્મ છે. ૮-લોકમાં આહાર, ઔષધ, અભય અને જ્ઞાનદાન આપવું તેને ત્યાગધર્મ કહે છે, પરંતુ એ ત્યાગ પણ સાચો ત્યાગ નથી. ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરવો તે જ સાચો ત્યાગ છે. માટે પ્રત્યક્ષપણે મુનિમહારાજ કાંઈ દાન કરતા નથી તો પણ વાસ્તવમાં કષાયોનો ત્યાગ કરનાર તેઓ જ સાચા દાની છે અને જે વખતે જે જીવને લોભકષાયનો ત્યાગ થઈ ગયો તેને બાહ્ય પદાર્થોનો તો ત્યાગ થઈ જ ગયો, કેમકે લોભકષાય છોડ્યા વિના બાહ્ય વસ્તુનો ત્યાગ થતો નથી. તેથી એમ સિદ્ધ થયું કે (તત્ત્વજ્ઞાનના બળ વડે) લોભાદિ કષાયોનો ત્યાગ કરવો એ જ સાચો ત્યાગ છે, તે જ દાન છે. ૯-મમત્વબુદ્ધિનો ત્યાગ કરવો તે આકિંચન્ય ધર્મ છે. ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહ અને દસ પ્રકારના બાહ્ય પરિગ્રહું-એ બન્ને પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરી દેવો તે જ ઉત્તમ અકિંચન્ય ધર્મ છે. ૧૦-સંસારના સર્વ પદાર્થો પ્રત્યેથી મનની વૃત્તિ ખસેડીને કેવળ એક આત્મામાં જ રમણ કરી શકે તે બ્રહ્મચર્ય. એ દશા તે વખતે થઈ શકે છે કે જ્યારે આત્મા પાંચ ઇન્દ્રિયોના વિષયોને રોકવા માટે સમર્થ હોય તથા ખાસ કરીને સ્પર્શેન્દ્રિયના વિષય અર્થાત્ કામવાસનાને જીતવા માટે સમર્થ થઈ જાય, અને તે કામવાસનાનો ત્યાગ ત્યારે જ થાય છે કે જ્યારે સ્ત્રી માત્રનો ત્યાગી થાય અર્થાત્ સંસારની સ્ત્રી માત્રને મન-વચન-કાયાથી ત્યાગે. પણ એવો ત્યાગ તો કેવળ એક મુનિમહારાજ જ કરી શકે છે; શ્રાવક તો એકદેશ ત્યાગ કરી શકે છે અર્થાત્ પોતાની સ્ત્રીમાં સંતોષ રાખીને પોતાની સ્ત્રી સિવાય બાકીની સંસારની સમસ્ત સ્ત્રીઓને માતા, બેન કે પુત્રી સમાન જ જાણે છે-એ જ એકદેશ બ્રહ્મચર્યનું પાલન છે. ભાવાર્થ:- આ રીતે આ દશ ધર્મોનું વર્ણન કર્યું. તે ધર્મોનું પાલન કરવું એ પ્રત્યેક પ્રાણીનું મુખ્ય કર્તવ્ય છે, કારણ કે આ જ દશ ધર્મ મોક્ષમાર્ગનું સાધન કરવા માટે મુખ્ય કારણ છે. ૨૦૪. બાર ભાવનાઓનું નિરૂપણ अध्रुवमशरणमेकत्वमन्यताऽशौचमाञवो जन्मः। लोकवृषबोधिसंवरनिर्जरा: सततमनुप्रेक्ष्याः ।। २०५।। અન્વયાર્થઃ- [ ધ્રુવન્] અધ્રુવ, [1શરમ્] અશરણ, [ 7] એકત્વ, [અન્યતા ] અન્યત્વ, [ શૌચ- ] અશુચિ, [ શાસ્ત્રવ:] આસ્રવ, [ બન્મ] સંસાર, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197