Book Title: Purusharth siddhi upay
Author(s): Amrutchandracharya, 
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 182
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૭૧ બંધન નથી અને જેટલા અંશે રાગભાવ છે એટલા અંશે કર્મનો બંધ છે. જેમકે ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી સંબંધી રાગભાવ નથી તો એટલો કર્મબંધ પણ નથી, બાકીના અપ્રત્યાખ્યાનાવરણનો બંધ છે. પાંચમાં ગુણસ્થાને અપ્રત્યાખ્યાનનો પણ રાગભાવ ન હોવાથી તેનો પણ બંધ નથી પરંતુ પ્રત્યાખ્યાનનો બંધ છે. એ જ પ્રમાણે આગળ જેટલા અંશે રાગભાવનો અભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ નથી તથા જેટલા અંશે રાગભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે. ૨૧ર. જેટલા અંશે જે જીવને સમ્યજ્ઞાન થઈ ગયું છે તેટલા જ અંશે રાગભાવ નહિ હોવાથી કર્મનો બંધ નથી. જેટલા અંશે રાગભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે. ભાવાર્થ:- જેવી રીતે સમ્યગ્દર્શનનું કથન કર્યું છે તેવી રીતે સમ્યજ્ઞાનનું પણ સમજવું, જેમ કે બહિરાત્માને સમ્યજ્ઞાન નથી, મિથ્યાજ્ઞાન જ છે તેથી તેને પૂર્ણ રાગદ્વેષ હોવાથી અવશ્ય કર્મનો બંધ થાય છે. પરમાત્મા જે તેરમાં ગુણસ્થાનવર્તી છે તેમને પૂર્ણ સમ્યજ્ઞાન પ્રગટ થઈ ગયું છે, રાગભાવનો બિલકુલ અભાવ છે તેથી તેમને કર્મનો બંધ બિલકુલ નથી. અને અંતરાત્મા જે ચોથા ગુણસ્થાનથી લઈને બારમા ગુણસ્થાન સુધી છે તેમને જેટલા અંશે સમ્યજ્ઞાન પ્રગટ થઈ ગયું છે તેટલા જ અંશે કર્મનો બંધ નથી તથા જેટલા અંશે રાગભાવ છે તેટલા જ અંશે કર્મબંધ છે. ૨૧૩. જેટલા અંશે સમ્યક્રચારિત્ર પ્રગટ થઈ ગયું છે તેટલા જ અંશે કર્મનો બંધ નથી અને જેટલા અંશે રાગદ્વેષભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે. ઉપરની જેમ અહીં પણ સમજી લેવું. જેમકે બહિરાત્માને મિથ્યાચારિત્ર છે, સમ્યક્રચારિત્ર પંચમાત્ર પણ નથી તેથી એને રાગદ્વેષની પૂર્ણતા હોવાથી પૂર્ણ કર્મનો બંધ છે, અને પરમાત્માને પૂર્ણ સમ્યફચારિત્ર છે તેથી એને રંચમાત્ર પણ કર્મનો બંધ નથી. અંતરાત્માને જેટલા અંશે રાગદ્વેષ ભાવોનો અભાવ છે એટલા જ અંશે કર્મનો બંધ નથી. ભાવાર્થ:- મોહનીય કર્મના બે ભેદ છે-૧. દર્શનમોહ, ૨. ચારિત્રમોહ. દર્શનમોહના ઉદયથી મિથ્યાદર્શન થાય છે અને ચારિત્રમોહના ઉદયથી મિથ્યાચારિત્ર થાય છે. જેટલો તે કષાયોનો અભાવ થતો જાય છે તેટલો તેટલો તેને સમ્યગ્દર્શન અથવા સમ્યક્રચારિત્ર ગુણનો વિકાસ થતો જાય છે. જેમકે દર્શનમોહનીયનો અભાવ થવાથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે. અને અનંતાનુબંધી ચોકડીનો અભાવ થવાથી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. અપ્રત્યાખ્યાનાવરણી ચોકડીનો અભાવ થવાથી દેશચારિત્ર પ્રગટ થાય છે. પ્રત્યાખ્યાનાવરણી ચોકડીનો અભાવ થવાથી સકલચારિત્ર પ્રગટ થાય છે. સંજ્વલન ચોકડી અને નવ નોકષાયનો અભાવ થવાથી યથાખ્યાતચારિત્ર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197