Book Title: Prem Balidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad
View full book text
________________
જવાબ એક જ છે – તે મહાશક્તિનું નામ “પ્રેમ” છે. સ્ત્રી-પુરુષ વચ્ચેને પ્રેમ!
નવલકથાના પહેલા પ્રકરણમાં જિલિયાત અચાનક જ દેશે તે બરફમાં રમત ખાતર – ચીડવવા ખાતર લખેલું પિતાનું નામ વાંચે છે, અને પછી એના પ્રત્યે અજાણતાં ઊભા થયેલા પ્રેમના બળ વડે તે દુ ખડકો ઉપરથી દુરાંદેનું એન્જિન એકલે હાથે સમુદ્ર સામે લડીને, પવન, વીજળી વગેરે આકાશી સર સામે લડીને ઉતારી લાવે છે. તેનાં એ ખડકો ઉપરનાં પરિશ્રમ-ખંત-ધીરજકુશળતા લાખ લાખ રૉબિન્સન ની કથાઓનાં પાનાંને હઠ પાડી દે છે.
પરંતુ સ્ત્રી-પુરુષને પ્રેમ? એના જેવી ભયંકર, માદક અને વિનાશક કોઈ બીજી વસ્તુ છે ખરી? એ સ્ત્રી-પુરુષના આકર્ષણે જ જગતનાં મહાભારત, ઇલિયડો, અરે ઘમસાણો શું નથી સજ્યાં?
ખરી વાત છે, એ આકર્ષણ એવી અનેરી વસ્તુ છે કે તેની એક બાજુ નર્યું દુ:ખ, ન નરક છે, પરંતુ તેની બીજી બાજુ નર્યું દેવત્વઅમરત્વ છે. તત્ત્વજ્ઞાનની ભાષામાં કહીએ તે, પરમાત્મા પોતે જ કેવી અનેખી સત્તા છે? એક બાજુ નવું અશાનભરેલું-હભરેલું-માયાસ્વરૂપ છે; તે બીજી બાજુ નિત્ય શુદ્ધ-બુદ્ધમુક્ત એવું બ્રહ્મસ્વરૂપ છે. અને છતાં બંને જુદી વસ્તુઓ નથી! એક અદ્વેત જ છે. તમે પોતે કઈ કક્ષાએથી જુઓ છો, એટલે જ સવાલ છે.
માણસની બદમાશીની પરમ કોટીનું અને માણસની વીરતાની પરમ કોટીનું આ નવલકથામાં જેવું દર્શન કરાવવામાં આવ્યું છે, તેવું ઝટ બીજે પ્રાપ્ત થવું મુશ્કેલ છે.
જગતના તંત્રમાં માણસની બદમાશીને સફળ નીવડવાનો કેટલો અવકાશ છે, તે પ્રશ્નનું લગભગ આધ્યાત્મિક કહી શકાય તેવું નિરૂપણ, નવી જાસૂસી-કથાઓનો રસ ઊભા થાય તેવી રીતે, આ નવલકથામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 282