Book Title: Prem Balidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ રામ-કૃષ્ણ-બુદ્ધ વગેરે વિભૂતિઓએ સાધુના કે કોશિશ કરીને સર્વોચ્ચતાની પરમ કોટી સર કરી એમ કહેવા કરતાં લોકો એમ કહેવું વધુ પસંદ કરે છે કે, સર્વોચ્ચ એવા પરમાત્મા પાતે મનુષ્યરૂપધારી થઈને અવતર્યા હતા. માનવ તરીકેની એમની સર્વોચ્ચતા એટલી બધી અનેાખી તેમ જ સાથે સાથે સહજ-સ્વાભાવિક હોય છે. જાણે તેમને પ્રયત્ન કરીને – કોશિશ કરીને – એ હાંસલ કરવી પડી હોતી નથી. કદાચ માનવ પ્રયત્નથી એ કોટી હાંસલ ન પણ થઈ શકે, એમ જ લાકોને લાગતું હોય છે. આ નવલકથાના નાયક િિલયાતની બાબતમાં પણ તેમ જ કહેવું પડે તેમ છે. તેના ઉદ્ગમ અગમ્ય છે. તે કયાંથી આવ્યા તે કોઈ જાણતું નથી. નરી પામરતામાં ઊછરીને મોટો થવા લાગતાં તે શાથી ભયંકર ગુનેગાર રાક્ષસ ન બન્યો, એ પણ કહી શકાતું નથી. તેણે સારા થવા કી કોશિશ કરેલી ખાસ દેખાતી નથી. અને છતાં કારમી કસોટીની વેળા આવે છે. ત્યારે તે પાનવતાની સર્વોચ્ચ ભૂમિકાએથી જ વર્તે છે! માણસના પરમ લાભની બે વસ્તુઓ કામિની અને કાંચન. પરંતુ કર્ણે જેમ પેાતાના શરીર સાથે જન્મથી જડાયેલું કવચ રાજીખુશીથી (પેાતાને છેતરીને માગવા આવનાર ઇન્દ્રને ઊતરડી આપ્યું, તેમ જિલિયાત પણ પોતાના હાથમાં આવેલી – ન્યાયપૂર્વક આવેલી – તે બંને વસ્તુઓ બીજાને અર્પણ કરી દે છે. એવા ત્યાગ, એવું આત્મબલિદાન કોઈ અવતારી વિભૂતિ જ કરી શકે – માટીના ઘડેલે। માણસ નહિ, એમ જ કહેવાનું મન થાય, ૩ આ નવલકથા વાંચતાં સહેજે પ્રશ્ન ઊઠયા કરે છે કે, ની માટીના બનેલા જુવાનડા જિલિયાતનું આટલું મોટું બિલદાન કઈ માટી ભાવનાની મહા-શક્તિને આભારી છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 282