Book Title: Prem Balidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ એક અનેખી નવલકથા આ નવલકથાનો આ બીજો જ-મ છે. પહેલો જન્મ સાંગોપાંગ જ થયો હતો. પરંતુ વચ્ચે અનેક આસમાની-સુલતાનીઓ આવી પડી અને તે વાચકના હાથમાં પહોંચે તે પહેલાં જ તેની બાળહત્યા થઈ ગઈ. ખેર, એ બધી સુલતાની કારવાઈ પછી પણ આ પુસ્તક બીજો જન્મ પામી શકે છે, એ પેલા સુલતાનના સુલતાનની બલિહારી છે. એટલે એને જ સલામ ભરીને – પ્રણામ કરીને – આ પુસ્તકના નવા અવતારને જ ગુજરાતી વાચકના હાથમાં મૂકવા રજા લઈએ છીએ. મહાન લેખકનાં અનેક પુસ્તકોમાંથી કોઈ એકાદમાં તેની લેખનકળા સર્વોચ્ચ કક્ષાએ પહોંચતી જણાય છે. વિકટર હ્યુગોએ એક ગરીબગુનેગાર મનુષ્ય માનવતાની સર્વોચ્ચ ટોચે શી રીતે પહોંચે છે તેનું નિરૂપણ પોતાની વિખ્યાત નવલકથા “લા મિઝેરાબ્લ'માં કર્યું છે. અલબત્ત, માનવતાની સર્વોચ્ચ ટોચ એટલે સ્વાર્પણ-આત્મબલિદાનની પરાકાષ્ઠા; ધનવૈભવ કે રાજવૈભવની નહીં. “લા મિરાબ્લ'માં એ વસ્તુનું નિરૂપણ જેવી ઉત્તમ કક્ષાએ પહોંચ્યું છે, તેવું હજુ બીજી કોઈ નવલકથામાં પહોંચ્યું જાણ્યું નથી. કેટલીક વસ્તુઓ અનેખી રહેવા જ સરજાઈ હોય છે. પરંતુ ટૉઈલર્સ ઓફ ધી સી', પ્રેમ-બલિદાન') નવલકથા વાંચ્યા પછી મન દ્વિધામાં પડી જાય ખરું. તેમાં આત્મ-બલિદાનની જે કોટી વર્ણવી છે, તેને માનવતાની કેટી કહેવાની જ હિંમત ન ચાલે. બીજ રૂપક લઈને એ મુદ્દો જરા વધુ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 282