Book Title: Prem Balidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ છે; પરંતુ તેથી વધુ તો માનવ-હૃદયના પ્રેમ-શૌર્યને સફળ નીવડવાના કયા અને કેટલા અવકાશ છે, તેનું નિરૂપણ તેમાં છે. પ્રેમ-શૌર્યની ચરમ કોટી એટલે આત્મ-બલિદાન. અને એ જ એની પરમ સફળતા છે, એ દર્શન જીવન-તત્ત્વને સ્પર્શી શકનારા આવા વિરલ કલાકારો જ કરી શકે કે કરાવી શકે. એ.દર્શન આવી રસભરી રીતે કરાવવા બદલ આધુનિક યુગ વિકટર હ્યુગોના ચિરકાળ ઋણી રહેશે. પ અહીં વચ્ચે જ એક ચર્ચાસ્પદ મુદ્દાને સ્પર્શતા જઈએ. જિલિયાત છેવટે ભરતીની વેળાએ જાણી જોઈને ગિલ્ડ-હાલ્મ-ઉર ખડક ઉપર જઈને બેઠો અને ધીમે ધીમે ચડતા પાણીમાં ગરક થઈ ગયા એ શું? એ આત્મહત્યા ન કહેવાય ? એ બિલદાન તો નહતું જ. કારણ, એથી કોઈના કશા હેતુ સરતા નહોતા. સિવાય કે જીવનમાં બધી બાજુથી હતાશ થયેલા જિલિયાતના જીવનનો તેથી અંત આવ્યા. - પરંતુ જિલિયાત ખરેખર હતાશ થયા હતા ખરો? કામનામાં હતાશ થાય તા તા માતોષોમિત્રાયતે એ ન્યાયે પ્રથમ ક્રોધ નીપજે અને પછી સંમેાહ થતાં સ્મૃતિવિભ્રમ થાય. અર્થાત્ જિલિયાત પેાતાની કામનામાં હતાશ થયા હાત – ગુસ્સે ભરાયા હાત, તે। તો તે એબેનેઝરને મારી નાખીને દેરુÃતને પોતાની કરવા જ તાકત. ભલે એ દેરુશેત તેની કલ્પનાની મધુર – પવિત્ર દેરુશેત રહી ન હોત. પરંતુ જિલિયાતને ક્રોધ નીપજતા જ નથી. તેનું હ્રદય કેવળ કલ્યાણ-ભાવનાથી જ ભરેલું છે. તેથી તે પેાતાના પ્રેમપાત્રને જ સુખી થયેલું જોવા ઇચ્છે છે – પોતે સુખી થાય એ નહીં. અને તેથી હાથે કરીને એ લેથિયરીની ઇચ્છાને અવગણવાના માર્ગ તે બે જણને બતાવે છે અને તેમના લગ્ન વખતે હાજર રહી તેના વિધિની નાનામાં નાની જરૂરિયાત – લેથિયરીની સહીવાળી જુદા જ હેતુથી લખાયેલી ચિઠ્ઠી, આંગળીએ પહેરવાની વીંટી – રજૂ કરીને એ બધું સાંગોપાંગ પાર પાડી આપે છે. તો પછી તે જીવતા કેમ રહેતા નથી? મરી કેમ જાય છે? ११ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 282