________________
૧૧૭
દેહાત્માનુ ભેદજ્ઞાન અને તેમાંથી પ્રાપ્ત થએલા દેહાધ્યાસના નાશભાવ, એ બે ય ખૂબ જ દુર્લભ છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ જ્ઞાનસારમાં આ વાત કરતાં કહ્યું છે કે, “ ક્રોડો ભવે પણ દેહાધ્યાસ તેાડવાનું કામ મુશ્કેલ છે.” જિનશાસનની કાયાત્સર્ગની આ સાધનામાં દેહાધ્યાસને અંશતઃ ત્યાગ કરી દેવાના અંશ સૌથી પ્રધાનપણે છે.
પણ સબૂર ! ફરી એ વાત યાદ કરીએ કે દેહાધ્યાસની સાથે દેહપ્રવૃત્તિના ત્યાગની અત્રસ્થા એ જીવતા જીવની મડદા જેવી અવસ્થા છે. શુ' આ અવસ્થામાં આપણે ક્ષણભર પણ રહી શકીએ ખરા ?
મડદું તેા હાલતુ-ચાલતું નથી; એ તે ઠીક....પણ આંખની પાંપણે ય હુલાવતું નથી, લોહીનું પરિભ્રમણ અને શ્વાસોચ્છ્વાસની ક્રિયા પણ ત્યાં થતી નથી. આ બધુ ય શુ કાચેાત્સગ માં શકય છે ? જે વાત સામાન્યતઃ આપણા હાથની જ નથી ત્યાં શું કરવું ?
હવે જો આ બધુ કાર્યાત્સ માં શથ નથી તે પ્રતિજ્ઞાપૂર્વકના એ કાયોત્સના ભંગ જ કર્યાં કહેવાય ને ? શ્રી જિનશાસનમાં કોઈ પણ પ્રતિજ્ઞાના ભંગ કરવા એને અસાધારણ કોટિનું પાપ કહેવામાં આવ્યું છે. તે હવે શું કરવું ? કાયાની સપૂર્ણ નિશ્ચેષ્ટ અવસ્થામાં રહેવાની પ્રતિજ્ઞાસ્વરૂપ કાર્યાત્સગ શી રીતે કરવા ? પ્રતિજ્ઞા ‘ઠાણેણુ’ છે. સ્થિરતાથી અપાણુ કાય. વેસિરામિ' કાયાને સ્થિર રાખવાની પ્રતિજ્ઞા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org