Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 145
________________ ૧૪૦ સવાલ : હવે જે વીતરાગ પ્રસાદ કરતા જ નથી છતાં એમ કહેવું કે, “મારી ઉપર ભગવાનને પ્રસાદ ઊતર્યો !” અથવા તે “હે ભગવંત મારી ઉપર પ્રસાદ કરે.”ઈત્યાદિ - વાક્યો નિરર્થક અને મૃષાવાદ સ્વરૂપ જ શું ન કહેવાય ? ઉત્તર : ના.આ પ્રાર્થનાવાક્ય નથી પણ વસ્તુતઃ સ્તુતિવાક્ય છે. આવી સ્તુતિ સ્વરૂપ યાચનાઓને યાચની ભાષા કહેવાય છે. આ અસત્યામૃષા ભાષા કહેવાય. તે સત્ય પણ નથી તેમ અસત્ય પણ નથી. પણ આ ભક્તિવાકય છે. અથવા આ આશંસાવાક્ય છે. ભક્ત પ્રાર્થનાના રૂપમાં પિતાના દિલની આશંસા વ્યક્ત કરે છે કે “મારે ભગવાનને પ્રસાદ અર્થાત્ અચિંત્ય પ્રભાવ મારે જોઈએ છે.” સવાલ : ભગવાનને પ્રભાવ ઇચ્છવાની શી જરૂર ? "પિતે સુકૃત કરે અને લાભ થાય ત્યાં પ્રભાવ વિના શું અટકે છે? ઉત્તર : સાચે ભક્ત સુકૃતમાં અને એથી થતા લાભમાં પોતાની હોશિયારી કારણભૂત નથી માનતે પરંતુ ભગવાનના અચિંત્ય પ્રભાવને જ અસાધારણ કારણભૂત માને છે કેમ કે એ સમજે છે સ્તુતિદર્શનાદિ સુકૃત અરિહંતના જ હોય અને દાનાદિ સુકૃત અરિહંતને કહેલા માટે જ કરાતા હોય તે જ એવા ઊંચા લાભ એ આપે છે. એમાં મુખ્ય પ્રભાવ અરિહંતને સિદ્ધ થયે તેથી એ પ્રભાવની આશંસા ભક્ત કરે એ સહજ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150