Book Title: Prashikshaka Prashikshana Part 1
Author(s): Rohit A Shah
Publisher: USA Jain Center Cincinnati OH

View full book text
Previous | Next

Page 5
________________ ૩. આસન-પ્રાણાયામ-બંધ આસન-પ્રાણાયામ-બંધનું મહત્ત્વ : યોગના વિશાળ માર્ગમાં દરેક અંગનું વિશિષ્ટ મહત્ત્વ છે. વ્યક્તિત્વના સંતુલિત વિકાસ માટે આસન અને પ્રાણાયામ યોગનાં ખૂબ મહત્ત્વપૂર્ણ અંગો છે. બંધ વિનાનો પ્રાણાયામ મીઠા વિનાની દાળ જેવો છે. યોગનાં તમામ અંગોનો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે તો, વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવી શકે. પ્રેક્ષાધ્યાન એક સર્વાંગીણ સાધનાપતિ હોવાથી, તેમાં યોગનાં તમામ અંગોને સમાવી લેવામાં આવ્યાં છે. સ્થિર સુખમાસનમ્ - જેમાં સ્થિરતાપૂર્વક સુખેથી બેસી શકાય તેનું નામ આસન છે. આસન કરવાથી શારીરિક, માનસિક અને ભાવનાત્મક દ્વન્દ્વોને સહન કરવાની શક્તિ જાગે છે. પાતંજલ યોગ સૂત્રમાં કહ્યું છે, “તતોદ્વન્દ્વાભિઘાત” - દ્વન્દ્વોનાં અભિઘાત (કષ્ટ-પીડા)ને સહન કરવાં એ આસનનું પરિણામ છે. આસનનાં વિવિધ પાસાંઓનો વિચાર કરીએ. 7 આસન અને સ્વાસ્થ્ય ઃ આસન સ્વસ્થ વ્યક્તિ માટે વધુ ઉપયોગી છે. બીમાર વ્યક્તિ માટે આસન એક વૈકલ્પિક ચિકિત્સા-વિધિ છે. વ્યક્તિની બીમારીઓને મટાડવી એ આસનનું મુખ્ય ધ્યેય નથી, પરંતુ પ્રાસંગિક પરિણામ છે. આસનનો પ્રભાવ માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતો સીમિત નથી, પરંતુ શરીરનાં સૂક્ષ્મ કેન્દ્રો/ચક્રો, સૂક્ષ્મ શરીર અને કાર્યણ શરી૨ સુધી તેની સીધી અસર થાય છે. આસનમાં માત્ર સ્થૂળ શરીરની વિવિધ મુદ્રાઓ કરવામાં આવતી હોવાથી એવું માનવું ભ્રમ ભરેલું છે, કે આસન માત્ર શારીરિક સ્વાસ્થ્ય આપે છે. 7 આસન અને ધ્યાન : આસન કરવાથી ધ્યાનમાં બેસવામાં સુવિધા રહે છે, અને વધુ ધ્યાન કરવાથી પાચન તંત્ર થોડું નિષ્ક્રિય થાય છે. માટે ધ્યાન સાથે આસન કરવાથી તે નિષ્ક્રિયતા દૂર થાય છે. 7 આસન અને વ્યાયામ ઃ આસન આરોગ્યવર્ધક છે, વ્યાયામ માંસપેશીવર્ધક છે. વ્યાયામ નિયમિત ન થાય તો તેની આડ અસરો ઘણી થાય છે. આસનમાં એવું નથી. વ્યાયામ પછી શરીરમાં થાકની અનુભૂતિ થાય છે. જ્યારે આસન પછી શરીરમાં સ્ફૂર્તિ અને ઉત્સાહની અનુભૂતિ થાય છે. વ્યાયામ પેશીઓને કઠણ અને મજબૂત બનાવે છે, જ્યારે આસન પેશીઓને લચીલી (flexible) બનાવે છે. વ્યાયામનો પ્રભાવ માત્ર શરીર સુધી સીમિત રહે છે, જ્યારે આસન વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. 7 આસન-વસ્ત્ર-સમય-સ્થાન ઃ આસન કરતી વખતે વસ્ત્રો ઢીલાં હોવાં જોઈએ. સ્થાન પ્રદૂષણ અને ઘોંઘાટમુક્ત હોવું જોઈએ. આસન સવારનો નાસ્તો કર્યા પહેલાં ક૨વામાં આવે તો શ્રેષ્ઠ છે. ખાલી પેટે પણ ગમે ત્યારે આસન કરી શકાય છે. 7 આસનની ક્રમિક અભ્યાસપ્રક્રિયા ઃ (૧) પેટ અને શ્વાસની દશ ક્રિયાઓ (શ્વાસશુદ્ધિ માટે). (૨) યૌગિક ક્રિયાઓ (માંસપેશીઓને લચીલી બનાવવા માટે). (૩) મણકાની ક્રિયાઓ (કરોડરજ્જુને લચીલી બનાવવા માટે). આસન (પહેલાં સૂતાં સૂતાં, પછી બેઠાં બેઠાં, ત્યારબાદ ઊભાં ઊભાં). (૫) પ્રાણાયામ (પ્રાણને શુદ્ધ અને નિયંત્રિત કરવા માટે). 7 યૌગિક ક્રિયા - આસન અને શ્વાસ : યૌગિક ક્રિયાઓમાં સામાન્ય રીતે શરીરનું કોઇપણ અંગ નીચેની તરફ જાય ત્યારે શ્વાસ છોડવો અને અંગ ઉપર આવે ત્યારે શ્વાસ લેવો. વચ્ચેના ગાળામાં શ્વાસને રોકવો, અથવા સામાન્ય રીતે ચાલવા દેવો. આસનમાં સામાન્ય રીતે ચાર સ્ટેપ હોય છે. જેમાં પહેલા અને ત્રીજા સ્ટેપમાં શ્વાસ લેવો અને બીજા તથા ચોથા સ્ટેપમાં શ્વાસ છોડવો. ૐ વિપરીત આસન : સર્વાંગાસન અને હલાસનનું વિપરીત આસન મત્સ્યાસન છે જ્યારે ભુજંગાસનનું પશ્ચિમોતાનાસન છે. 7 આસનના સામાન્ય લાભો : સ્ફૂર્તિ, ઉત્સાહ, કાર્યકુશળતા, ગ્રહણશક્તિ, રોગપ્રતિરોધક શક્તિ વધે છે. આભામંડળની પવિત્રતા વધે છે. શરીરનાં તમામ તંત્રોની કાર્યક્ષમતામાં વધારો કરી, તેની વિકૃતિને દૂર કરે છે. રક્તસંચાર સંતુલિત બને છે. સંઘર્ષોને સહન કરવાની શક્તિ જાગે છે, વગેરે. 7 મહત્ત્વપૂર્ણ આસનોનાં નામ : (૧) ઉત્તાનપાદાસન, (૨) પવનમુક્તાસન, (૩) સર્વાંગાસન, (૪) હલાસન, (૫) મત્સ્યાસન, (૬) ભુજંગાસન, (૭) પશ્ચિમોતાનાસન, (૮) સલભાસન, (૯) ધનુરાસન, (૧૦) અર્ધમત્સેન્દ્રાસન, (૧૧) ઉષ્ટ્રાસન, (૧૨) શશાંકાસન, (૧૩) યોગમુદ્રા, (૧૪) તુલાસન, (૧૫) ત્રિકોણાસન (૧૬) તાડાસન, (૧૭) સૂર્યનમસ્કાર (ઇષ્ટવંદન) વગેરે. 7 પ્રાણાયામનો પરિચય : પ્રાણ + આયામ એટલે પ્રાણાયામ. પ્રાણ એટલે જીવની શક્તિ અને આયામ એટલે અંકુશ. જીવની શક્તિ પર અંકુશ મૂકવાની પ્રક્રિયા એનું નામ પ્રાણાયામ. પ્રાણ અવયવ નથી પણ ઊર્જાનો પ્રવાહ છે. એનો સંબંધ સૂક્ષ્મ શરીર સાથે છે. Jain Education International 3 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20